Home> Spiritual
Advertisement
Prev
Next

Astro Tips: આ દિવસે ભૂલથી પણ પીપળાની પૂજા કરી તો પાછળ પડી જશે અલક્ષ્મી, આવી જશો રસ્તા પર

Astro Tips: જો નિયમપૂર્વક પીપળાની પૂજા કરવામાં આવે તો વ્યક્તિ માલામાલ થઈ જાય છે. પરંતુ પીપળાની પૂજાના આ નિયમનું પાલન કરવામાં ન આવે તો વ્યક્તિ કંગાળ પણ થઈ જાય છે. 

Astro Tips: આ દિવસે ભૂલથી પણ પીપળાની પૂજા કરી તો પાછળ પડી જશે અલક્ષ્મી, આવી જશો રસ્તા પર

Astro Tips: હિંદુ શાસ્ત્રમાં પીપળાના ઝાડનું વિશેષ મહત્વ છે. શાસ્ત્ર અનુસાર પીપળાના ઝાડમાં દેવી-દેવતાઓનો વાસ હોય છે. હિંદુ શાસ્ત્રમાં પીપળાની પૂજા કરવાનું પણ કહેવામાં આવ્યું છે. પીપળાના ઝાડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે સાથે જ પીપળામાં માતા લક્ષ્મી પણ નિવાસ કરે છે. જો નિયમપૂર્વક પીપળાની પૂજા કરવામાં આવે તો વ્યક્તિ માલામાલ થઈ જાય છે. પરંતુ પીપળાની પૂજાના આ નિયમનું પાલન કરવામાં ન આવે તો વ્યક્તિ કંગાળ પણ થઈ જાય છે. 

આ પણ વાંચો: Mahashivratri 2024: આ દુર્લભ સંયોગમાં ઉજવાશે મહાશિવરાત્રી, વ્રતનું મળશે અનેકગણું ફળ

શાસ્ત્ર અનુસાર પીપળાના ઝાડની પૂજા રવિવારે ક્યારે કરવી નહીં. રવિવારે પીપળાના ઝાડને સ્પર્શ કરવાની પણ મનાઈ હોય છે અને જલ અર્પણ કરવાની પણ મનાઈ હોય છે. જો રવિવારે કોઈ વ્યક્તિ પીપળાની પૂજા કરે તો તેને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. 

રવિવારે ન કરો પીપળાની પૂજા

આ પણ વાંચો: મંગળ-શુક્રની યુતિ 3 રાશિને કરશે માલામાલ, 7 માર્ચ સુધીમાં સંપત્તિમાં થશે બંપર વધારો

શાસ્ત્રો અનુસાર રવિવારનો દિવસ માં લક્ષ્મીની બહેન અલક્ષ્મીને સમર્પિત છે. ભગવાન વિષ્ણુએ અલક્ષ્મીને રવિવારના દિવસે પીપળામાં નિવાસ કરવાની અનુમતિ આપી છે. તેથી જ જો કોઈ વ્યક્તિ રવિવારના દિવસે પીપળાને જળ અર્પણ કરે છે કે તેની પૂજા કરે છે તો તેના ઘરમાં અલક્ષ્મી વાસ કરે છે અને તેને દરીદ્રતા મળે છે. તેથી ભૂલથી પણ રવિવારે પીપળાની પૂજા કરવી નહિ. 

આ પણ વાંચો: Goddess Lakshmi: જીવનમાં તમામ સુખ પ્રાપ્ત કરવા શુક્રવારે કરો અષ્ટલક્ષ્મીની પૂજા

રવિવાર સિવાય સપ્તાહના દરેક દિવસ પીપળાના ઝાડની પૂજા કરી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો શનિ ગ્રહ સંબંધિત સમસ્યા હોય અથવા તો સાડાસાતીના કારણે જીવનમાં તકલીફ હોય તો પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. સરસવના તેલનો દીવો કરવાથી શનિ ગ્રહનો દોષ દૂર થાય છે. 

આ પણ વાંચો: એક મહિનામાં બે વાર રાશિ બદલશે શુક્ર, નોકરી અને વેપારમાં 5 રાશિના લોકોને થશે બંપર લાભ

ઘરમાં સુખ સમૃદ્ધિ વધે તે માટે ગુરૂવારના દિવસે પીપળાના પાનનો ઉપાય પણ કરી શકાય છે. તેના માટે પીપળાના પાનને ગંગાજળ થી સાફ કરી તેના પર ચંદનથી "ઓમ શ્રીં હ્રીં શ્રીં નમઃ" મંત્ર લખો અને તેની ઉપર એક ચાંદીનો સિક્કો રાખી આ પાન અને તિજોરીમાં રાખી દો. જો તમારી પાસે ચાંદીનો સિક્કો ન હોય તો પીપળા પર "ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ" મંત્ર લખો અને તેને ઘરના પવિત્ર સ્થાન પર રાખી દો. જ્યારે આ પાન સુકાઈ જાય તો તેને પાણીમાં વિસર્જિત કરી નવું પાન રાખો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More