Home> Spiritual
Advertisement
Prev
Next

આ 3 રાશિવાળાનો આજથી 'ગોલ્ડન પીરિયડ' શરૂ, કલ્પના પણ નહીં કરી હોય તે બધુ જ મળશે, ધનના ઢગલા થશે

Venus Margi 2023 in Cancer: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહનો ખુબ મહત્વપૂર્ણ અને શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. કારણ કે શુક્ર ગ્રહની કૃપાથી જ જાતકોને ધન દૌલત, વૈભવ-ઐશ્વર્ય, સુખ પ્રેમ અને આકર્ષણ મળે છે. છેલ્લા કેટલાક સમયથી શુક્ર કર્ક રાશિમાં વક્રી ચાલ ચાલી રહ્યો હતો. પરંતુ ગઈ કાલ 4 સપ્ટેમ્બર 2023થી શુક્ર ગ્રહ માર્ગી થઈ ગયો છે

આ 3 રાશિવાળાનો આજથી 'ગોલ્ડન પીરિયડ' શરૂ, કલ્પના પણ નહીં કરી હોય તે બધુ જ મળશે, ધનના ઢગલા થશે

Venus Margi 2023 in Cancer: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહનો ખુબ મહત્વપૂર્ણ અને શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. કારણ કે શુક્ર ગ્રહની કૃપાથી જ જાતકોને ધન દૌલત, વૈભવ-ઐશ્વર્ય, સુખ પ્રેમ અને આકર્ષણ મળે છે. છેલ્લા કેટલાક સમયથી શુક્ર કર્ક રાશિમાં વક્રી ચાલ ચાલી રહ્યો હતો. પરંતુ ગઈ કાલ 4 સપ્ટેમ્બર 2023થી શુક્ર ગ્રહ માર્ગી થઈ ગયો છે. શુક્રની માર્ગી ચાલની મોટી અસર તમામ 12 રાશિવાળા પર થશે. 3 રાશિવાળાનો તો સુવર્ણકાળ શરૂ થશે. આ લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.  કરિયરમાં ગ્રોથ મળશે. શુક્રની સીધી ચાલ કોનું ભાગ્ય ચમકાવશે તે ખાસ જાણો. 

મિથુન રાશિ
મિથુન રાશિવાળાને માર્ગી શુક્ર અનુકૂળ ફળ આપશે. આ લોકોને ખુબ ધનલાભ થઈ શકે છે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે જે તમને મોટી રાહત આપશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી થશે. પૈતૃક સંપત્તિથી પણ લાભ થશે. તમે આરામથી તમારું કામ પતાવી શકશો અને તેના સારા પરિણામ મળતા જશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર  આવશે. લોકો તમારી તરફ આકર્ષિત થશે. 

કન્યા રાશિ
કન્યા રાશિવાળાને માર્ગી શુક્ર ખુબ લાભ આપશે. આ લોકોની આવક વધશે. દરેક મામલે લાભ થશે. આવકમાં વધારો થશે. કારોબારમાં લાભ થશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. રોકાણથી સારું રિટર્ન મળી શકે છે. તમે પ્રગતિ કરશો અને જીવનમાં આગળ વધશો. સુખ સુવિધાઓ વધશે. 

તુલા રાશિ
તુલા રાશિવાળા જાતકોને માર્ગી શુક્ર રોજગાર મામલે શુભ ફળ આપશે. નોકરીયાતોને પદોન્નતિ મળશે. તમને નવી તકો મળશે. કારોબાર સારો ચાલશે. તમે નવું કામ શરૂ કરવા ઈચ્છતા હોવ તો કરી લો. આ સમય લાભ આપશે. ધનલાભ થશે. તમારી આવકમાં વધારો થવાથી તમે આર્થિક રીતે રિલેક્સ મહેસૂસ કરશો. લવ લાઈફ સારી રહેશે. પરણીત લોકોનું વૈવાહિક જીવન ખુશખુશાલ રહેશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More