Home> Spiritual
Advertisement
Prev
Next

Makar Sankranti 2024: 15 જાન્યુઆરીએ ઉજવાશે મકરસંક્રાંતિ, જાણો આ દિવસે શું કરવું અને શું નહીં

Makar Sankranti 2024: મકરસંક્રાંતિનો પર્વ સૂર્યદેવને સમર્પિત છે તેથી આ દિવસે સૂર્યદેવનું પૂજન કરવાનું અને વ્રત કરવાનું વિધાન છે. વર્ષ 2024માં હિન્દુ પંચાંગ અનુસાર મકરસંક્રાંતિ નો પર્વ 15 જાન્યુઆરી 2024 ના રોજ ઉજવાશે. મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાનું પણ વિશેષ મહત્વ છે આ સાથે જ કેટલીક બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

Makar Sankranti 2024: 15 જાન્યુઆરીએ ઉજવાશે મકરસંક્રાંતિ, જાણો આ દિવસે શું કરવું અને શું નહીં
Updated: Jan 03, 2024, 12:51 PM IST

Makar Sankranti 2024: હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિના તહેવારનું વિશેષ મહત્વ છે. વર્ષ બદલે પછી મકરસંક્રાંતિ પહેલો તહેવાર આવે છે. આ દિવસે ગ્રહોના રાજા કહેવાતા સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિથી દિવસ લાંબા થાય છે. મકરસંક્રાંતિનો પર્વ સૂર્યદેવને સમર્પિત છે તેથી આ દિવસે સૂર્યદેવનું પૂજન કરવાનું અને વ્રત કરવાનું વિધાન છે. 

વર્ષ 2024માં હિન્દુ પંચાંગ અનુસાર મકરસંક્રાંતિનો પર્વ 15 જાન્યુઆરી 2024 ના રોજ ઉજવાશે. મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાનું પણ વિશેષ મહત્વ છે આ સાથે જ કેટલીક બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે તમને જણાવીએ મકરસંક્રાંતિના દિવસે કયા કામ કરવા અને કયા કામ કરવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો:  આ છે દેશના સૌથી પ્રસિદ્ધ અને ચમત્કારી હનુમાન મંદિર, દર્શન કરવાથી મનની ઈચ્છા થાય પુરી

મકરસંક્રાંતિ પર આ વાતોનું રાખો ધ્યાન

- મકરસંક્રાંતિના દિવસે ડુંગળી, લસણ, માંસ અને મદિરાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

- મકરસંક્રાંતિના દિવસે સાત્વિક ભોજન બનાવીને જ ગ્રહણ કરવું.

- આ દિવસે ઘરના વડીલો અને ગરીબ લોકોનું અપમાન કરવાનું ટાળવું જોઈએ. 

- મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ વ્યક્તિ વિશે ખરાબ બોલવાનું ટાળો. આમ કરવાથી પરિવારની સુખ શાંતિ છીનવાઇ જાય છે.

આ પણ વાંચો: 7 જાન્યુઆરીથી પલટી મારશે મિથુન સહિત આ 3 રાશિઓનું ભાગ્ય, જીવનમાં વધશે સુખ, સમૃદ્ધિ

- મકરસંક્રાંતિના દિવસે ઘરમાં ચોખા, ગોળ અને સુકામેવાવાળો મીઠો ભાત બનાવીને ખાવો જોઈએ. 

- મકરસંક્રાંતિના દિવસે આ સૂર્ય મંત્રનો કરો જાપ કરવો જોઈએ. 

ॐ ધૃણિં સૂર્ય: આદિત્ય:
ॐ હ્રીં હ્રીં સૂર્યાય નમ:
ॐ સૂર્યાય
ॐ ધૃણિં સૂર્યાય નમ:

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે