Home> Spiritual
Advertisement
Prev
Next

સાળંગપુર ભીંતચિત્રો વિવાદમાં હર્ષદ ગઢવી કેસમાં મોટો વળાંક, મારી જાણ બહાર મને ફરિયાદી બનાવાયો

salangpur mural controversy :  બોટાદના સાળંગપુર મંદિરમાં ભીંત ચિત્રો પર કાળો કલર કરનાર હર્ષદભાઈ ગઢવી કેસના ફરિયાદી ભુપતભાઈએ વીડિયો બનાવી કર્યો ખુલાસો,,, કહ્યું હું સિક્યુરીટી ગાર્ડ છું,,, મારા પાસે એક કાગળમાં સહી કરાવાઈ હતી,,, સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થઈ કે મને ફરિયાદી બનાવાયો છે

સાળંગપુર ભીંતચિત્રો વિવાદમાં હર્ષદ ગઢવી કેસમાં મોટો વળાંક, મારી જાણ બહાર મને ફરિયાદી બનાવાયો

salangpur hanuman distortion : સાળંગપુરમાં ભીંતચિત્રો પર કલર કરનાર સામે ફરિયાદનો મામલે ફરિયાદી ભૂપત ખાચરને ફરિયાદી બતાવવા મામલે મોટો ખુલાસો થયો છે. પોતાની જાણ બહાર ફરિયાદી બતાવાયાનું ભૂપત ખાચરે એક વીડિયો જાહેર કરીને નિવેદન આપ્યું. ભૂપત ખાચરે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે કહ્યું કે, ઘટના સમયે એ પોઈન્ટ પર મારી ફરજ હતી. ઓફિસમાં મારી પાસે કોરા કાગળ પર સહી કરાવી. સોશિયલ મીડિયાથી મને ખબર પડી કે મને ફરિયાદી બનાવ્યો છે. મારી જાણ બહાર ફરિયાદી બનાવાયો છે. 

સોશિયલ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે મને ફરીયાદી બનાવ્યો 
સાળંગપુર ભીત ચિત્રો પર કાળો કલર કરનાર હર્ષદ ગઢવી કેસના ફરિયાદીએ વીડિયો બનાવી ખુલાસો કર્યો છે. ફરીયાદી ભુપતભાઈ સાદુળભાઈ ખાંચરે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે વીડિયોમાં કહ્યું કે, હું હનુમાનજી મંદિરે સિક્યુરીટી તરીકે ફરજ બજાવું છું, જે દિવસે ભીંત ચિત્રો કલર કરવાની ઘટના બની ત્યારે મારો ડયુટી ત્યાં જ હતી. બનાવ બન્યાં ને થોડીવાર પછી મને ઓફિસમાં બોલાવી પૂછાયુ હતું કે તમે ત્યાં જ હતા. ત્યાર બાદ ઓફિસમાં એક કાગળ ઉપર મારી પાસેથી સહી કરાવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે મને ફરીયાદી બનાવ્યો છે. મને મારી જાણ બહાર આ કેસમાં ફરીયાદી તરીકે મારુ નામ ઉમેરાયું છે જેથી હું આ ખુલાસો કરુ છું. આ ખુલાસો કોઈના દબાણથી કરતો નથી. ચારણ સમાજ કે અન્ય સમાજની લાગણી દુભાણી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું અને હું નિર્દોષ છું. 

 

પ્રખ્યાત મહિલા સામાજિક કાર્યકર સાથે થઈ મોટી છેતરપીંડી, શેરબજારમાં મોટુ નુકસાન

 

સાળંગપુરમાં મંદિરમાં બંદોબસ્ત વધારાયો 
આમ, ભીંત ચિત્રોને કલર કરવાના કેસના ફરીયાદી ભુપતભાઈ સાદુળભાઈ ખાંચરના વીડિયો હાલ સોશિયલ મીડિયામા ચર્ચા જગાવી રહ્યો છે. તો બીજી તરફ, વિવાદ બાદ સાળંગપુર મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સાળંગપુર મંદિરમાં ભક્તો દર્શન કરી રહ્યાં છે. વિવાદ વકરતા સાળંગપુર મંદિરની સુરક્ષા વધારી છે. કષ્ટભંજ હનુમાનજી મંદિરમાં સુરક્ષા વધારી દેવાઈ છે. તહેવાર ટાણે સાળંગપુર મંદિરમાં એક તરફ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. જેથી સ્થાનિક પોલીસ સહિત SRP ની ટીમો તૈનાત કરાઈ છે. ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર હર્ષદ ગઢવીને આજે કોર્ટમાં રજૂ કરાશે. જામીન ના મળે તો હર્ષ ગઢવીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાશે. 

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું, એક મજબૂત સિસ્ટમથી ભારેથી અતિભારે વરસાદની આગાહી

વિવાદનો હજી કોઈ ઉકેલ નહિ 
સાળંગપુર મંદિર ભીંત ચિત્રો વિવાદમાં હાલ કોઈ ઉકેલ આવ્યો નથી. ગઈકાલની વડતાલ ગાડી સ્વામિનારાયણ મહંતોની બેઠકમાં પણ કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. વિવાદિત ભીંત ચિત્રો મામલે નિર્ણય લેવા વડતાલ સ્વામિનારાયણ મહંતોની સમિતિ રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમિતિની રચના, સભ્યો, મુદત મામલે કોઈ સપષ્ટતા પણ કરાઈ નથી. બીજી તરફ મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત યથાવત છે. સ્થાનિક પોલીસ ઉપરાંત આસપાસના જિલ્લાની વધારાની પોલીસ અને srp ટુકડી પણ ગોઠવાઈ છે. ભીંત ચિત્રો પર કાળો કુચો અને કુહાડી ફેરવનાર હર્ષદ ગઢવીને આજે કોર્ટ સમક્ષ રજૂ કરાશે. આરોપીને જામીન મળે છે કે જ્યુડિશિયલ કસ્ટડી એના પર સૌની નજર છે. 

ઓસ્ટ્રેલિયન સરકારના એક નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને સીધો ફાયદો, કરો એપ્લાય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More