Home> Spiritual
Advertisement
Prev
Next

Guruwar Upay: ગુરુવારે કરેલા આ ઉપાય ચુંબકની જેમ ખેંચે છે રુપિયાને, તમારી તિજોરી પણ રહેશે રુપિયાથી છલોછલ

Guruvar Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જેની કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત હોય તો તે સ્ત્રીને લગ્ન પછી દરેક પ્રકારના સુખ-સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ગુરુ મજબૂત હોય તો જ વ્યક્તિને નોકરી અને કારોબારમાં મન મુતાબિક સફળતા મળે છે. જો ગુરુ નબળો હોય તો વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

Guruwar Upay: ગુરુવારે કરેલા આ ઉપાય ચુંબકની જેમ ખેંચે છે રુપિયાને, તમારી તિજોરી પણ રહેશે રુપિયાથી છલોછલ

Guruvar Upay: સનાતન ધર્મમાં દરેક દિવસનું પોતાનું અલગ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. દરેક દિવસે કોઈને કોઈ દેવી-દેવતા ની પૂજા અર્ચના કરવામાં આવે છે. જેમાં ગુરુવાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો દિવસ ગણાય છે. આ દિવસે વ્રત રાખવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ગુરૂવારનું વ્રત કરવાથી વ્યક્તિને પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જેની કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત હોય તો તે સ્ત્રીને લગ્ન પછી દરેક પ્રકારના સુખ-સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ગુરુ મજબૂત હોય તો જ વ્યક્તિને નોકરી અને કારોબારમાં મન મુતાબિક સફળતા મળે છે. જો ગુરુ નબળો હોય તો વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય અથવા તો જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય તો ગુરુવારે તેને આ ચાર ઉપાય કરવા જોઈએ. 

આ પણ વાંચો: ધન, વૈભવ અને પ્રેમનો કારક શુક્ર 3 રાશિ પર મહેરબાન, 2024 માં આ રાશિઓ થશે માલામાલ

ગુરુવારે કરો આ કામ

- આર્થિક તંગીથી મુક્તિ મેળવવા માટે ગુરુવારનો દિવસ ખૂબ જ ખાસ છે. ગુરુવારે સ્નાન કર્યા પછી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરો. શુભ ફળની પ્રાપ્તિ માટે આ દિવસે સાત તુલસી પાન હાથમાં લઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો અને તુલસીજી ભગવાન વિષ્ણુને અર્પણ કરી દો. 

- ભગવાન વિષ્ણુને તુલસી અતિપ્રિય છે. ગુરુવારના દિવસે તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને વ્યક્તિ પર પોતાની કૃપા વરસાવે છે.

આ પણ વાંચો: Budhwar Upay: નોકરીમાં મળશે પ્રમોશન અને પગાર વધારો, બુધવારે કાર્યસ્થળ પર કરો આ ઉપાય

- જો તમે આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવવા માંગો છો અને ધન પ્રાપ્ત કરવા માંગો છો તો ગુરુવારે કાચા દૂધમાં ગંગાજળ મિક્સ કરી તુલસીમાં ચઢાવો સાથે જ તુલસીની પરિક્રમા કરો. સાંજના સમયે તુલસી પાસે શુદ્ધ ઘીનો દીવો કરો.

- એવી માન્યતા છે કે ગુરુવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો ત્યારે તુલસીના માંજર તેમને અર્પણ કરવા. પૂજા કર્યા પછી આ માંજરને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દેવા. આ ઉપાય કરવાથી આવકમાં વધારો થવા લાગે છે.

આ પણ વાંચો: સપનામાં જોવા મળે આ વસ્તુ તો સમજી લેજો વેપારમાં થશે નફો અને નોકરીમાં મળશે પ્રમોશન

- ગુરૂવારના દિવસે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની અને માતા તુલસીની પૂજા કરો ત્યાર પછી તુલસીના મૂળમાંથી એક ટુકડો તોડી તેને ગંગાજળથી સાફ કરીને પીળા રંગના કપડામાં બાંધી લો. હવે આ મૂળને તિજોરીમાં રાખી દો. તમે તેને ઘરના મુખ્ય દરવાજા ઉપર બાંધી પણ શકો છો. આ ઉપાય કરવાથી આવક અને સૌભાગ્ય વધે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More