Home> Spiritual
Advertisement
Prev
Next

Dhanteras 2023: ધનતેરસ પર બની રહ્યો છે અત્યંત શુભ યોગ, આ સમયે શુભ ખરીદી કરવાથી સોના-ચાંદીથી છલકાશે તિજોરી

Dhanteras 2023: આ વર્ષના શુભ મુહૂર્તની વાત કરીએ તો ધનતેરસ પર પ્રીતિ યોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ યોગમાં ધનતેરસની ખરીદી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. તો ચાલો તમને જણાવીએ ધનતેરસ પર પ્રીતિ યોગનું શુભ મુહૂર્ત ક્યારે છે.

Dhanteras 2023: ધનતેરસ પર બની રહ્યો છે અત્યંત શુભ યોગ, આ સમયે શુભ ખરીદી કરવાથી સોના-ચાંદીથી છલકાશે તિજોરી

Dhanteras 2023: હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસ થી થાય છે અને આ દિવસે પણ દરેક ઘરમાં રોનક જોવા મળે છે. ખાસ કરીને જો કોઈ નવા કામની શરૂઆત કરવી હોય કે નવી વસ્તુ ખરીદવી હોય તો ધનતેરસને વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે. આ દિવસે સોના ચાંદીની ખરીદી પણ મોટા પ્રમાણમાં થાય છે. આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરે ઉજવાશે. સાથે જ આ વર્ષે ખરીદીનું પણ વિશેષ અને અત્યંત શુભ મુહૂર્ત પણ ધનતેરસ પર હશે.

આ પણ વાંચો: 4 નવેમ્બરથી આ લોકોનો ખરાબ સમય થશે શરુ, શનિની બદલાયેલી ચાલથી આ રાશિઓ થશે બેહાલ

એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે સમુદ્ર મંથનમાંથી ધન્વંતરી પોતાના હાથમાં અમૃતનો કળશ લઈને પ્રગટ થયા હતા. આ વર્ષના શુભ મુહૂર્તની વાત કરીએ તો ધનતેરસ પર પ્રીતિ યોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ યોગમાં ધનતેરસની ખરીદી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. તો ચાલો તમને જણાવીએ ધનતેરસ પર પ્રીતિ યોગનું શુભ મુહૂર્ત ક્યારે છે.

આ પણ વાંચો: રાશિફળ 4 નવેમ્બર: કન્યા રાશિના લોકોએ આજે રોકાણ કરવામાં રાખવી સાવધાની, વાંચો રાશિફળ

ધનતેરસના શુભ મુહૂર્ત

ધનતેરસના શુભ મુહૂર્તની વાત કરીએ તો 10 નવેમ્બરે બપોરે 12:35 થી શુભ મુહૂર્ત શરૂ થશે જે 11 નવેમ્બરે 1.57 મિનિટ સુધી રહેશે. ધનતેરસના દિવસે પૂજાના મુહૂર્તની વાત કરીએ તો પૂજા સાંજે 5.47 કલાકથી લઈ 7.43 સુધી થઈ શકશે.

બ્રહ્મ મુહૂર્તની વાત કરીએ તો તે સવારે 4.54 થી 5.47 સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 1:53 થી 2:37 સુધી રહેશે. સંધિકાળનું મુહૂર્ત સાંજે 5:30 થી 5:56 સુધીનું રહેશે. જ્યારે અભિજીત મુહૂર્ત સવારે 11:43 થી 12:26 સુધી રહેશે.

આ પણ વાંચો: કુંભ રાશિમાં શનિ થશે માર્ગી, 12 રાશિઓને થશે અસર,શનિના ક્રોધથી બચવું મુશ્કેલ

પ્રીતિ યોગમાં ખરીદીનું મળશે અનંત ફળ

ધનતેરસના દિવસે જે પ્રીતિ યોગ બની રહ્યો છે તે સાંજે પાંચ કલાક અને 6 મિનિટથી શરૂ થશે અને આખી રાત રહેશે આ સમય દરમિયાન કોઈપણ વસ્તુની ખરીદી કરવી વ્યક્તિને અનંત ફળની પ્રાપ્તિ કરાવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More