Home> Spiritual
Advertisement
Prev
Next

Roti Upay: રોટલી ગણીને ક્યારેય ન બનાવવી, મહેનત કરીને મરી જાશો પણ બે છેડા ભેગા નહીં થાય, જાણો રોટલી સંબંધિત મહત્વના નિયમો

Roti Upay: આજે તમને રોટલી સંબંધિત આવા જ કેટલાક નિયમો જણાવીએ. આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધી જાય છે. અને જે વ્યક્તિ આ નિયમનું પાલન કરે છે તેનું જીવન સુખ-સૌભાગ્યથી ભરપૂર રહે છે. રોટલી સાથે પણ કેટલાક વાસ્તુના દોષો જોડાયેલા હોવાથી ખાસ કાળજી રાખો..

Roti Upay: રોટલી ગણીને ક્યારેય ન બનાવવી, મહેનત કરીને મરી જાશો પણ બે છેડા ભેગા નહીં થાય, જાણો રોટલી સંબંધિત મહત્વના નિયમો

Roti Upay: હિન્દુ ધર્મમાં પણ રસોડાને ખૂબ જ પવિત્ર સ્થાન કહેવાયું છે. જ્યાં બનતી રોટલી વ્યક્તિના જીવનને સુખ સૌભાગ્યથી ભરી શકે છે.  સનાતન પરંપરામાં દૈનિક કાર્યો સંબંધિત કેટલાક નિયમો જણાવાયા છે. જેમાં ખાવા-પીવાથી લઈને જાગવાના અને સુવાના પણ કેટલાક નિયમો જણાવ્યા છે. આ નિયમોનું પાલન કરે તો વ્યક્તિ હંમેશા સુખી રહે છે. ખાસ તો ભોજન સંબંધિત કેટલાક નિયમો છે જેનું પાલન દરેકે કરવું જોઈએ. આજે તમને રોટલી સંબંધિત આવા જ કેટલાક નિયમો જણાવીએ. આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધી જાય છે. અને જે વ્યક્તિ આ નિયમનું પાલન કરે છે તેનું જીવન સુખ-સૌભાગ્યથી ભરપૂર રહે છે. 

વાસી રોટલી ખાવાથી થાય છે આ 5 ફાયદા

1. ડાયાબિટિસ પર કંટ્રોલ
વાસી રોટલી રોજ દૂધ સાથે ખાવામાં આવે તો ડાયાબિટિસ અને બીપી કંટ્રોલમાં રહે છે. રોટલી વાસી થઈ જતા તેમા લાભકારી બેક્ટેરિયા આવી જાય છે અને ગ્લુકોઝની માત્રા પણ ઓછી હોય છે. 

2 પેટની બીમારીઓ નહીં થાય
વાસી રોટલી  ખાવાથી પેટની બીમારીઓ પણ થશે નહીં. આ સાથે જ એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ દૂર રહે છે. 

3 પાચન શક્તિ મજબૂત થાય છે
વાસી રોટલીમાં ફાયબર ભરપૂર હોય છે જેના કારણે ડાઈજેશન સારું રહે છે. તેને રોજ ખાધા બાદ તમારે પેટની સમસ્યાઓ વેઠવી પડશે નહીં. 

4 શરીરનું તાપમાન બેલેન્સ રહેશે
આ રોટલીઓ બોડી ટેમ્પરેચર મેન્ટેઈન કરવામાં મદદગાર સાબિત થાય છે. ખાસ કરીને ગરમીમાં વાસી રોટલી ખાવાથી હીટ સ્ટ્રોક જેવી સમસ્યા નહીં આવે. 

5. દુબળાપણાની સમસ્યા દૂર થશે
બોડીને એનર્જી આપવા માટે પણ વાસી રોટલી ખુબ કામમાં આવે છે. તેનાથી શરીરનું દુબળાપણું દૂર થાય છે અને દુબળાપણાને દૂર કરવા માટે રાતના સમયની વાસી રોટલી ખાવી સૌથી કારગર ઉપાય માનવામાં આવે છે.

રોટલી સંબંધિત મહત્વના નિયમ

આ પણ વાંચો: Sindoor Upay: એક ચપટી સિંદૂર ભાગ્ય બદલી પણ શકે છે અને બગાડી પણ શકે છે, જાણો ખાસ નિયમ

1. જે રીતે અગિયારસના દિવસે ચોખા ખાવાની મનાઈ હોય છે તે રીતે દિવાળી શરદ પૂનમ, શીતળા અષ્ટમી, નાગપંચમી અને કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે ઘરમાં રોટલી બનાવવાની પણ મનાઈ હોય છે. જો આ દિવસોમાં ઘરમાં રોટલી બને છે તો માં અન્નપૂર્ણા નારાજ થાય છે અને જીવનમાં ધન અને અન્નની તંગી સર્જાય છે.

2. હિન્દુ ધર્મ અનુસાર રસોડામાં બનેલી પહેલી રોટલી હંમેશા ગાયને ખવડાવી જોઈએ. જે ઘરમાં બનતી પહેલી રોટલી ગાયને ખવડાવવામાં આવે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે. જો ગાય ન મળે તો આ રોટલી કુતરાના ખવડાવી શકો છો.

આ પણ વાંચો: આ દિશામાં હોય છે માં લક્ષ્મી અને શિવજીનો વાસ, અહીં આ વસ્તુ રાખવાથી દુર થશે ધનની તંગી

3. ઘરમાં બનતી પહેલી રોટલી ગાયને ખવડાવી જોઈએ પરંતુ ગાયને ભુલથી પણ વાસી, એઠી કે ખરાબ થયેલી રોટલી ખવડાવવી નહીં. આમ કરવાથી પાપ પડે છે. ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ હોય છે તેથી જો તમે ગાયને વાસી રોટલી ખવડાવો છો તો તમે પાપના ભાગીદાર બનો છો.

4. જે ગેસ પર તમે રોટલી બનાવતા હોય તે રસોડાના અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં હોવો જોઈએ. સાથે જ જ્યારે તમે રોટલી બનાવો ત્યારે તમારું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. 

આ પણ વાંચો: શુક્રવારની રાત્રે ગુપ્ત રીતે કરી લો આ ઉપાય, સામેથી ચાલીને ઘરમાં આવશે માતા લક્ષ્મી

5. ઘણી ગૃહિણીઓને આદત હોય છે કે તે રોટલી ગણીને બનાવે અથવા તો ઘરના સભ્યોને કેટલી રોટલી ખાશે તે પૂછીને બનાવે છે. હિન્દુ માન્યતા અનુસાર આમ કરવું અશુભ છે. રોટલીનો સંબંધ સૂર્ય સાથે હોય છે જ્યારે તમે ગણી ગણી અને રોટલી બનાવો છો તો સૂર્યનું અપમાન થાય છે. આમ કરવાથી જીવનમાં સૂર્ય ગ્રહ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે.

તવા સંબંધિત મહત્વના નિયમ

- રોટલી બનાવ્યા પછી ક્યારેય લોઢીને સાફ કર્યા વિના રાખી ન દો. લોઢી ઠંડી થાય એટલે તેને સાફ કરી તેના યોગ્ય સ્થાન પર મૂકી દો. જો તમે રોટલી બનાવેલી લોઢી ગંદી મૂકી દો છો તો ઘરના મુખ્ય વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે.

- રોટલી બનાવવા માટે જ્યારે લોઢીને ગેસ પર રાખો તો તેના પર થોડું નમક છાંટી દેવું આમ કરવાથી રસોડાનો વાસ્તુદોષ દૂર થાય છે. 

- ઘરમાં બનતી પહેલી રોટલી હંમેશા ગાયને ખવડાવી અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવી. આ નિયમનું પાલન કરવાથી ઘર પર આવતા સંકટ ટળી જાય છે અને દેવી-દેવતાઓની કૃપા ઘર પર રહે છે. 

- રસોડામાં તવો એવી જગ્યાએ રાખો જ્યાં બહારથી આવનાર વ્યક્તિની નજર ન પડે એટલે કે લોઢીને હંમેશા છુપાવીને રાખવી. 

- લોઢીને હંમેશા આડી કરીને રાખવી જોઈએ ઊભી લોઢી અશુભ ગણાય છે.

- રોટલી બનાવી લીધા પછી લોઢી ત્યારે જ સાફ કરવી જ્યારે તે ઠંડી થઈ જાય જો ગરમ તવા પર પાણી નાખો છો તો તે જીવનમાં સમસ્યા વધે છે. 

- રસોડામાં લોઢીને હંમેશા જમણી તરફ રાખવી જોઈએ.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More