Home> Spiritual
Advertisement
Prev
Next

Shaniwar Upay: શનિ થાય નારાજ તો રાજા પણ બની જાય રંક, આ ઉપાયો કરી શનિને હંમેશા રાખો પ્રસન્ન

Shaniwar Upay: શનિની મારક દ્રષ્ટિ જ્યારે કોઈ વ્યક્તિ પર પડે છે તો તેને વારંવાર ઈજા થાય છે, નસ સંબંધિત સમસ્યા વધારે રહે છે અને સાથે જ આર્થિક નુકસાન સહન કરવું પડે છે. વ્યક્તિની કુંડળીમાં જો શનિ ગ્રહના કારણે સમસ્યા હોય તો તેના કામ બનતા બનતા અટકી જાય છે.

Shaniwar Upay: શનિ થાય નારાજ તો રાજા પણ બની જાય રંક, આ ઉપાયો કરી શનિને હંમેશા રાખો પ્રસન્ન

Shaniwar Upay: શનિનું નામ આવતા જ પરસેવો વળી જાય છે. કારણ કે જો કુંડળીમાં શનિદોષ હોય તો વ્યક્તિને જીવનભર ખરાબ પરિણામ ભોગવવા પડે છે. શનિ સંબંધિત સમસ્યા હોય તો રાજા પણ પળવારમાં રંક બની જાય છે. શનિ ન્યાયના પણ દેવતા છે. ગ્રહોમાં તેને કર્માધિપતિ પણ કહેવાય છે. કારણ કે તે વ્યક્તિના કર્મનો હિસાબ કરે છે. વ્યક્તિના સારા અને ખરાબ કર્મનું ફળ શનિની સાડાસાતી અને ઢૈયા દરમિયાન ભોગવવું પડે છે. 

આ પણ વાંચો: ફેબ્રુઆરી મહિનામાં બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 5 રાશિના લોકો થશે માલામાલ

વ્યક્તિ પોતાના કર્મના કારણે સાડાસાતી દરમિયાન કષ્ટ ભોગવે છે. શનિની મારક દ્રષ્ટિ જ્યારે કોઈ વ્યક્તિ પર પડે છે તો તેને વારંવાર ઈજા થાય છે, નસ સંબંધિત સમસ્યા વધારે રહે છે અને સાથે જ આર્થિક નુકસાન સહન કરવું પડે છે. વ્યક્તિની કુંડળીમાં જો શનિ ગ્રહના કારણે સમસ્યા હોય તો તેના કામ બનતા બનતા અટકી જાય છે. આ પ્રકારની સમસ્યાઓ હોય તો તેનું નિરાકરણ પણ જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલું છે. શનિ સંબંધિત દોષને દૂર કરવા માટે શનિવારના દિવસે તમે કેટલાક કામ કરી શકો છો તેનાથી શનિ પ્રસન્ન થાય છે. 

શનિવારના ઉપાયો

આ પણ વાંચો: 12 વર્ષ પછી 2 ગ્રહોનું થશે મહામિલન, આ રાશિના લોકોના ઘરે પધારશે માં લક્ષ્મી

1. શનિવારે અંધારું થાય પછી પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો. દીવો કર્યા પછી ઝાડની ત્રણ, પાંચ કે નવ પરિક્રમા કરવી. દીવો કરવા માટે તેલ ઘરેથી જ લઈ જવું શનિવારના દિવસે બહારથી તેલ ખરીદવું નહીં.

2. શનિવારે સંધ્યા સમય પછી કાળા ચણા સહિત અન્ય ભોજન સામગ્રીનું દાન કરવું. આ ભોજન સરસવના તેલમાં બનાવી અને કોઈ ગરીબને ખવડાવવું.

3. નોકરી કે વેપાર સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તો શનિવારના દિવસે સાંજે સુંદરકાંડનો પાઠ કરવો. પાઠ કરતાં પહેલા હનુમાનજી સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો અને પછી સુંદરકાંડનો પાઠ કરવો. 

આ પણ વાંચો: બુધના મકર રાશિમાં પ્રવેશથી બનશે બુધાદિત્ય રાજયોગ, ફેબ્રુઆરીમાં આ 6 રાશિઓ બનશે અમીર

4. શનિદોષને દૂર કરવા માટે શનિવારે કોઈ દિવ્યાંગ વ્યક્તિને કપડા કે જુતા દાનમાં આપો. દિવ્યાંગ વ્યક્તિના આશીર્વાદ પ્રાપ્ત થવાથી શનિદેવ પણ પ્રસન્ન રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More