Home> Spiritual
Advertisement
Prev
Next

ગણતરીના કલાકોમાં આ રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે, ધન-વૈભવના દાતા કરશે માલામાલ, વિચાર્યું પણ નહીં હોય તેટલું મળશે

Shukra Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને શુભ ગ્રહોની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. શુક્ર ગ્રહ ધન વૈભવ, વિલાસિતા, પ્રેમ, સૌંદર્ય, આકર્ષણના દાતા ગ્રહ છે. કુંડળીમાં શુક્ર ગ્રહ શુભ હોય તો જાતકો રાજા જેવું જીવન જીવે છે. એશોઆરામનું જીવન પસાર થાય છે. આ ઉપરાંત શુક્ર ગ્રહની સ્થિતિમાં પરિવર્તન પણ તમામ રાશિના જાતકોના લવ લાઈફ, મેરિડ લાઈફ, આર્થિક સ્થિતિ પર પ્રભાવ નાખે છે. જુલાઈ મહિનામાં શુક્ર ગ્રહ ગોચર કરવા જઈ રહ્યો છે.

ગણતરીના કલાકોમાં આ રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે, ધન-વૈભવના દાતા કરશે માલામાલ, વિચાર્યું પણ નહીં હોય તેટલું મળશે

જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને શુભ ગ્રહોની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. શુક્ર ગ્રહ ધન વૈભવ, વિલાસિતા, પ્રેમ, સૌંદર્ય, આકર્ષણના દાતા ગ્રહ છે. કુંડળીમાં શુક્ર ગ્રહ શુભ હોય તો જાતકો રાજા જેવું જીવન જીવે છે. એશોઆરામનું જીવન પસાર થાય છે. આ ઉપરાંત શુક્ર ગ્રહની સ્થિતિમાં પરિવર્તન પણ તમામ રાશિના જાતકોના લવ લાઈફ, મેરિડ લાઈફ, આર્થિક સ્થિતિ પર પ્રભાવ નાખે છે. જુલાઈ મહિનામાં શુક્ર ગ્રહ ગોચર કરવા જઈ રહ્યો છે. 7 જુલાઈ 2024ન રોજ રવિવારે સવારે 04:39 વાગે શુક્ર ગોચર કરીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ શુક્ર ગ્રહ 31 જુલાઈ સુધી કર્કમાં જ રહેશે. પછી સિંહ  રાશિમાં પ્રવેશ કરશે. પરંતુ આ 23 દિવસ સુધી કર્ક રાશિમાં હશે ત્યાં સુધી 5 રાશિવાળાને જલસાવાળી લાઈફ  રહી શકે છે. બંપર ધનલાભ થવાના ચાન્સ છે. જાણો તે લકી રાશિઓ વિશે...

વૃષભ રાશિ
શુક્ર ગોચર વૃષભ રાશિવાળાને ખુબ ધનલાભ કરાવી શકે છે. વેપારમાં તો નફો થશે જ પરંતુ સાથે સાથે અટવાયેલું ધન પણ રિકવર થશે. આ સાથે તમારી આર્થિક સ્થિતિમાં મોટો ઉછાળો આવી શકે છે. નવી નોકરી મળી શકે છે. આ ફેરફાર તમારી જીંદગી બદલી શકે છે. લવ લાઈફ સારી રહેશે. 

મિથુન રાશિ
શુક્રનું રાશિ પરિવર્તન મિથુન રાશિવાળા માટે ફળદાયી રહેશે. કૌટુંબિક જીવનમાં ખુશીની પળો આવશે. સારો સમય વીતશે. લગ્નજીવનમાં પ્રેમ અને મીઠાસ વધશે. પૈતૃક સંપત્તિ કે વેપારથી લાભ થશે. 

કન્યા રાશિ
શુક્રનું ગોચર કન્યા રાશિના જાતકોને અનેક રીતે લાભ કરાવી શકે છે. જીવનસ્તર સુધરશે. વેપારમાં ખુબ ફાયદો કરાવશે. નોકરીયાતો માટે સમય સારો છે. જીવનસાથી સાથે સારો સમય વીતશે. આર્થિક લાભ થશે. 

તુલા રાશિ
તુલા રાશિનો સ્વામી શુક્ર છે અને આ રાશિના જાતકોને રાજા જેવું સુખ મળશે. ખુબ ધન દૌલત મળે તેવા યોગ છે. એક પછી એક લાભ થશે. નવી જોબ મળી શકે છે. બિઝનેસ વધશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. કોઈ મોટી ખુશખબરી પણ મળી શકે છે. પ્રોપર્ટીથી લાભ થશે. 

મકર રાશિ
મકર રાશિવાળા માટે શુક્રનું ગોચર લગ્નજીવન સુધારનારું રહેશે. પ્રેમી જોડાના સંબંધ મજબૂત થશે. નોકરીમાં પ્રગતિ થશે કે નવી જોબ મળશે. અટવાયેલા પૈસા મળશે. રોકાણ માટે સારો સમય છે. સારો એવો ધનલાભ થવાથી તમે ખુશ રહેશો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More