Home> Spiritual
Advertisement
Prev
Next

ઓક્ટોબરમાં શનિદેવના ડબલ આશીર્વાદ મેળવવા માટે 14 ઓક્ટોબર સુધી ખાસ દિવસ, ઘણા જાતકોની દિવાળીની ખુશીઓ પણ ડબલ

આ દિવસે હનુમાન જીને તુલસીની માળા અર્પિત કરવી જોઈએ. તેમ કહેવામાં આવે છે કે હનુમાનજીની પૂજાથી શનિના અશુભ પ્રભાવો ઓછા થાય છે. તેથી સુંદરકાંડના પાઠ અને બજરંગબાણના પાઠ કરવા લાભકારી માનવામાં આવે છે. 

ઓક્ટોબરમાં શનિદેવના ડબલ આશીર્વાદ મેળવવા માટે 14 ઓક્ટોબર સુધી ખાસ દિવસ, ઘણા જાતકોની દિવાળીની ખુશીઓ પણ ડબલ

નવી દિલ્હીઃ શનિની સાડાસાતી અને પનોતીવાળા માટે ઓક્ટોબર અને નવેમ્બરનો મહિનો ખુબ ખાસ છે. દિવાળી પહેલા શનિની મહાદશા, સાડાસાતી અને પનોતીથી પીડિત જાતકો માટે શનિ ડબલ આશીર્વાદ આપવાના છે. તેથી 14 ઓક્ટોબર, 4 નવેમ્બરનો દિવસ ખાસ છે. ખાસ કરીને શનિની મહાદશા, શનિની સાડાસાતી અને પનોતી ચાલતી હોય તે લોકો માટે વિવિધ ઉપાયો ઉપયોગી થશે. શનિવાર અમાસ અને સૂર્યગ્રહણ અને પિતૃ અમાસ આ બધા યોગ 14 ઓક્ટોબરે બની રહ્યાં છે. આ સિવાય શનિનું માર્ગી થવું પણ ઘણા જાતકોના જીવનમાંથી મુશ્કેલી ઓછી કરશે. આ સિવાય શનિનું નક્ષત્ર પણ પરિવર્તન કરી રહ્યું છે. 17 ઓક્ટોબર સુધી શનિ રાહુના નક્ષત્ર શતભિષા નક્ષત્રમાં શનિ-રાહુની યુતિથિ 17 ઓક્ટોબર બાદ ઘણા જાતકોના સારા દિવસો શરૂ થઈ જશે. 

સૂર્ય ગ્રહણ અને શનિ અમાસનો સંયોગ 14 ઓક્ટોબરે બની રહ્યો છે. આ સાથે પિતૃની સાથે શનિદેવની પણ વિશેષ કૃપા મળશે, તેથી શનિની સાડાસાતી અને પનોતી ચાલતી હોય તે લોકોએ અમાસ શ્રાદ્ધ અને શનિદેવ માટે વિવિધ ઉપાયો કરવા પડશે. આ દિવસે શનિ સાડાસાતી અને પનોતી ચાલતી હોય તેને ખાસ લાભ આપે છે. આ દિવસે સુંદરકાંડના પાઠ અને બજરંગબાણના પાઠ કરવું લાભકારી માનવામાં આવે છે. 

આ પણ વાંચોઃ 365 દિવસ બાદ તુલા રાશિમાં ગોચર કરશે સૂર્ય, 4 રાશિના જાતકો માટે દિવાળી સુધી જલ્સા

રાશિના વાત કરીએ તો દિવાળી પહેલા શનિ માર્ગી થઈને ઘણા જાતકોની મુશ્કેલી દૂર કરશે. તુલા, કન્યા અને કુંભ રાશિ જે શનિના રાહુના નક્ષત્રમાં હતી, તે પણ 17 ઓક્ટોબર સુધી પરેશાનીથી મુક્ત થઈ જશે. આ સિવાય ધન, મીન અને કુંભ રાશિના જાતકોની દિવાળી સારી રીતે પસાર થશે. દિવાળી પહેલા શનિ માર્ગી ઘણા જાતકોની મુશ્કેલી દૂર કરશે. 

(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More