Home> Spiritual
Advertisement
Prev
Next

Astro Tips: પૂજા સમયે કાંડા પર બાંધેલો લાલ દોરો કયા દિવસે છોડવો ? 99 ટકા લોકો નહીં જાણતા હોય નિયમ

Astro Tips: જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂજા સમયે બાંધેલા લાલ દોરાને કોઈપણ દિવસે કાઢી જ્યાં ત્યાં મૂકી દેવો અશુભ ગણાય છે. તો ચાલો આજે તમને જણાવીએ રક્ષા સૂત્ર બાંધવા અને છોડવા સંબંધિત મહત્વના નિયમો વિશે.

Astro Tips: પૂજા સમયે કાંડા પર બાંધેલો લાલ દોરો કયા દિવસે છોડવો ? 99 ટકા લોકો નહીં જાણતા હોય નિયમ

Astro Tips: હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ શુભ કાર્ય કે પૂજા કરવામાં આવે છે તો પૂજામાં બેઠેલા વ્યક્તિના કાંડા પર ગોર મહારાજ લાલ દોરો બાંધે છે જેને નાળાછડી પણ કહેવાય છે. આ દોરો બાંધીને પૂજા કરવાનો સંકલ્પ કરાવવામાં આવે છે. આ દોરો બાંધવો ખૂબ જ શુભ ગણાય છે. પૂજા દરમ્યાન અને પૂજા કર્યા પછી થોડા દિવસ સુધી તો આ દોરો બરાબર રહે છે પરંતુ ધીરે ધીરે તે ખરાબ થવા લાગે છે આવી સ્થિતિમાં લોકો કોઈપણ દિવસે તેને હાથમાંથી ઉતારી નાખે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂજા સમયે બાંધેલા દોરાને કોઈપણ દિવસે કાઢી જ્યાં ત્યાં મૂકી દેવો અશુભ ગણાય છે.  

આ પણ વાંચો: Puja ke Niyam: આરતી પછી શા માટે બોલવામાં આવે છે કર્પૂરગૌરં મંત્ર ? જાણો કારણ

શા માટે બાંધવામાં આવે છે કાંડુ?

કાંડા પર નાળાછડી બાંધવાથી ત્રણ દેવતાની સાથે માતા લક્ષ્મી, માતા પાર્વતી અને દેવી સરસ્વતીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. કાંડુ બાંધ્યા પછી જે પણ કામ કરવામાં આવે છે તે નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. તેથી તેને રક્ષા સુત્ર પણ કહેવાય છે. આ રક્ષા સૂત્ર વ્યક્તિની રક્ષા પણ કરે છે. તેના કારણે વ્યક્તિના સ્વાસ્થ્ય પર પણ સારો પ્રભાવ પડે છે.

આ પણ વાંચો: Ketu Gochar: 4 માર્ચે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે કેતુ, 5 રાશિના લોકો રહે સંભાળીને

કયા હાથમાં બાંધવું રક્ષા સૂત્ર ? 

રક્ષા સૂત્ર બાંધવાના પણ નિયમો છે. જેના વિશે જાણકારી હોય તે પણ જરૂરી છે. જણાવી દઈએ કે વિવાહિત મહિલાઓને ડાબા હાથમાં અને કુવારી કન્યાઓને જમણા હાથમાં રક્ષા સૂત્ર બાંધવું શુભ રહે છે. જ્યારે પુરુષોને જમણા હાથમાં કાંડુ બાંધવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રના નિયમ અનુસાર જ્યારે પણ કાંડુ બાંધવામાં આવે ત્યારે હથેળીમાં એક સિક્કો રાખવો અને મુઠ્ઠી બંધ રાખવી જોઈએ. જે પણ વ્યક્તિ કાંડુ બાંધે તેને યથાશક્તિ દક્ષિણા આપવી પણ જરૂરી છે.

આ પણ વાંચો: Mahashivratri 2024: મહાશિવરાત્રી પર આ વિધિથી કરો શિવ પૂજા, મનની ઈચ્છા થશે પુરી

કયા દિવસે ઉતારવો દોરો

જ્યોતિષશાસ્ત્ર અનુસાર હાથમાં બાંધેલા લાલ દોરાને મંગળવાર અથવા શનિવારના દિવસે જ ખોલવો જોઈએ. જો તમે નિયમિત લાલ દોરો કાંડા પર બાંધતા હોય તો જ્યારે ખરાબ થયેલો લાલ દોરો ઉતારો ત્યારે જ મંદિરમાં બેસીને બીજો દોરો બાંધી લેવો. કાંડા પરથી જે લાલ દોરાને ઉતાર્યો હોય તેને પીપળાના ઝાડની નીચે રાખી દેવો જોઈએ અથવા તો નદીમાં પ્રવાહિત કરવી દેવો જોઈએ તેને ક્યારેય કચરામાં ફેકવો નહીં.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More