Home> Spiritual
Advertisement
Prev
Next

Holashtak 2024: ક્યારથી શરૂ થશે હોળાષ્ટક 2024 ? જાણો આ સમય દરમિયાન શું કરવું અને શું નહીં

Holashtak 2024: હિન્દુ ધર્મમાં હોળાષ્ટકના આઠ દિવસને અશુભ માનવામાં આવે છે. હોળાષ્ટક શરૂ થાય ત્યારથી હોલિકા દહન સુધીમાં લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ, નામકરણ સહિતના શુભ કાર્યો કરી શકાતા નથી. 

Holashtak 2024: ક્યારથી શરૂ થશે હોળાષ્ટક 2024 ? જાણો આ સમય દરમિયાન શું કરવું અને શું નહીં

Holashtak 2024: હોલિકા દહનના આઠ દિવસ પહેલાથી હોળાષ્ટક શરૂ થાય છે. હિન્દુ ધર્મમાં હોળાષ્ટકના આઠ દિવસને અશુભ માનવામાં આવે છે. હોળાષ્ટક શરૂ થાય ત્યારથી હોલિકા દહન સુધીમાં લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ, નામકરણ સહિતના શુભ કાર્યો કરી શકાતા નથી. 

આ પણ વાંચો: આ દિવસે ભૂલથી પણ પીપળાની પૂજા કરી તો પાછળ પડી જશે અલક્ષ્મી, આવી જશો રસ્તા પર

હોળાષ્ટક 2024

પંચાંગ અનુસાર આ વર્ષે હોળાષ્ટક 17 માર્ચે રાત્રે 9.39 કલાકથી શરુ થશે. હિન્દુ ધર્મ અનુસાર હોળાષ્ટકના આઠ દિવસ તપસ્યા કરવાના હોય છે એટલે કે આ આઠ દિવસ સદાચાર અને આધ્યાત્મિક કાર્યો કરવા જોઈએ. આ વર્ષે 17 માર્ચ 2024થી હોળાષ્ટક શરૂ થશે અને 24 માર્ચ 2024 એટલે કે હોળીકા દહન સુધી હોળાષ્ટક રહેશે. ત્યાર પછી 25 માર્ચે ધુળેટી ઉજવાશે. 

આ પણ વાંચો: Mahashivratri 2024: આ દુર્લભ સંયોગમાં ઉજવાશે મહાશિવરાત્રી, વ્રતનું મળશે અનેકગણું ફળ

હોડાષ્ટકનું મહત્વ

ધાર્મિક માન્યતા અનુસાર હોળી પહેલાના આ દિવસો દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. શાસ્ત્રો અનુસાર હોળાષ્ટક દરમિયાન બધા જ ગ્રહ ઉગ્ર સ્વભાવમાં હોય છે. જો આ સમય દરમિયાન શુભ કાર્ય કરવામાં આવે તો તેનું પરિણામ સારું રહેતું નથી. તેથી જ હિંદુ ધર્મના સોળ સંસ્કાર આ સમય દરમિયાન કરવાની મનાઈ હોય છે. આ સાથે હોળાષ્ટકમાં કોઈ નવું કાર્ય શરૂ કરવાની પણ મનાઈ હોય છે.

આ પણ વાંચો: મંગળ-શુક્રની યુતિ 3 રાશિને કરશે માલામાલ, 7 માર્ચ સુધીમાં સંપત્તિમાં થશે બંપર વધારો

હોળાષ્ટકમાં શું કરવું ? 

હોળાષ્ટકના આ દિવસો જપ, તપ અને દાન પુણ્ય કરવા માટે હોય છે. આ સમય દરમિયાન દરેક વ્યક્તિએ પોતાની શક્તિ અનુસાર જરૂરિયાત મંદને આર્થિક મદદ, કપડાનું દાન, અનાજનું દાન કે જરૂરી વસ્તુઓનો દાન કરવું જોઈએ. આ સાથે જ આ દિવસો દરમ્યાન આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર કરવો. શાસ્ત્રો અનુસાર હોળાષ્ટક દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

આ પણ વાંચો: એક મહિનામાં બે વાર રાશિ બદલશે શુક્ર, નોકરી અને વેપારમાં 5 રાશિના લોકોને થશે બંપર લાભ

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More