Home> Spiritual
Advertisement
Prev
Next

આ 3 રાશિની પત્ની મળે તો જીવન થઇ જશે ધન્ય ધન્ય, પતિ માટે ભાગ્યશાળી હોય છે આ યુવતિઓ

Jyotish Shastra: જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક રાશિના લોકોનો સ્વભાવ, વ્યક્તિત્વ અને પસંદ-નાપસંદ હોય છે. આજે આપણે એવી યુવતીઓ વિશે જાણીશું જે લગ્ન બાદ પતિ માટે લકી સાબિત થાય છે. એટલું જ નહીં દરેક સંજોગોમાં પતિને પૂરેપૂરો સાથ આપે છે. 

આ 3 રાશિની પત્ની મળે તો જીવન થઇ જશે ધન્ય ધન્ય, પતિ માટે ભાગ્યશાળી હોય છે આ યુવતિઓ

Zodiac Sign, Astrology: કુંડળીના આધારે કોઈ પણ વ્યક્તિનું ભવિષ્ય તો જાણી શકાય છે આ સાથે કોઈના સ્વભાવ વિશે પણ સરળતાથી જાણી શકાય છે. રાશિના આધાર પર વ્યક્તિના વ્યક્તિત્વની પણ જાણકારી મેળવી શકાય છે. તમામ 12 રાશિઓમાં કેટલીક રાશિઓ એવી છે જેમના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે. તો કેટલાકના સ્વામી શુક્ર છે. બંને ગ્રહોને વિવાહના કારક ગ્રહ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગુરુ ગ્રહ છોકરાઓના લગ્નનો કારક ગ્રહ છે જ્યારે શુક્ર છોકરીઓના લગ્નનો કારક ગ્રહ છે. 

આ રાશિની મહિલાઓ માટે 2024 સૌથી વધુ લકી, કારકિર્દીમાં સાબિત થઈ શકે છે માઈલસ્ટોન
Smartphone નો ઉપયોગ કરો છો તો પતાવી આ કામ, 1 જાન્યૂઆરીથી લાગૂ થશે આ 3 નિયમ

કુંડળીમાં બંનેમાંથી જેમનો જે ગ્રહ મજબુત હોય તેમનું દાંપત્ય જીવન સુખમય રહે છે. આજે અમે તમને જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવી 3 રાશિની છોકરીઓ વિશે જણાવીશું જે લગ્ન બાદ પતિ માટે ભાગ્યશાળી સાબિત થાય છે. પતિના ખરાબ સમયમાં પણ પતિનો સાથ છોડતી નથી. આ જ કારણે તેમનું વૈવાહિક જીવન સુખમય રહે છે. આ 3 રાશિ વિશે ખાસ જાણો. 

Financial Deadline: 31 December પહેલાં કરી લો આ 4 જરૂરી નાણાકીય કામ, પછી નહી મળે તક
હવે આધાર બનાવવા માટે જોઇશે અધિકારીઓની મંજૂરી, પાસપોર્ટની જેમ કરાવવું પડશે વેરિફિકેશન

પતિ માટે ભાગ્યશાળી હોય છે આ યુવતીઓ

વૃષભ  રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃષભ રાશિની યુવતીઓ લગ્ન બાદ પતિનું ભાગ્ય ચમકાવી દે છે. આ રાશિનો સ્વામી શુક્ર છે અને આરાધ્ય માતા દુર્ગા. આ રાશિની યુવતીઓ ખુબ સુંદર હોય છે. માતા દુર્ગાની કૃપા થી ખુબ બુદ્ધિમાન પણ હોય છે. આ ઉપરાંત એવું કહે છે કે આ યુવતીઓ કળાપ્રેમી હોય છે. તેઓ પતિ માટે ખુબ ભાગ્યશાળી હોય છે. વૈવાહિક જીવન સુખમય રહે છે. જીવનમાં ઊંચો મુકામ મેળવે છે. 

Parle G ના પેકેટ પર ક્યૂટ બાળકીની જગ્યાએ આ છોકરો કોણ? જાણો શું છે સમગ્ર મામલો?
Trigrahi Yog: ધન રાશિમાં રચાયો ત્રિગ્રહી યોગ, આ લોકોને પ્રમોશન મળશે અને વધશે પગાર

કર્ક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ કર્ક રાશિનો સ્વામી ચંદ્રમા છે અને આરાધ્ય શિવજી છે. અત્રે જણાવવાનું કે આ રાશિની યુવતીઓ સ્વભાવથી શાંત હોય છે અને ભાવુક હોય છે. આ યુવતીઓ દરેક સંજોગોમાં પતિનો સાથ આપે છે અને ખભેથી ખભો મિલાવીને ચાલે છે. તેમનું વૈવાહિક જીવન સુખમય હોય છે. આ યુવતીઓ ખરાબમાં ખરાબ સમયમાં પણ પતિનો સાથ છોડતી નથી. જ્યોતિષમાં કર્ક રાશિની યુવતીઓને તેમના પતિ કોહીનૂર હીરો કહે છે. આ યુવતીઓ નાની નાની વાતોનું વિશેષ ધ્યાન રાખે છે. 

₹300 અને ત્રણ ખુરશીવાળી ઓફિસથી ઉભું કર્યું અબજોનું એમ્પાયર, જાણો 10 પાસ વ્યક્તિની સફળતાની કહાની
Skin Care Tips: મળી ગયું કોરિયન બ્યૂટી ગર્લની સુંદરતાનું સિક્રેટ, તમે પણ મેળવો ગ્લોઇંગ સ્કિન

મીન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મીન રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે અને આરાધ્ય શ્રી હરિવિષ્ણુજી છે. આ રાશિની યુવતીઓની રુચિ ધર્મ કર્મમાં વધુ હોય છે. આ યુવતીઓ પતિને ખુબ જ પ્રેમ અને સાચો પ્રેમ કરે છે. તેમનું વૈવાહિક જીવન સુખમય રહે છે. સાસરિયા પક્ષ સાથે પણ તેમનો સંબંધ મધુર હોય છે. આ યુવતીઓ પતિ માટે ખુબ જ સૌભાગ્યશાળી હોય છે. 

ચહેરાનો ગ્લો વધારવા માટે દરરોજ કરો આ 5 યોગાસન, નિખાર અને ચમક પરત આવશે
IPL 2024 માં રમવાની તક ગુમાવી શકે છે આ 5 દિગ્ગજ ક્રિકેટર્સ, લિસ્ટમાં મોટા મોટા નામ સામેલ

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More