Home> Spiritual
Advertisement
Prev
Next

Mysterious Place: આ જગ્યાએ જમીનમાં દટાયેલો છે ભગવાન પરશુરામનો ફરસો, રહસ્યમયી છે આ મંદિર

Mysterious Place Of India: ભગવાન પરશુરામનો વિશાળ ફરસો આજે પણ ધરતી પર સ્થાપિત છે. એવો દાવો કરવામાં આવે છે કે ઝારખંડની રાજધાની રાંચી થી 150 કિલોમીટર દૂર ગુમલા જિલ્લામાં એક નાનકડી ટેકરી પર ટાંગીનાથી મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન પરશુરામનો ફરસો સ્થાપિત છે. 

Mysterious Place: આ જગ્યાએ જમીનમાં દટાયેલો છે ભગવાન પરશુરામનો ફરસો, રહસ્યમયી છે આ મંદિર

Mysterious Place Of India: આમ તો રામાયણના દરેક પ્રસંગ લોકોના દિલમાં વસે છે. પરંતુ સૌથી વધારે સીતા સ્વયંવરનો પ્રસંગ લોકોને યાદ રહે છે. જ્યારે શ્રીરામ શિવજીનું ધનુષ ભંગ કરે છે તો ભગવાન પરશુરામ આવે છે. આ પ્રસંગ ઉપરાંત પણ તમે ભગવાન પરશુરામ અને તેની ફરસી વિશે સાંભળ્યું હશે.. ભગવાન પરશુરામે તેના ફરસાથી પૃથ્વીને નક્ષત્રિ કરી હતી. ભગવાન પરશુરામનો આ ફરસો આજે પણ ધરતી પર સ્થાપિત છે. એવો દાવો કરવામાં આવે છે કે ઝારખંડની રાજધાની રાંચી થી 150 કિલોમીટર દૂર ગુમલા જિલ્લામાં એક નાનકડી ટેકરી પર ટાંગીનાથી મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન પરશુરામનો ફરસો સ્થાપિત છે. આ ફરસો એટલો વિશાળ છે કે તેને કોઈ હલાવી પણ ન શકે. 

આ પણ વાંચો: આ મંદિરમાં સૌથી પહેલી પૂજા કરે છે અશ્વત્થામા, જાણો મંદિર સાથે જોડાયેલા રહસ્યો વિશે

આ ફરસા વિશે એવી પણ માન્યતા છે કે જે પણ વ્યક્તિ તેની સાથે છેડછાડ કરે છે તેને ગંભીર પરિણામ ભોગવવા પડે છે. લોકોનું કહેવું છે કે વર્ષો પહેલા કેટલાક લોકોએ આ ફરસાને જમીનમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. ફરસાને તો કંઈ ન થયું પરંતુ જે લોકોએ આવી હિંમત કરી હતી તેમના એક પછી એક મૃત્યુ થવા લાગ્યા. 

જમીનમાં રાખેલા ફરસાની રોચક કથા

આ પણ વાંચો: એલચીને પીળા કપડામાં બાંધી કરી લો આ ઉપાય, રૂપિયા ગણતા ગણતા થાકશો એટલી થશે આવક

આ જગ્યા પર પરશુરામનો ફરસો હોવાની પાછળ પણ એક રસપ્રદ કથા છે. જનકપુરીમાં જ્યારે માતા સીતાનો સ્વયંવર થયો હતો ત્યારે ભગવાન શ્રી રામ એ શિવજીનું ધનુષ તોડ્યું અને તેના અવાજથી પરશુરામ ક્રોધિત થઈ જનકપુરી પહોંચી ગયા હતા. જ્યારે તેમને ખબર પડી કે શ્રીરામ ભગવાન વિષ્ણુને જ અવતાર છે તો તે પોતાના ક્રોધ પર લજ્જિત થયા અને પ્રાયશ્ચિત કરવા માટે તેમણે પોતાનો ફરસો આ જગ્યા ફેક્યો અને તેના કારણે તે જમીનમાં જતો રહ્યો. ત્યાર પછી તેઓ જંગલમાં તપ કરવા જતા રહ્યા. ભગવાન પરશુરામના ફરસાની ઉપરાંત આ જગ્યા પર ભગવાન પરશુરામના પદચિન્હ પણ આવેલા છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More