Home> Spiritual
Advertisement
Prev
Next

Ketu Gochar 2023: કેતુની વક્રી ચાલ ફળશે આ 3 રાશિના લોકોને, મળશે ધન, યશ, પદ અને સફળતા

Ketu Gochar 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેતુ પાપી ગ્રહ છે. તે હંમેશા વક્રી ચાલે છે. જ્યારે પણ તે રાશિ પરિવર્તન કરે છે તો તે એક રાશિ પાછળ ગતિ કરે છે. હાલ કેતુ તુલા રાશિમાં છે. કેતુ સારા અને ખરાબ બંને પ્રકારના કામનું પ્રતિનિધિત્વ કરે છે. કેતુ કયા ભાવમાં સ્થિત છે તે અનુસાર તે ફળ આપે છે.
 

Ketu Gochar 2023: કેતુની વક્રી ચાલ ફળશે આ 3 રાશિના લોકોને, મળશે ધન, યશ, પદ અને સફળતા

Ketu Gochar 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેતુ પાપી ગ્રહ છે. તે હંમેશા વક્રી ચાલે છે. જ્યારે પણ તે રાશિ પરિવર્તન કરે છે તો તે એક રાશિ પાછળ ગતિ કરે છે. હાલ કેતુ તુલા રાશિમાં છે અને ઓક્ટોબર મહિનામાં કેતુ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. કેતુ સારા અને ખરાબ બંને પ્રકારના કામનું પ્રતિનિધિત્વ કરે છે. કેતુ કયા ભાવમાં સ્થિત છે તે અનુસાર તે ફળ આપે છે. તેવામાં કન્યા રાશિમાં કેતુનો પ્રવેશ ત્રણ રાશિના લોકોને વેપાર નોકરી માં પ્રગતિ કરાવશે અને ધન લાભ આપશે.

આ પણ વાંચો:

Black Thread: સમજ્યા વિના પગમાં બાંધશો કાળો દોરો તો પડશો મુસીબતમાં, જાણો સાચો નિયમ

શુક્રવારે જે કરે આ કામ તેના ઘર પર હંમેશા રહે છે માં લક્ષ્મીના આશીર્વાદ

Pradosh Vrat: 1 જુલાઈએ શનિ પ્રદોષ વ્રત, આ ઉપાય કરવાથી શનિ સંબંધિત સમસ્યા થશે દુર

વૃષભ રાશિ
 
કન્યા રાશિમાં કેતુના પ્રવેશના કારણે વૃષભ રાશિના જાતકોને લાભ મળશે. કેતુ આ રાશિના પાંચમા ભાવમાં હશે તેથી આ સમયગાળા દરમિયાન અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે. આ સિવાય સ્વાસ્થ્ય સુખ પણ સારું રહેશે અને માનસિક તણાવ પણ દૂર થશે. લવ લાઈફ માટે ઉતાર-ચઢાવ ભરેલો સમય રહેશે. આર્થિક બાજુ મજબૂત રહેશે.

સિંહ રાશિ 

સિંહ રાશિ માટે પણ કેતુનું ગોચર ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. જો પૈસા ક્યાંક અટવાયેલા હોય તો તેને પરત મળી શકે છે. આ સમયગાળા દરમિયાન બધી ઇચ્છાઓ પૂર્ણ થશે અને સંબંધોમાં સુધારો થશે. સમાજમાં તમારું સન્માન વધશે. વાણીથી લોકોને પ્રભાવિત કરશો. ધન પ્રાપ્તિના પ્રયાસો સફળ થશે.

ધન રાશિ

ધન રાશિના લોકો માટે કન્યા રાશિમાં કેતુનું ગોચર ફળદાયી સાબિત થશે. આ રાશિના લોકોને વ્યવસાય અને નોકરીમાં સફળતા મળવાની સંભાવના છે. તમે તમારી કારકિર્દીમાં પણ નવી ઊંચાઈઓને સ્પર્શી શકો છો. નોકરીયાત લોકોને સારી તકો મળી શકે છે. પિતા તરફથી સહયોગ મળશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More