Home> Spiritual
Advertisement
Prev
Next

Sun Transit 2023: નવા વર્ષમાં સૂર્યના રાશિ પરિવર્તનથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ, આ જાતકોને થશે લાભ

Sun Transit 2023: ગ્રહોના રાજા સૂર્ય દેવ 16 ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવ ધન રાશિમાં 15 જાન્યુઆરી 2023 સુધી રહેશે. ત્યારબાદ મકર રાશિમાં બિરાજમાન થશે. 

Sun Transit 2023: નવા વર્ષમાં સૂર્યના રાશિ પરિવર્તનથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ, આ જાતકોને થશે લાભ

નવી દિલ્હીઃ Sun Transit 2023, Surya Rashi Parivartan 2022: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય દેવને ગ્રહના રાજા કહેવામાં આવે છે. તે દર મહિને રાશિ પરિવર્તન કરે છે. સૂર્ય દેવના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવન પર પડે છે. પંચાગ અનુસાર સૂર્ય દેવ 16 ડિસેમ્બર સવારે 9 કલાક 38 મિનિટે ધન રાશિમાં પ્રવેશ કરશે. અહીં પર બુધ અને શુક્ર પહેલાથી બિરાજમાન રહેશે. 

સૂર્ય દેવ અહીં 15 જાન્યુઆરી 2023 સુધી રહેશે. ત્યારબાદ તે મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના રાશિ પરિવર્તનથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ થશે. જેનાથી વર્ષ 2023માં આ રાશિના લોકોને ધનલાભ અને કરિયરમાં પ્રગતિ મળશે. આવો જાણીએ આ રાશિ કઈ છે. 

મિથુન રાશિઃ સૂર્ય ગોચર તમારી કુંડળીના સાતમાં ભાવમાં હશે. આ દરમિયાન તમને બચત કરવામાં સફળતા મળશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. આ દરમિયાન ભાગીદારીમાં કરેલું કામ લાભદાયક રહેશે. કરિયરમાં પ્રગતિ મળશે. આર્થિક મામલામાં મજબૂતી રહેશે. 

આ પણ વાંચોઃ સૂર્ય, બુધ અને શુક્રના રાશિ પરિવર્તનથી આ જાતકોને થશે ફાયદો, જીવનમાં આવશે ખુશીઓ

કન્યા રાશિઃ સૂર્ય ગોચર તમારી કુંડળીના ચોથા ભાવમાં થશે. આ ગોચર કન્યા રાશિના લોકો માટે ખુબ શુભ રહેશે. આ દરમિયાન તમે વાહન અને પ્રોપર્ટીની ખરીદી કરી શકો છો. કેન્દ્ર ત્રિકોણ રાજયોગ કન્યા રાશિ માટે ફળદાયી રહેશે. માતા પક્ષના સહયોગથી ધનની પ્રાપ્તિ થશે. ગોચર દરમિયાન સૂર્યની નજર તમારા 10માં ભાવમાં હોવાથી વેપારમાં વધુ નફો થશે. 

મીન રાશિઃ સૂર્ય દેવ તમારી કુંડળીના દશમ ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન કાર્યક્ષેત્ર અને નોકરી બંનેમાં લાભની સ્થિતિ બનશે. આવકના સ્ત્રોત સારા થવાથી આવકમાં પણ વધારો થશે. ભાગીદારીના કાર્યોમાં સારા પરિણામ મળશે. કુલ મળી કેન્દ્ર ત્રિકોણ રાજયોગ તમારા લોકો માટે લાભકારી અને શુભ ફળદાયી સાબિત થશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More