Home> Spiritual
Advertisement
Prev
Next

Marriage Problems: લગ્ન કરવામાં આવી રહ્યું છે વિધ્ન? તો પહેરો આ ચમત્કારી રત્ન, બદલાઈ જશે જિંદગી

જીવનમાં સારા જીવનસાથી (Life Partner) નું હોવું ખૂબ જરૂરી છે. પરંતુ ઘણી વખત કુંડળીના ગ્રહ-નક્ષત્ર લગ્ન (Marriage) માં વિઘ્ન ઉભુ કરે છે. આવી પરિસ્થિતિમાં ટોપાઝ રત્ન (Topaz Gemstone) પહેરવાથી ઝડપથી જીવનમાં ખુશી આવી શકે છે.

Marriage Problems: લગ્ન કરવામાં આવી રહ્યું છે વિધ્ન? તો પહેરો આ ચમત્કારી રત્ન, બદલાઈ જશે જિંદગી

નવી દિલ્લીઃ જીવનમાં સારા જીવનસાથી (Life Partner) નું હોવું ખૂબ જરૂરી છે. પરંતુ ઘણી વખત કુંડળીના ગ્રહ-નક્ષત્ર લગ્ન (Marriage) માં વિઘ્ન ઉભુ કરે છે. આવી પરિસ્થિતિમાં ટોપાઝ રત્ન (Topaz Gemstone) પહેરવાથી ઝડપથી જીવનમાં ખુશી આવી શકે છે. કેટલાક લોકોને લગ્ન  (Marriage) કરવામાં વારંવાર  મુશ્કેલીઓ પડતી હોય છે. ક્યારેક લગ્ન થતા-થતા તૂટી જાય છે. તો કોઈ અન્ય કારણથી મનગમતો સાથી (Life Partner) જ નથી મળતો. આ લોકો માટે જ્યોતિષ (Astrology) માં અમુક ઉપાયો આપવામાં આવ્યા છે. આજે અમે તમને જ્યોતિષની રત્ન શાસ્ત્ર વિદ્યામાં જણાવવામાં આવેલા એ ઉપાયો વિશે જાણકારી આપીશું જે ચમત્કારિક પરિણામો આપે છે.
આવો હોય છે ટોપાઝ-
ગુરૂ ગ્રહનો પ્રતિનિધિ રત્ન પોખરાજનું જ એક રૂપને ટોપાઝ. પોખરાજ પીળો, વાદળી અને સફંદ રંગનો હોય છે. સામાન્ય રીતે ગુરૂ ગ્રહને મજબૂત કરવા માટે પીળા રંગનો પોખરાજ પહેરવાની સલાહ આપવામાં આવે છે. વાદળી રંગનો પોખરાજ એટલે કે ટોપાઝ રત્ન પણ ખૂબ અસરકારક હોય છે. ખાસ કરીને પોતાનો પ્રેમ પામવા માટે અને લગ્ન કરવામાં પડી રહેલી મુશ્કેલીઓન દૂર કરવામાં ટોપાઝ ચમત્કારિક પરિણામ આપે છે. આ ઉપરાંત પણ ટોપાઝ રત્ન  પહેરવાથી ઘણા લાભ થાય છે. જો કે આ રત્ન પણ બીજા રત્નોની જેમ કોઈ વિશેષજ્ઞની સલાહ લઈને પણ પહેરવો જોઈએ,,,
ટોપાઝ પહેરવાથી પ્રેમમાં સફળતા મળે છે. મનગમતા સાથી સાથે લગ્ન કરવામાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે..
જો લગ્ન થતા-થતા તૂટી જાય છે અથવા લગ્ન નક્કી થવામાં અડચણો આવી રહી હોય તો આ રત્ન પહેરવાથી જલ્દીથી ઢોલ-નગાર વાગશે એટલે કે લગ્ન થઈ જશે.
ટોપાઝ રત્ન સ્વાસ્થ્ય માટે પણ સારો છે. ટોપાઝથી મન શાંત રહે છે. અજાણ્યા ડરથી રાહત મળે છે. જે લોકોને વધુ ગુસ્સો આવે છે તે લોકોને આ રત્ન પહેરવાથી લાભ થશે.
ટોપાઝ પહેરવાથી પ્રગતિના નવા દરવાજા ખુલે છે.  કરિયરમાં ઊંચાઈ પ્રાપ્ત કરવાનું વિચારતા લોકો પણ આ રત્ન ધારણ કરી શકે છે.
ટોપાઝ રત્ન ધારણ કરવાથી ઉંઘ અને આળસ દૂર રહે છે અને શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More