Home> Spiritual
Advertisement
Prev
Next

42 દિવસ પોતાની સ્વરાશિ મેષમાં ભ્રમણ કરશે મંગળ ગ્રહ, 3 જાતકોની ધન-સંપત્તિમાં થશે અપાર વધારો, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

Mangal Gochar in Mesh: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહે પોતાની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરી લીધો છે. જેનાથી કેટલાક જાતકોને ધન-સંપત્તિમાં લાભ મળી શકે છે.
 

42 દિવસ પોતાની સ્વરાશિ મેષમાં ભ્રમણ કરશે મંગળ ગ્રહ, 3 જાતકોની ધન-સંપત્તિમાં થશે અપાર વધારો, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

નવી દિલ્હીઃ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ એક ચોક્કસ સમય પર પોતાની સ્વરાશિ અને ઉચ્ચ રાશિમાં ભ્રમણ કરે છે. જેની અસર માનવ જીવન પર સીધી પડે છે. તમને જણાવી દઈએ કે ગ્રહોના સેનાપતિ મંગળે 1 જૂને પોતાની સ્વરાશિમાં પ્રવેશ કરી લીધો છે અને તે ત્યાં 42 દિવસ સુધી ભ્રમણ કરશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ લોકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ રાશિઓ કઈ છે. 

મેષ રાશિ
તમારા લોકો માટે મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન લાભદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિથી લગ્ન ભાવ પર ભ્રમણ કરી રહ્યો છે. તેથી આ દરમિયાન તમને અટવાયેલા ધનની પ્રાપ્તિ થશે અને તમારા જીવનમાં પ્રગતિનો યોગ છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમે વિચારેલી યોજનાઓ સફળ થશે. સાથે પરીણિત લોકોનું લગ્ન જીવન ખુશ રહેશે. આ દરમિયાન તમારા જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. સાથે કોઈ જમીન-સંપત્તિ ખરીદી શકો છો.

સિંહ રાશિ
મંગળ ગ્રહનું ગોચર તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિથી નવમ ભાવ પર થયું છે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. તમારા અટવાયેલા કામ થશે. તમારા જીવનમાં પ્રગતિનો યોગ બન્યો છે અને તમારો ભાગ્યોદય થશે. આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. પરિવારના લોકો સાથે ધાર્મિક કાર્યોમાં સામેલ થશો. આ દરમિયાન નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે. 

આ પણ વાંચોઃ લક્ષ્મી નારાયણ રાજયોગથી 5 રાશિના જાતકો થશે માલામાલ, બેન્ક બેલેન્સ વધશે

કર્ક રાશિ
તમારા લોકો માટે મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન લાભયાદક રહી શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિથી કર્મ ભાવ પર થયું છે. આ દરમિયાન તમને કામ-કારોબારમાં સફળતા મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને બેન્ક બેલેન્સમાં વધારો થશે. તમને કારોબારમાં લાભ મળશે. સાથે નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે અને મનપસંદ જગ્યાએ બદલી થઈ શકે છે. આ દરમિયાન તમારા પિતા સાથે તમારો સંબંધ મજબૂત થશે. 

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More