Home> Spiritual
Advertisement
Prev
Next

રાહુ અને કેતુનું સૌથી મોટું ગોચર, જાણો કઈ રાશિને થશે ફાયદો, કોને થશે નુકસાન

rahu ketu gochar 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માયાવી ગ્રહ રાહુ કેતુના ગોચરથી તમામ રાશિના જાતકો પર અસર પડવાની છે. બંને ગ્રહના ગોચરથી કેટલાક જાતકોને ફાયદો તો કોઈને નુકસાન થવાનું છે. 

રાહુ અને કેતુનું સૌથી મોટું ગોચર, જાણો કઈ રાશિને થશે ફાયદો, કોને થશે નુકસાન

અમદાવાદઃ  જ્યોતિષમાં ગ્રહો તરીકેની ભૂમિકામાં રાહુ અને કેતુ છાયા ગ્રહો છે, જે એક બીજા થી કાયમ ૧૮૦ અંશના અંતરે વક્ર ગતિથી ભ્રમણ કરે છે, જે એક બીજાથી સાતમી રાશિ પર હોય છે અને ક્યારેય માર્ગી થતા નથી, તેમની સાતમી દ્રષ્ટિ હોય છે તે એક રાશિ પર ૧૮ માસ એટલે દોઠ વર્ષ સુધી ભ્રમણ કરે છે અને તે રાશિ અને કુંડલીના સ્થાન મુજબ ફળ આપે છે.

રાહુના મિત્ર બુધ, શનિ છે તો શુક્ર સાથે સમ અને સૂર્ય, ચંદ્ર સાથે શત્રુતા છે, મિથુન રાશિ ઉચ્ચ ( ક્યાંક વૃષભ ) અને ધન રાશિ નીચ છે, સ્વભાવ જિદ્દી, અહંકારી છે સૂર્ય કે ચંદ્ર સાથે યુતિ કરતા ગ્રહણ યોગ બનાવે છે, ગુરુ સાથે યુતિ કરતા ચાંડાલયોગ બનાવે છે, શનિ સાથે શ્રાપિતયોગ બનાવે છે, મંગળ સાથે અશુભ યોગ બનાવે છે, જયારે રાહુ અને કેતુની વચ્ચે બીજા દરેક ગ્રહ આવે ત્યારે કાર્લસર્પ નામનો અશુભ યોગ બનાવે છે.

રાહુ શાંતિ માટે શિવની ભક્તિ, શિવલિંગ અને તેના પર સર્પ પર અભિષેક કરાય છે બુધવાર કે અમાસની નજીક મગનું દાન ઉપરાંત રાહુના મંત્ર જાપ વગેરે જેવી ભક્તિ કરાય છે, જો દુર્ગા માતાના મંત્ર કે પાઠ અથવા હનુમાનજીની ભક્તિ કરવી પણ કરવી સારી કહી શકાય ઉપરાંત વિદ્વાન ના માર્ગદર્શન મુજબ ભક્તિ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ ક્યારેય કોઈ પાસે ફ્રીમાં ન લો ખાવાની આ વસ્તુ, ગરીબી આવતા વાર નહીં લાગે

જાણો રાહુ ગોચરની રાશિઓ પર શું પડશે અસર
મેષ ( અ, લ, ઇ ) : કામકાજમાં રુકાવટ આવે, ગેરસમજ થી બચવું, કાયદાકીય બાબતમાં તકેદારી રાખવી, આકસ્મિક ખર્ચ  આવી શકે

વૃષભ ( બ, વ, ઉ ) :  કોઈ લાભની તક ઉભી થાય, અચાનક કોઈની સહાય મળી શકે, પ્રશ્નો નું સમાધાન થઈ શકે તેવી સાનુકૂળ પરિસ્થિતિ બને

મિથુન ( ક, છ, ઘ ) : કામકાજ માં પરિસ્થિતિ હળવી બને સારી લાભની વાત બને, રાજકીય બાબતમાં સફળતા જોવા મળી શકે છે

કર્ક ( ડ, હ ) : મુસાફરી કરાવે, ધાર્મિક કાર્યમાં રુચિ વધે, કુટુંબ ના કાર્યમાં યોગદાન આપી શકાય, કામકાજમાં મહેનત બાદ સંતોષ જોવા મળે

સિંહ ( મ, ટ ) : આકસ્મિક ઘટના ઘટે માટે સજાગ રહેવું, જુના પ્રશ્નનું સમાધાન થઈ શકે, આરોગ્ય બાબત ચોકસાઈ રાખવી, 

કન્યા ( પ, ઠ, ણ )  જાહેર જીવનમાં કોઈ ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું, ભાગીદારી, દામ્પત્ય જીવનમાં સુમેળ રહે તેમ વર્તવું હિતાવહ છે 

તુલા ( ર, ત ) : આરોગ્યમાં સુધારો આવી શકે, નોકરીમાં ખટપટ ન થાય તેનું ધ્યાન રાખવું, કોઈક ચિંતા મનમાં રહ્યા કરે.

વૃશ્ચિક ( ન, ય ) : સંતાન બાબત થોડી ચિંતા રહે, લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળ્યો નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખવું

ધન ( ભ, ફ, ધ, ઢ ) : મન થોડું અશાંત રહે, કઈ વાત નો રંજ મનમાં રહે, વિવાદથી દૂર રહેવું,  આરોગ્ય બાબતે જાગૃત રહેવું

મકર ( ખ, જ ) : સાહસવૃત્તિ જોવા મળે,  કોઈ સારી વાત સાંભળવા મળે, મુસાફરી કે કુટુંબ ને લાગતું કોઈ કાર્ય સંભવિત બને

કુંભ  ( ગ, સ, શ ) : વાણી સંયમ રાખવો, ખર્ચના યોગ બને, દલીલ ન કરવી, કુટુંબમાં કોઈ કાર્યમાં યોગદાન આપી શકો. 

મીન ( દ, ચ, ઝ, થ ) :  આરોગ્ય અંગે ચોકસાઈ રાખવી, વિચારો વધુ રહે જેની અસર કામકાજ પર થઈ શકે, શાંતિ જાળવવી.

આ પણ વાંચોઃ દાયકાઓ બાદ નવરાત્રિની આઠમ પર અદ્ભુત સંયોગ, 24 કલાકમાં ચમકી જશે આ જાતકોનું ભાગ્ય

કેતુનું ગોચર
કેતુ ધન રાશિ ઉચ્ચ અને મિથુન રાશિ નીચ છે, સ્વભાવ ગણતરી બાજ છે સૂર્ય કે ચંદ્ર સાથે યુતિ કરતા ગ્રહણ યોગ બનાવે છે, ગુરુ સાથે યુતિ કરતા ચાંડાલયોગ બનાવે છે, શનિ સાથે શ્રાપિતયોગ બનાવે છે, મંગળ સાથે અશુભ યોગ બનાવે છે, જયારે રાહુ અને કેતુની વચ્ચે બીજા દરેક ગ્રહ આવે ત્યારે કાર્લસર્પ નામનો અશુભ યોગ બનાવે છે. કેતુ શાંતિ માટે ગણપતિની ભક્તિ કરાય છે મંગળવાર ના દિવસે ગણપતિ દાદાને રેવડી અર્પણ કરાય છે,  દુર્ગા માતાના મંત્ર કે પાઠ કરવા સારા કહી શકાય ઉપરાંત વિદ્વાન ના માર્ગદર્શન મુજબ ભક્તિ કરવામાં આવે છે.

કેતુ ગોચરની રાશિઓ પર શું પડશે અસર

મેષ ( અ, લ, ઇ ) : નોકરી કે વ્યવસાયમાં  ગેરસમજથી બચવું, આરોગ્યમાં તકેદારી રાખવી, નિંદા થી બચવું

વૃષભ ( બ, વ, ઉ ) : મન મોટું રાખવું હિતાવહ છે, અતિ લાગણી કે અપેક્ષા ન રાખવી, ભણવામાં મહેનત પર વધુ ધ્યાન આપવું,

 મિથુન ( ક, છ, ઘ ) :  માતા સાથે સુમેળ રાખવો, મનમાં કોઈ વાતનો રંજ રહે, નાણાં નું રોકાણ કરવાં ધ્યાન રાખવું

કર્ક ( ડ, હ )   કુટુંબ, મિત્રો સાથે વ્યવહારુ બનવાથી સાનુકૂળતા રહે, ખભા, હાડકા ના દર્દથી સાચવવું, અતિ વિશ્વાસ માં ન રહેવું

સિંહ ( મ, ટ ) : આકસ્મિક ખર્ચ આવી શકે, કટાક્ષમાં ન બોલવું, ધીરજ શાંતિ જાળવવી

કન્યા ( પ, ઠ, ણ ) : વિચારનું ભારણ મન માં વધુ રહે જેના કારણે બેચેની અનુભવાય, માથાના દુખાવાની થોડી ફરિયાદ રહે

તુલા ( ર, ત ) : ભક્તિ તરફ મન વળે, યાત્રા પણ સંભવિત બને, વાહન ધીમે ચલાવવું હિતાવહ છે

વૃશ્ચિક ( ન, ય ) : મિત્રો પરિચિત સાથે મજાક ઓછી કરવી, કામ માં થોડી મહેનત થાય, વ્યવહારુ બનવું

ધન ( ભ, ફ, ધ, ઢ ) : કામકાજમાં રુકાવટ અને સમયનો વ્યય અનુભવાય, વડીલવર્ગ સાથે થોડા વિચાર અલગ પડે પણ શાંતિ જળવવાથી અનુકૂળતા રહે

મકર ( ખ, જ ) : ભાગ્ય થોડી પરીક્ષા કરાવી ફળ આપે માટે ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો, ભક્તિ કરવી ફળદાયી કહી શકાય

કુંભ  ( ગ, સ, શ ) : આતુરતા વધુ રહે, ઉતાવળ વધુ થાય, ધીરજ અને વ્યવહારુ બનવાથી અનુકૂળતા સારી રહે

મીન ( દ, ચ, ઝ, થ ) : જીવનસાથી અને ભાગીદારીમાં મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, જાહેરજીવનમાં વધુ ઉત્સાહી ન બવું, સમજદારીનો ઉપયોગ યોગ્ય રહેશે

ડો. હેમીલ પી લાઠીયા 
જ્યોતિષાચાર્ય

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More