Home> Spiritual
Advertisement
Prev
Next

Shab-e-Barat 2023 Date: ક્યારે છે શબ-એ-બારાત? જાણો મુસ્લિમ ધર્મના લોકો કેમ મનાવે છે આ તહેવાર

Shab-e-Barat 2023 Date: મુસ્લિમ ધર્મમાં પણ ઘણા તહેવારો ઉજવવામાં આવે છે, શબ-એ-બારાત પણ તેમાંથી એક છે. તેને ઈબાદતની રાત્રિ પણ કહેવામાં આવે છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ, આ તહેવાર શાબાન મહિનાની 15મી તારીખે રાત્રે ઉજવવામાં આવે છે.

Shab-e-Barat 2023 Date: ક્યારે છે શબ-એ-બારાત? જાણો મુસ્લિમ ધર્મના લોકો કેમ મનાવે છે આ તહેવાર

Shab-e-Barat 2023: ઇસ્લામ ધર્મનું પોતાનું અલગ કેલેન્ડર છે, જેને હિજરી કહેવામાં આવે છે. આ મહિનાનો આઠમો મહિનો, જેને શાબાન કહેવામાં આવે છે, તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શબ-એ-બારાત નામનો તહેવાર આ મહિનાની 15મી તારીખે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ શબ-એ-બારાતમાં ખુદાની ઈબાદત કરે છે, તેના બધા પાપો માફ થઈ જાય છે. આ જ કારણ છે કે આ તહેવાર દરમિયાન લોકો આખી રાત જાગીને  ખુદાની ઈબાદત કરે છે. આ વખતે આ તહેવાર 7મી માર્ચ, મંગળવારના રોજ ઉજવવામાં આવશે.

fallbacks

શા માટે ઉજવવામાં આવે છે આ તહેવાર? 
ઇસ્લામ અનુસાર, શબ-એ-બારાતનો અર્થ શબ એટલે રાત અને બારાતનો અર્થ નિર્દોષ થાય છે. શબ-એ-બારાત પર, મુસ્લિમ ધર્મના લોકો તેમના મૃત પૂર્વજોને યાદ કરે છે અને તેમની કબરો પર જાય છે અને ફૂલો ચઢાવી મીણબત્તી પ્રગટાવે છે. સાથે જ તેઓ ખુદા પાસે તેમના માટે દુઆ પણ માંગે છે. કહેવાય છે કે શબ-એ-બારાતની રાત્રે અલ્લાહ પોતાના બંદાઓનો હિસાબ કરવા આવે છે. જે વ્યક્તિ આ દિવસે અલ્લાહ પાસે માફી માંગે છે, તેના પર ઈનાયત બની રહે છે.

fallbacks

આ પણ વાંચો:
Holi 2023: હોળી પહેલા સ્કિનને બનાવી દો કલર પ્રૂફ, અપનાવો આ સ્કિન કેર ટિપ્સ
Loan Against LIC Policy: LIC પોલિસી પર પણ મળી શકે છે લોન, જાણો એપ્લાય કરવાની પ્રોસેસ
NICમાં ટેકનિકલ જગ્યાઓ માટે બમ્પર ભરતી, મળશે 1.5 લાખ સુધીનો પગાર

શબ-એ-બારાતની રાત્રે શુ કરવામા આવે છે?
ઉપર જણાવ્યા મુજબ, શબ-એ-બારાતના દિવસે લોકો તેમના મૃત પૂર્વજોને યાદ કરે છે. તેઓ કબ્રસ્તાનની મુલાકાત લે છે જ્યાં તેમના પૂર્વજોને દફનાવવામાં આવ્યા છે. ત્યાં જઈને તે કબરો પર ચાદર અને ફૂલ ચઢાવે છે, અગરબત્તીઓ અને મીણબત્તીઓ વગેરે પ્રગટાવે છે. આ પછી, સામૂહિક રીતે નમાઝ અદા કરવામાં આવે છે. આ પ્રસંગે ઘરોને ખાસ શણગારવામાં આવે છે. હલવો, બિરયાની વગેરે વાનગીઓ પણ બનાવવામાં આવે છે અને તેને ગરીબોમાં વહેંચવામાં આવે છે.

fallbacks

ખુબ જ ખાસ છે આ રાત્રી 
ઇસ્લામના અનુયાયીઓ માટે 4 રાત ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ ચાર રાત્રિઓમાં પ્રથમ આશુરાની રાત, બીજી શબ-એ-મેરાજ, ત્રીજી શબ-એ-બારાત અને ચોથી શબ-એ-કદર છે. આ તમામ રાત્રિઓને ખૂબ જ વિશેષ અને પવિત્ર માનવામાં આવે છે. આ બધા સાથે કોઈને કોઈ માન્યતા અને પરંપરા જોડાયેલી છે.

આ પણ વાંચો:
શક્તિપીઠ અંબાજીના મોહનથાળનો પ્રસાદ ભાજપને ભારે પડ્યો, હવે નેતાઓ કરી રહ્યા છે ખુલાસા
હોળી ધૂળેટીનો તહેવાર બની શકે છે સુપરસ્પ્રેડર! અ'વાદમાં દર બે કલાકે એક કોરોના કેસ
રાશિફળ 06 માર્ચ: આ જાતકોને ગ્રહગોચરથી ધન-સંપત્તિમાં થશે વધારો, શત્રુઓ નતમસ્તક થશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More