Home> Spiritual
Advertisement
Prev
Next

છળકપટથી માર્યા ગયા હતા મહાભારતના આ 5 યોદ્ધા, શ્રીકૃષ્ણનો હતો આદેશ

Mahabharat War Secret : મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્રની ભૂમિ પસંદ કરવા પાછળ એક ચોક્કસ કારણ હતું, શ્રીકૃષ્ણએ ભૂમિના પ્રકાર પરથી કુરુક્ષેત્રની પસંદગી કરી હતી... આખરે કુરુક્ષેત્રની ભૂમિમાં એવું તો શું છે 

છળકપટથી માર્યા ગયા હતા મહાભારતના આ 5 યોદ્ધા, શ્રીકૃષ્ણનો હતો આદેશ

mahabharat interesting fatcs : ધર્મ અને અધર્મ વચ્ચેની લડવામાં આવેલા મહાભારતના યુદ્ધમાં લાખો યોદ્ધાઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કુરુક્ષેત્રમા દમદાર યોદ્ધાઓ પણ છળકપટથી માર્યા ગયા હતા.  મહાભારતના કેટલાક મહારથી એવા હતા, જેઓને મારવું સરળ ન હતું. પંરતુ તેઓ કમજોરી પર વાર કરવામાં આવતા તેઓ માર્યા ગયા હતા. જો આ યોદ્ધા માર્યા ન ગયા હોત તો આજે મહાભારત યુદ્ધનું પરિણામ કંઈ બીજુ હોત. શક્ય છે કે પાંડવો નહિ, પંરતુ કૌરવો યુદ્ધ જીત્યા હોત. પરંતુ ધર્મ અને અધર્મની લડાઈમાં છળકપટનો પ્રયોગ કરાયો હતો. 

ભીષ્મ પિતામહ
ભીષ્મ પિતામહ પણ છળથી માર્યા ગયેલા યોદ્ધાઓમાં સામેલ હતા. 18 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ભીષ્મ પિતામહ 9 દિવસો સુધી પાંડવોની પરેશાનીનું કારણ બન્યા હતા. ભીષ્મ પિતામહને પરાજિત કર્યા વગર પાંડવોનું જીતવુ મુશ્કેલ હતું. તેથી શ્રીકૃષ્ણની સલાહ પર અર્જુને શ્રીખંડીની મદદથી ભીષ્મને ઘાયલ કર્યા હતા.

કુરુક્ષેત્ર ભૂમિની જ કેમ શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધ માટે પસંદગી કરી હતી?

ગુરુ દ્રોણાચાર્ય
ગુરુ દ્રોણાચાર્યને મારવા માટે પાંડવોએ છળનો સહારો લીધો હતો. શ્રીકૃષ્ણની સલાહ પર ભીસસેન જોર જોરથી બૂમો પાડવા લાગ્યા કે, અશ્વત્થામા માર્યો ગયો. દ્રોણાચાર્યના પુત્રનું નામ પણ અશ્વત્થામા હતું. પરંતુ જે માર્યો ગયો હતો તે હાથી હતો. અશ્વત્થામાના મોતના સમાચાર સાંભળતા જ દ્રોણાચાર્ય શસ્ત્ર ત્યાગીને જમીન પર બેસ્યા ત્યારે અર્જુને શસ્ત્ર વગરના દ્રોણાચાર્યને માર્યા હતા.

અંગરાજ કર્ણ
કર્ણ એવા શક્તિશાળી યોદ્ધા હતા જે માત્ર છળથી જ માર્યા જઈ શક્તા હતા. તેથી જ્યારે તેમના રથનું પૈડુ જમીનમાં ધસી ગયુ ત્યારે શ્રીકૃષ્ણએ શસ્ત્ર વગરના કર્ણને અર્જુનને મારવાની સલાહ આપી હતી. જેથી કર્ણ મોતને ભેટ્યા હતા.

આ શ્રાપને કારણે રાધા-કૃષ્ણના લગ્ન ન થયા, અને તેઓ ક્યારેય એક ન થયા

દુર્યોધન
મહાભારત યુદ્ધના અંતિમ યોદ્ધા દુર્યોધનનું વધ પણ કપટથી કરાયુ હતું. યુદ્ધના અંતિમ દિવસે દુર્યોધન અને ભીમ વચ્ચે ગદા યુદ્ધ થયુ હતું. ગદા ઉપરથી મારવાનો યુદ્ધનો નિયમ હતો. પરંતુ શ્રીકૃષ્ણના કહેવા પર ભીમે દુર્યોધનના કમરની નીચે ગદા ચલાવી હતી, અને આમ દુર્યોધન માર્યા ગયા હતા.

જયદ્રથ
જયદ્રથને મારવા માટે કૃષ્ણે યુદ્ધમાં અંધારુ કરાવ્યુ હતું, જેથી જયદ્રથ કંઈ જોઈ શક્યા ન હતા. બાદમાં અર્જુનને તેની સામે લાવીને કૃષ્ણે અજવાળુ કર્યું, જેથી અર્જુન તેને મારી શકે. 

મહાભારત યુદ્ધના 18 દિવસ દરમિયાન શ્રીકૃષ્ણ કેમ રોજ ખાતા હતા મગફળી?

શ્રીકૃષ્ણ ઉપરાંત બીજું કોણ જાણતું હતું મહાભારત યુદ્ધનું પરિણામ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More