Home> Spiritual
Advertisement
Prev
Next

સનાતન ધર્મને બચાવવા સંતો ફરી મેદાને, રાજકોટમાં આજે સંત સંમેલનનું આયોજન

Sant Sammelan In Gujarat : રાજકોટમાં આજે સંત સંમેલનનું આયોજન, ગુજરાતભરમાંથી 2 હજાર જેટલા સાધુ-સંતો ભેગા થશે, દેવી-દેવતા વિશે પુસ્તકોમાં કરવામાં આવેલા ખોટા અવલોકનો સામે રણનીતિ તૈયાર કરાશે, સમાજને એક કરીને સનાતન ધર્મને આગળ લાવવા પર થશે ચર્ચા
 

સનાતન ધર્મને બચાવવા સંતો ફરી મેદાને, રાજકોટમાં આજે સંત સંમેલનનું આયોજન

Sanatan Dharma : સનાતન ધર્મની રક્ષા કાજે ફરી સંતો મેદાને આવ્યા છે. રાજકોટના ત્રંબા ગામ ખાતે આજે 11 જુનના રોજ સાંજે 5 વાગ્યે સંત સંમેલન મળવાનું છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધાર્મિક પુસ્તકોમાં હિન્દૂ દેવી દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે જેને લઈને ત્રીજું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં દ્વારકાના પીઠાધીશ્વર શંકરાચાર્ય, કથાકાર સહિતના સંતો ઉપસ્થિત રહેશે. આ સાથે જ સંતોએ આ આંદોલનને રાષ્ટ્રવ્યાપી બનાવવાની તૈયારીમાં છે. ત્રંબા ખાતે જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતિની ઉપસ્થિતિમાં મોટુ સંમેલન યોજાશે.

રાજકોટમાં આજે સંત સંમેલનનું આયોજન કરાયું છે. ત્રંબામાં આવેલી ખાનગી શાળામાં સંત સંમેલન યોજાનાર છે. જેમાં દ્વારકાના પીઠાધીશ જગતગુરુ શંકાચાર્ય, કથાકાર મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા હાજર રહેશે. સાથે જ ગુજરાતભરમાંથી 2 હજાર જેટલા સાધુ-સંતો ભેગા થશે. આ સંમેલનમાં દેવી-દેવતા વિશે પુસ્તકોમાં કરવામાં આવેલા ખોટા અવલોકનો સામે રણનીતિ તૈયાર કરાશે. સાથે જ સમાજને એક કરીને સનાતન ધર્મને આગળ લાવવા પર ચર્ચા કરાશે. 

વાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

સ્વામિનારાયણ સંપ્રદાય પર પ્રહાર
સ્વામીનારાયણ સંપ્રદાયના વિવાદ મુદ્દે ચાપરડાના સંત મુક્તાનંદ બાપુએ કહ્યું, આ સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાંથી લખાણો દૂર કરવાની માંગ કરાઈ છે. સ્વામીનારાયણ ગુરુકુલમાં બનેલી ઘટના અંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પગલાં લેવા જોઈએ. સ્વામીનારાયણ સંપ્રદાયમાં બનતી ઘટનાઓ ન બને તેની તકેદારી સંપ્રદાયના સંતોએ રાખવી જોઈએ. 

જે પિતા હોય તે પિતા રહે છે અને જે દીકરા હોય એ દીકરા રહે 
મહંત મુક્તાનંદ બાપુએ જણાવ્યુ કે, જે પિતા હોય તે પિતા રહે છે અને જે દીકરા હોય એ દીકરા રહે છે. સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ ઉઠ્યો હતો. હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનનૈા દાસ દર્શાવતા સનાતનીઓમાં રોષ ફેલાયો હતો. વિવાદ વકરતા મંદિર પરિસરમાંથી ભીંતચિત્રો હટાવાયા હતા.  અમારી પાસે એ લખાણોની યાદી છે અને એ લખાણો દૂર કરવા અંગે અમે વિનંતિ કરીએ છીએ. કારણ કે ભાઈઓ તેનાથી એક જ ધર્મના લોકો વચ્ચે તિરાડ પડે છે, આ ત્રુટીઓ સુધારી લે. કોઈપણ દેવી દેવતાને નીચા ચીતરવા એ વ્યાજબી નથી. મનસ્વી રીતે પોતાની લીટી મોટી કરવા માટે એ બિલકુલ વ્યાજબી નથી.

ઉલ્લેખનીય છે કે, આ સંત સંમેલનમાં સંતો, મહંતો, કથાકારો હાજર રહેશે. જેમા સનાતન ધર્મને લગતા પ્રશ્નો ઉઠાવવામાં આવશે. રામેશ્વર બાપુ હરિયાણીએ કહ્યુ હતું કે, જ્યાં જ્યાં સનાતન ધર્મને હાનિ પહોંચે છે તેના સુધારા માટે વિચારણા કરાશે અને આ અંગે સરકાર સાથે પણ પ્રેમભાવથી સેતુબંધ બની વિચારણા કરી આગળ વધવામાં આવશે.

અમદાવાદીઓ ચેતી જજો! તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો સો ટકા પાણી ભરાશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More