Home> Spiritual
Advertisement
Prev
Next

Surya Gochar 2023: સૂર્ય કરશે રાશિ પરિવર્તન, 30 દિવસ સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિનું ભાગ્ય

Surya Gochar 2023: દર મહિને સૂર્યનું રાશિ પરિવર્તન થાય છે. તેવી જ રીતે 15 મે ના રોજ સૂર્ય મંગળની રાશિમાંથી નીકળી શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. સૂર્યના આ રાશિ પરિવર્તનથી પાંચ રાશિના લોકોનો ભાગ્યોદય થશે. એક મહિના સુધી આ રાશિના લોકોનું ભાગ્ય પણ સૂર્યની જેમ ચમકશે. 

Surya Gochar 2023: સૂર્ય કરશે રાશિ પરિવર્તન, 30 દિવસ સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિનું ભાગ્ય

Surya Gochar 2023: સૂર્યદેવને બ્રહ્માંડના જગત પિતા માનવામાં આવે છે. તેમની ઉર્જાથી જ પૃથ્વી પર જીવન શક્ય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યદેવ દરેક રાશિમાં નિશ્ચિત સમય અંતરાલમાં ભ્રમણ કરે છે. દર મહિને સૂર્યનું રાશિ પરિવર્તન થાય છે. તેવી જ રીતે 15 મે ના રોજ સૂર્ય મંગળની રાશિમાંથી નીકળી શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. સૂર્યના આ રાશિ પરિવર્તનથી પાંચ રાશિના લોકોનો ભાગ્યોદય થશે. એક મહિના સુધી આ રાશિના લોકોનું ભાગ્ય પણ સૂર્યની જેમ ચમકશે. 

કર્ક રાશિ

આ રાશિના લોકોનું માન સન્માન સમાજમાં વધશે. અધિકારીઓ સાથે સંબંધ સુધરશે. કાર્ય ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. વિવાહિત લોકો માટે આ સમયે સારો છે. સંતાન તરફથી સારા સમાચાર મળશે. વાહન સુખ પ્રાપ્ત થશે.

આ પણ વાંચો:

Black Rice: કાળા ચોખાના આ 5 ટોટકા છે અત્યંત ચમત્કારી, કરવાની સાથે કરે છે અસર

સૂર્ય-બુધની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, 5 રાશિના લોકોને થશે ધન લાભ

Lizard Indication: જાણો ઘરમાં ગરોળી હોવી શુભ કે અશુભ?

સિંહ રાશિ

સૂર્યના રાશિ પરિવર્તનથી જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છા પૂરી થશે. સરકારી નોકરીમાં પણ તક મળી શકે છે. જે લોકો નોકરી કરે છે તેમને બઢતી મળી શકે છે. સમાજમાં માન સન્માન વધશે. સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

કન્યા રાશિ

સૂર્યના રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકો ધર્મ અને આધ્યાત્મ પ્રત્યે ઝુકાવ ધરાવશે. સામાજિક કાર્યોમાં ભાગ લેશો. માન સન્માન પ્રાપ્ત થશે. દાન પુણ્ય કરી શકશો. તીર્થ સ્થળોએ જવાની તક મળશે. 

ધન રાશિ

કોટ કચેરીના મામલાનો નિર્ણય તમારી તરફ આવી શકે છે. આ સમય દરમિયાન અટકેલું ધન પરત મળશે. બેંકમાંથી લોન લીધી હતી તો તેને ચૂકાવી શકશો. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાનુકૂળ પરિણામ મળશે.

મકર રાશિ

સૂર્યના રાશિ પરિવર્તનથી મકર રાશિના લોકોના પ્રેમ સંબંધ મજબૂત થશે. અજાણી વસ્તુઓના કારણે મનમાં બેચેની રહેશે. આ સમય દરમિયાન નોકરીમાં પરિવર્તન થઈ શકે છે. બેરોજગાર લોકોને રોજગારની તક પ્રાપ્ત થશે. રોકાણ થી ફાયદો થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More