Home> Spiritual
Advertisement
Prev
Next

પોપટના શ્રાપને કારણે સીતાએ એક નહિ, બે વાર શ્રીરામથી વિયોગ સહન કરવો પડ્યો હતો

Sita Mata Curse : પોપટની એક જોડીએ માતા સીતાને એવો શ્રાપ આપ્યો હતો કે તેમણે બે વાર જીવનમાં તેનું પરિણામ ભોગવ્યુ હતું 

પોપટના શ્રાપને કારણે સીતાએ એક નહિ, બે વાર શ્રીરામથી વિયોગ સહન કરવો પડ્યો હતો

Sita Mata ko Mila Tha Shrap : રામાયણમાં અનેક એવા કિસ્સાઓ વિશે જણાવાયું છે કે, જેમાં બહુ જ ઓછા લોકો જાણે છે. હિન્દુ ધર્મમાં ભગવાન શ્રીરામ પૂજાય છે. ઘર-ઘરમાં રામાયણના પાઠ કરવાથી જીવનમાંથી દુખો અને તકલીફોનો નાશ થાય છે. શાસ્ત્રો અનુસાર, એવુ માનવામાં આવે છે કે, ભગવાન શ્રીરામનુ સ્મરણ કરવાથી જ વ્યક્તિના દુખદર્દ દૂર થાય છે. આવામાં રામાયણમાં માતા સીતાને મળેલા શ્રાપનો કિસ્સો પણ અદભૂત છે. એક પોપટે તેમને વિયોગનો શ્રાપ આપ્યો હતો. જેને કારણે તેઓને વનવાસ દરમિયાન ભગવાન શ્રીરામથી અલગ થવુ પડ્યુ હતું. આ કહાની માતા સીતાના જન્મ સાથે જોડાયેલી છે. 

પોપટે કેમ આપ્યો હતો શ્રાપ
પૌરાણિક માન્યતા અનુસાર, એક વાર માતા સીતાએ પોતાની પાસે નર અને માદા પોપટ રાખ્યા હતા. તેમાં કોઈ કારણોસર માદા પોપટનું મોત થયુ હતું. માદાના મોત પર નર પોપટ ક્રોધિત થયો હતો. કારણ કે, તે માદાના મોત માટે સીતા માતાને કારણભૂત માનતો હતો. દુખી થઈને તેણે માતા સીતાને શ્રાપ આપ્યો હતો. નર પોપટે શ્રાપ આપ્યો કે, જે રીતે તેને દુખ થયુ, તેમ માતા સીતાને પણ પોતાની મનગમતી વ્યક્તિથી વિયોગનું દુખ સહન કરવું પડશે.  

ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું શુભ ગણાય કે અશુભ, જ્યોતિષમાં છે તેનો જવાબ

આ શ્રાપને કારણે માતા સીતાને બે વાર શ્રીરામથી વિયોગનો સામનો કરવો પડ્યો હતો. પહેલીવાર રાવણ તેમનુ અપહરણ કરીને લઈ ગયા હતા ત્યારે, અને બીજીવાર પ્રભુ રામે માતા સીતાનો ત્યાગ કર્યો હતો ત્યારે. ગર્ભવતી હોવા છતા માતા સીતાને તેમનાથી અલગ રહેવુ પડ્યું હતું. 

આ રીતે સીતા નામ પડ્યુ હતું
પૌરાણિક કથા અનુસાર, માતા સીતાના જન્મને લઈને અનેક માન્યતાઓ છે. રામાયણ અનુસાર, એક સમયે રાજા જનકને ખેતરમાં હળ ચલાવતા સમયે એક કન્યા મળી હતી. જેના બાદ તેઓ આ કન્યાને મહેલમાં લઈ આવ્યા હતા. તેનું ભરણપોષણ કર્યું. કહેવાય છે કે, રાજા જનક હળ ચલાવતા હતા ત્યારે આ કન્યા મળી હતી. હળના આગળના ભાગને સીતા કહેવાય છે, તેથી આ કન્યાનું નામ સીતા રખાયુ હતું. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ નથી કરતું.) 

Brahma Muhurta: બ્રહ્મ મુહૂર્તમાં જાગવાના ચમત્કારિક લાભ છે, જાણો શું છે બહ્મ મુહૂર્ત

ગુજરાતના હનુમાન મંદિરમાં 59 વર્ષથી ચાલે છે રામધૂન, ગમે તેવી આફતોમાં પણ અટકી નથી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More