Home> Spiritual
Advertisement
Prev
Next

Vastu For Home: આ છે પાક્કું... જો વાસ્તુના આ નિયમોનું ધ્યાન રાખશો તો ઘરમાં ક્યારેય નહીં ખૂટે ધન

Vastu For Home: વાસ્તુશાસ્ત્રના નિયમો પાળવાથી ત્યાં રહેતા લોકોના સ્વાસ્થ્ય, શાંતિ, સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ઘરની સુખ શાંતિમાં વધારો કરવા માટે મકાન બાંધતી વખતે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખો....

Vastu For Home: આ છે પાક્કું... જો વાસ્તુના આ નિયમોનું ધ્યાન રાખશો તો ઘરમાં ક્યારેય નહીં ખૂટે ધન

Vastu For Home: વાસ્તુશાસ્ત્રના દરેક નિયમો હવે લોકો ગંભીરતાથી લેવા લાગ્યા છે. જેને કડકાઈથી ફોલો પણ કરે છે. જો તમે પણ નવું ઘર બનાવવા જઈ રહ્યાં છો તો તમારે આ ખાસ બાબતો સાચવવાની જરૂર છે.  આપણા દેશમાં અનેક પ્રાચીન ઈમારતો વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત મુજબ બનેલી છે તેથી આજે પણ સુરક્ષિત છે. વાસ્તુશાસ્ત્રના નિયમો પાળવાથી ત્યાં રહેતા લોકોના સ્વાસ્થ્ય, શાંતિ, સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ઘરની સુખ શાંતિમાં વધારો કરવા માટે મકાન બાંધતી વખતે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખો....

-દરેક ઘરમાં પૂજાસ્થાન હોવું અનિવાર્ય છે. પૂજાનું સ્થાન ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. આ ખૂણામાં પાણીની ટાંકી પણ બનાવી શકાય. તમારા ઘરના ડ્રોઈન્ગ રૂમના ઈશાન ખૂણામાં એક્વેરિયમ પણ મૂકી શકાય.

આ પણ વાંચો:

Angaraki Chaturthi : કાલે અંગારક ચતુર્થી, જીવનમાં સુખ-સમૃદ્ધિ વધારવા કરો આ આ ઉપાય

અઢળક ધન અને કાર્યમાં સફળતા દેશે મંગળ-શુક્રની યુતિ, બદલી જશે રાશિઓના લોકોનું ભાગ્ય

ગુરુ પુષ્ય યોગમાં આ વસ્તુઓ લઈ આવો ઘરે, માતા લક્ષ્મીની પણ થશે ઘરમાં પધરામણી

- મુખ્ય બેડરૂમ નેઋત્ય દિશામાં હોવો જોઈએ. બાળકોનો શયનખંડ બાળકોનો બેડરૂમ પૂર્વ દિશામાં અને તેમનો સ્ટડી રૂમ ઈશાન દિશામાં શુભ ગણાય છે. કુંવારી છોકરીઓનો બેડરૂમ વાયવ્ય દિશામાં શુભ ગણાય છે.

- પતિ પત્નીના રૂમમાં હંસનુ જોડુ કે સારસના જોડાનુ ચિત્ર લગાવવુ શુભ ગણાય છે. આ ચિત્ર સૂતી વખતે દેખાય તે રીતે મુકવુ જોઈએ. જેનાથી બંને વચ્ચે પ્રેમ જળવાય રહે છે.

- દરેક રૂમમાં યોગ્ય કલર કરાવવો જોઈએ. જેમ કે બેડરૂમમાં આસમાની કે લીલો જે શીતળતા આપે છે પીળો અને નારંગી પણ લઈ શકાય કારણકે આ કલર ઉત્સાહ વધારનારો છે.

-ઘરના દક્ષિણ-પૂર્વનો ભાગ અગ્નિ ખૂણા તરીકે ઓળખાય છે. આ ખૂણો રસોડુ બનાવવા માટે શુભ માનવામાં આવે છે. જો એક કે બે જ રૂમ હોય તો રસોડું આ જ દિશામાં બનાવવું યોગ્ય છે. કોઈ અગમ્ય કારણોસર જો રસોડું અગ્નિ ખૂણામાં ન બની શક્યુ હોય તો ઉત્તર-પશ્વિમ ખૂણામાં બનાવી શકાય.

- અગ્નિ ખૂણામાં પાણીની ટાંકી, નળ અથવા જળ સંબંધી કોઈપણ વસ્તુ મુકવી જોઈએ નહી. આ ખૂણો ઈલેક્ટ્રીક વસ્તુઓ માટે યોગ્ય છે, જેવુ કે સ્વીચબોર્ડ, ટીવી, વગેરે.

- ઘરના વાયવ્ય ખૂણામાં(ઉત્તર-પશ્ચિમ)બારી અને બાલ્કની હોવી એ શુભ ગણાય છે. ડ્રોઈંગરૂમ કે અન્ય રૂમના વાયવ્ય ખૂણામાં કૂલર-પંખા મુકી શકાય છે.

-ઘરનું કેન્દ્ર જેને બ્રહ્મ સ્થાન કહેવાય છે અને દરેક ઓરડાનું કેન્દ્ર હંમેશા ખાલી હોવું જોઈએ. બ્રહ્મ સ્થાન હંમેશા સ્વચ્છ હોવું જોઈએ, તેમજ ત્યાં કોઈ વજનદાર ટેબલ ન મુકવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More