Home> Spiritual
Advertisement
Prev
Next

Budh Gochar 2024: 5 ઓગસ્ટથી વક્રી બુધ ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, અચાનક થશે આર્થિક લાભ, કાર્યોમાં મળશે સફળતા

Budh Gochar 2024: બુધ હાલ માર્ગી અવસ્થામાં છે પરંતુ 5 ઓગસ્ટ 2024 ના રોજ બુધ વક્રી થશે. બુધના વક્રી થવાથી ત્રણ રાશિના લોકોના જીવનની કાયાપલટ થઈ જશે. આ ત્રણ રાશીના લોકો માટે ઓગસ્ટ મહિનો ભાગ્યશાળી સાબિત થશે. 

Budh Gochar 2024: 5 ઓગસ્ટથી વક્રી બુધ ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, અચાનક થશે આર્થિક લાભ, કાર્યોમાં મળશે સફળતા

Budh Gochar 2024: સૌરમંડળના નવગ્રહમાંથી બુધ સૌથી નાના છે. તેથી તેમને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવે છે. બુધ ગ્રહ જીવનમાં બુદ્ધિમત્તા, જ્ઞાનનું પ્રતિક છે. જો કોઈ વ્યક્તિનો બુધ નકારાત્મક સ્થિતિમાં હોય તો વ્યક્તિને કાન, ફેફસા અને ત્વચા સંબંધિત સમસ્યા રહે છે. જો કુંડળીમાં બુધ સારી સ્થિતિમાં હોય તો તે વ્યક્તિનું ભાગ્ય ચમકાવી દે છે.

આ પણ વાંચો: 29 જુલાઈ થી 4 ઓગસ્ટ સુધીના દિવસો કઈ કઈ રાશિ માટે છે શુભ જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ

બુધ હાલ માર્ગી અવસ્થામાં છે પરંતુ 5 ઓગસ્ટ 2024 ના રોજ બુધ વક્રી થશે. બુધના વક્રી થવાથી ત્રણ રાશિના લોકોના જીવનની કાયાપલટ થઈ જશે. આ ત્રણ રાશીના લોકો માટે ઓગસ્ટ મહિનો ભાગ્યશાળી સાબિત થશે. તો ચાલો તમને પણ જણાવીએ કઈ ત્રણ રાશિને બુધ વક્રી થઈને લાભ કરાવશે. 

બુધ ગોચરનો રાશિઓ પર પ્રભાવ 

આ પણ વાંચો: Shani Dev: 4 રાશિઓ છે શનિ દેવને અતિ પ્રિય, આ રાશિઓ પર હંમેશા મહેરબાન રહે છે શનિદેવ

મિથુન રાશિ 

બુધ ગ્રહના વક્રી થવાથી આ રાશિના લોકોની આવક વધશે. આવકના નવા સ્ત્રોત સામે આવશે અને બચત કરવામાં પણ સફળતા મળશે. સ્વાસ્થ્ય સમસ્યા હતી તો તે 5 ઓગસ્ટ પછી દૂર થવા લાગશે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા તેમને મનપસંદ કંપનીમાંથી ઓફર લેટર મળી શકે છે. પરિવાર સાથે બહાર જવાનું આયોજન થઈ શકે છે. 

આ પણ વાંચો: આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે સૂર્ય, મેષ સહિત 3 રાશિનો ગોલ્ડન પિરિયડ થશે શરુ

તુલા રાશિ 

બુધ ગ્રહના વક્રી થવાથી નવી નોકરી મળી શકે છે અથવા તો નોકરીમાં પ્રમોશન મળી શકે છે. કાર્ય સ્થળ પર કામના વખાણ થશે અને નવી જવાબદારી પણ મળી શકે છે. આર્થિક બાબતોમાં સ્થિતિ સારી રહેશે. પહેલાની સરખામણીમાં વધારે બચત થશે. બુધના પ્રભાવથી બિઝનેસનો વિસ્તાર કરવામાં સફળતા મળશે. 

આ પણ વાંચો: સપ્તાહના આ દિવસે દૂધ ઉભરાય કે ઢોળાય તે સૌથી ખરાબ, જાણો આ અપશુકન ટાળવા શું કરવું ?

કુંભ રાશિ 

કુંભ રાશિના લોકોને પણ વક્રી બુધ લાભ કરાવશે. બિઝનેસમાં સારી કમાણી થશે અને નોકરીમાં પણ લાભ થશે. જોકે કાર્ય સ્થળ પર કામનું ભારણ વધારે રહેશે. મિત્રો સાથે લોંગ ટ્રીપ પર જવાનો પ્લાન થઈ શકે છે. લાઈફ પાર્ટનર સાથે અનબન પછી શાંત અને પ્રેમભર્યો સમય પસાર થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More