Home> Spiritual
Advertisement
Prev
Next

ભગવાન વિષ્ણુનું અનોખુ ધામ જ્યાં 6 મહિના મનુષ્ય 6 મહિના દેવતા કરે છે પુજા

રાજ્ય સરકાર દ્વારા પણ 6 મહિના માટે અહીં પ્રતિબંધ લાદી દેવામાં આવે છે, અહીં કોઇ નાગરિક 6 મહિના માટે પ્રવેશી શકે નહી

ભગવાન વિષ્ણુનું અનોખુ ધામ જ્યાં 6 મહિના મનુષ્ય 6 મહિના દેવતા કરે છે પુજા

અમદાવાદ : ઉતરાખંડના શ્રીધામ બદ્રીનાથમાં હાલ કુદરત દ્વારા ખુબ જ સુંદર શ્રૃંગાર કરવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુનું સર્વશ્રેષ્ઠ ધામ બદ્રીનાથ હાલના સમયે ડોઠથી 2 ફુટ બરફની મોટી ચાદરની આગોશમાં છે. ઠંડીમાં ભગવાનનાં કપાટ બંધ છે. માન્યતા છે કે આ સમયે ભગવાન બદ્રીની પુજા અર્ચના ભગવાન નારદ દ્વારા કરવામાં આવે છે. માટે આ કપાટ 6 મહિના માટે બંધ જ રાખવામાં આવે છે. 

સંસદના બજેટ સત્રની જાહેરાત, 1 ફેબ્રુઆરીએ રજુ થશે વચગાળાનું બજેટ

માન્યતા અનુસાર આ સમયે ભગવાન બદ્રીનાથ મનુષ્યને દર્શન નથી આપતા. પરંતુ શીયાળામાં અહીં દર્શન દેવતાઓ માટે હોય છે. આ સમયમાં અહીં દેવતાઓની પુજા-પાઠ ચાલતી હોય છે. આ પહેલું ધામ છે જ્યાં 6 મહિના મનુષ્યો દ્વારા પુજા કરવામાં આવે છે અને 6 મહિના દેવદાઓ દ્વારા પુજા કરવામાં આવે છે. 

સવર્ણ અનામત : આ તો SC,ST, OBCના અધિકાર પર પડેલી ધાડ છે... જાણો કોણે શું કહ્યું?

હાલના સમયે અહીં દેવતાઓનો સમય ચાલી રહ્યો છે અને કપાટ બંધ છે પરંતુ કુદરત મહેરબાન છે. ભગવાનનાં ધામનો શ્રૃંગાર રોજિંદી રીતે બરફવર્ષાથી થાય છે. સમગ્ર ધામમાં એકદમ સફેદ ચાદર છવાઇ ગઇ છે. કુદરતે પણ આ ધામને એવી રીતે સજાવ્યું છે એવી સજાવટ બદ્રીનાથ ધામમાં ક્યારે પણ નહી થઇ હોય. 

દેશનાં કોઇ પણ નાગરિકને ઉની આંચ પણ ન આવે તેની જવાબદારી અમારી: રાજનાથ

બદ્રીનાથ ધામ એકદમ સુંદર સફેદ મખમલી બરફની ચાદરથી ઢંકાયેલું છે. અહીં કુદર અને દેવતાઓની મહેરબાની છે કે શીયાળામાં ધામમાં મનુષ્યનો પ્રવેશ પ્રતિબંધિત રહે છે. પરંતુ કુદરત અહીં હંમેશા માટે મહેરબાન રહે છે. આ સમય દરમિયાન અહીં માત્ર ITBPના જવાનો, સેના અને મંદિરની સુરક્ષામાં રહેલા જવાનો જ અહીં હોય છે. 

CBI કેસ: સિલેક્શન કમિટીનો હિસ્સો નહી હોય CJI, જસ્ટિસ સિકરીને સોંપાઇ જવાબદારી

ચીન સીમા પર રહેલ અંતિમ પોસ્ટ માણામાં દેશના સંરક્ષણ સાથે જોડાયલા જવાનો રહે છે. બીજી તરફ બદ્રીનાથમાં મંદિરની સુરક્ષામાં રહેલા પોલીસનાં કેટલાક જવાનો અહીં રહે છે. બદ્રીનાથ ધામ જતા પહેલા હનુમાન ચટ્ટીથી આગળ જવા માટે તંત્રની વિશેષ પરવાનગીની જરૂર પડે છે, ત્યારે જ કોઇ સામાન્ય માણસ બદ્રીનાથ જઇ શકે તેમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More