Home> Spiritual
Advertisement
Prev
Next

Nautapa 2024: આ 9 દિવસ પડશે ભીષણ ગરમી, સૂર્યના રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરતા લાગી જશે નૌતપા

Nautapa 2024: નૌતપા એટલે કે ગરમીના તે નવ દિવસ જેમાં સૂર્ય પોતાના રૌદ્ર રૂપમાં હોય છે અને ધરતી પર ભીષણ ગરમી પડે છે. 2024માં નૌતપા ક્યારે શરૂ થશે. આ દરમિયાન લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે આ ઉપાય કરો.

Nautapa 2024: આ 9 દિવસ પડશે ભીષણ ગરમી, સૂર્યના રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરતા લાગી જશે નૌતપા

Nautapa 2024: દર વર્ષે જેઠ મહિનામાં 9 દિવસ એવા હોય છે, જેમાં ભીષણ ગરમી પડે છે, તેને નૌતપાના નામથી ઓળખવામાં આવે છે. નૌતપા દરમિયાન સૂર્ય દેવ પોતાના ચરમ પર રહે છે અને આગની વર્ષા કરે છે. મનુષ્યોની સાથે પ્રકૃતિ પર પણ તેની ખરાબ અસર પડે છે. ફુલ-છોડ, તળાવ સૂકાવા લાગે છે. 

લોકો લૂની ઝપેટમાં આવી જાય છે. નૌતપામાં ભીષણ ગરમી (Heat Wave)નું અનુભવ થાય છે, આ સમય ખુબ કષ્ટદાયી હોય છે પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નૌતપા ખુબ ખાસ માનવામાં આવે છે. આવો જાણીએ નૌતપા 2024માં ક્યારે લાગી રહ્યું છે, નૌતપા ક્યારે લાગે છે. કેમ નૌતપા ખાસ છે?

વર્ષ 2024માં નૌતપા ક્યારે? (Nautapa 2024 Date)
આ વર્ષે નૌતપા 25 2024થી શરૂ થશે, આ દિવસે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. નૌતપાનું સમાપન 8 જૂન 2024ના થશે. આ દિવસે સૂર્ય મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નવ દિવસ ધરતી ખુબ તપવાની છે.

આ પણ વાંચોઃ 1 વર્ષ બાદ બુધ પોતાની પ્રિય રાશિ મિથુનમાં કરશે પ્રવેશ, આ જાતકોને મળશે સારા સમાચાર

ક્યારે લાગે છે નૌતપા?
સૂર્ય દેવના રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે તો નૌતપાનો પ્રારંભ થાય છે. સૂર્ય જેઠ મહિનામાં 15 દિવસ માટે રોહિણી નક્ષત્રમાં આવે છે, જેમાં 9 દિવસ નૌતપા રહે છે. રોહિણી નક્ષત્રમાં આવતા જ પૃથ્વીનું તાપમાન વધી જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિ અનુસાર મેના છેલ્લા સપ્તાહમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે, તેથી આ દિવસોમાં ભીષણ ગરમી પડે છે.

નૌતપા કેમ છે મહત્વપૂર્ણ? (Nautapa Significance)
વિજ્ઞાનમાં પણ જણાવવામાં આવ્યું છે કે આ દરમિયાન સૂર્યના કિરણો સીધા ધરતી પર પડે છે, જેનાથી તાપમાનમાં વધારો થાય છે. તો મેદાની વિસ્તારમાં તાપમાનમાં વધારાને કારણે સમુદ્રની લહેરો પોતાના તરફ આકર્ષિત કરે છે. જેનાથી સમુદ્રી વિસ્તારમાં વરસાદ અને તોફાનની સંભાવના વધી જાય છે.

કહેવાય છે કે જેમ સારી રીતે પકાવેલું ભોજન સ્વાદિષ્ટ લાગે છે, તે રીતે નૌતપામાં ભીષણ ગરમી આવણે આવનારા સમયમાં રાહત આપે છે. આ દરમિયાન પવન ફુંકાવો સારૂ છે પરંતુ વરસાદ આવે તો સારૂ માનવામાં આવતું નથી, કારણ કે તેનાથી ચોમાસાની સિસ્ટમ બગડી જાય છે અને સારો વરસાદ થતો નથી. 

આ પણ વાંચોઃ 100 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર બનશે ગજકેસરી રાજયોગ, 3 જાતકોનો થશે ભાગ્યોદય

નૌતપામાં કરો આ ઉપાય (Nautapa Upay)
- નૌતપા દરમિયાન સૂર્ય દેવનું રૂપ ખુબ પ્રચંડ સ્વરૂપમાં હોય છે.એટલા માટે તરબૂચ, ટેટી, કેરીનું સત્તુ, શરબત, પંખો, છત્રી, ચંપલ જેવી વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

- નૌતપામાં મુંગા પશુઓ, પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરો. ઝાડ-છોડને પાણી આપો. કહેવાય છે કે તેનાથી સૂઈ ગયેલું ભાગ્ય ચમકે છે. 

- નૌતપા દરમિયાન મંદિરમાં કાર્પેટ અથવા લીલા ઘાસની પટ્ટી લગાવો. જેથી ત્યાંથી પસાર થતા લોકોના પગ બળી ન જાય. આ નાનું કામ તમારી પ્રગતિનો માર્ગ ખોલે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More