Home> Spiritual
Advertisement
Prev
Next

Margashirsha Purnima 2023: માર્ગશીષ પૂર્ણિમા પર કરેલા આ ઉપાય ફળ આપે છે તુરંત, કુબેરના ખજાના જેટલું ધન રહેશે તમારી પાસે

Margashirsha Purnima 2023: આ દિવસે પૂજા પાઠ કરી ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ સિવાય પૂનમની તિથિ પર કેટલાક વિશેષ ઉપાય કરવાથી ધન લાભ થાય છે અને ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે. 

Margashirsha Purnima 2023: માર્ગશીષ પૂર્ણિમા પર કરેલા આ ઉપાય ફળ આપે છે તુરંત, કુબેરના ખજાના જેટલું ધન રહેશે તમારી પાસે

Margashirsha Purnima 2023: જ્યોતિષશાસ્ત્રમાં દર મહિને આવતી પૂનમનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. દરેક માસની પૂનમ ખાસ હોય છે. પરંતુ તેમાં સૌથી વધારે મહત્વ હોય છે માગશર મહિનાની પૂર્ણિમાનું. તેને માર્ગશીષ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. આ વર્ષે માર્ગશીષ પૂર્ણિમા 26 ડિસેમ્બરે સવારે 5.46 મિનિટથી શરૂ થશે જે 27 ડિસેમ્બરે સવારે 6.02 સુધી રહેશે. ઉદયાતિથિ અનુસાર પૂર્ણિમાનું વ્રત 26 ડિસેમ્બરે રાખવામાં આવશે.

આ દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે આ સિવાય કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી પૂર્ણિમાનું વ્રત કર્યાનું ફળ મળે છે. આ દિવસે પૂજા પાઠ કરી ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ સિવાય પૂનમની તિથિ પર કેટલાક વિશેષ ઉપાય કરવાથી ધન લાભ થાય છે અને ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે. 

આ પણ વાંચો: રાતોરાત અમીર બનાવે છે આ પાવરફુલ રત્ન, યોગ્ય વિધિથી ધારણ કરે તેને 24 કલાકમાં મળે ફળ

માઘ પૂર્ણિમાના ઉપાય

- જ્યોતિષશાસ્ત્ર અનુસાર માર્ગશીષ પૂર્ણિમાના દિવસે વ્રત કરી ભગવાન સત્યનારાયણની પૂજા કરવી અને કથા વાંચવી. એવું માનવામાં આવે છે કે આ દિવસે જગતના પાલનહાર અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 

- આ દિવસે પીપળાના ઝાડ ની પૂજા કરવાથી જીવનમાં આવનારી સમસ્યાથી મુક્તિ મળે છે. આ દિવસે સૂર્યોદય પછી દૂધમાં તલ ઉમેરી પીપળામાં અર્પણ કરો અને તેની સાત પ્રદક્ષિણા કરો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી પરિવારમાં સુખ શાંતિ વધે છે અને ધનપ્રાપ્તિ થાય છે.

આ પણ વાંચો: નવા વર્ષના પહેલા દિવસે કરો કાળા ઘોડાની નાળનો આ ઉપાય, ખુશીઓથી ભરાયેલું રહેશે ઘર

- આમ તો પૂનમના દિવસે ઘણા બધા ઉપાય કરી શકાય છે પરંતુ ચાંદી અથવા સોનાના સિક્કા ઘરે લાવવા અતિ શુભ ગણાય છે. એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં તેમનો સ્થાયી નિવાસ થાય છે. 

- એવી માન્યતા છે કે માગશર મહિનાની પૂનમના દિવસે કરેલા આ ઉપાયથી વ્યક્તિના જીવનમાં આવનારી સમસ્યા અને કષ્ટ દૂર થાય છે. તેના માટે પૂનમના દિવસે ચંદ્રોદય થાય પછી કાચા દૂધમાં ચોખા અને થોડી ખાંડ ઉમેરી ચંદ્રને અર્ધ્ય આપો. 

- પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરી તેમને ખીરનો ભોગ ધરાવો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ખીર અત્યંત પ્રિય છે પૂનમના દિવસે તેમને ખીરનો ભોગ ધરાવવાથી જીવનમાં ક્યારેય ધનની ખામી સર્જાતી નથી.

આ પણ વાંચો: Mangal Gochar 2023: 2 દિવસમાં બદલાશે આ રાશિઓનું નસીબ, નવા વર્ષમાં મંગળ કરાવશે લાભ

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More