Home> Spiritual
Advertisement
Prev
Next

Guruwar Tulsi Upay: દર ગુરુવારે કરવો તુલસી સંબંધિત આ ઉપાય, ઘરમાં ધનની આવક બમણી થશે

Guruwar Tulsi Upay: ઘરમાં રોજ તુલસીની પૂજા કરવાથી ઘરના લોકો નિરોગી રહે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. આ સિવાય ગુરૂવારના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરી શકાય છે. આ ઉપાય કરવાથી ઘરમાં ધનની આવક બમણી થઈ જાય છે. 

Guruwar Tulsi Upay: દર ગુરુવારે કરવો તુલસી સંબંધિત આ ઉપાય, ઘરમાં ધનની આવક બમણી થશે

Guruwar Tulsi Upay: હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવ્યો છે. કહેવાય છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. ભગવાન વિષ્ણુની પૂજા પણ તુલસીના પાન વિના અધૂરી માનવામાં આવે છે. રોજ દરેક ઘરમાં પણ સવારે અને સાંજે તુલસીની પૂજા થાય છે. સવારે તુલસીજીને ઝાડ અર્પણ કરવામાં આવે છે અને સાંજે દીવો કરવામાં આવે છે. આમ કરવાથી સકારાત્મક ઊર્જા વધે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. 

આ પણ વાંચો: નવરાત્રી દરમિયાન આ પાઠ કરવાથી પ્રસન્ન થાય છે માં દુર્ગા, જાણો પાઠ કરવાના નિયમો

તુલસીની પૂજા કરવા માટે ગુરૂવારનો દિવસ વિશેષ ગણાય છે. ગુરૂવારના દિવસે તુલસી માતાને પ્રસન્ન કરવા માટે સવારે પાઠ પૂજા કરીને તુલસીની આરતી કરવી શુભ રહે છે. ગુરુવારે આ સરળ કામ કરવાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે.

ગુરુવારે તુલસી પૂજાનું મહત્વ 

ગુરૂવારના દિવસે તુલસી પૂજા કરવાથી ઘરમાં ધનની આવક વધે છે. ઘરમાં રોજ તુલસીની પૂજા કરવાથી ઘરના લોકો નિરોગી રહે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. આ સિવાય ગુરૂવારના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરી શકાય છે. આ ઉપાય કરવાથી ઘરમાં ધનની આવક બમણી થઈ જાય છે. 

ગુરુવારે કરવાના તુલસીના ઉપાય 

આ પણ વાંચો: 13 એપ્રિલે મેષ રાશિમાં સૂર્ય પ્રવેશ કરશે, 13 મે સુધી આ 3 રાશિને ચારે તરફથી થશે લાભ

- જો તમારું ધન અટકેલું છે અને તમને પરત મળતું નથી તો ગુરૂવારના દિવસે સ્નાન કરવાના પાણીમાં તુલસીના 10 પાન ઉમેરી દેવા. સાથે જ ચપટી હળદર પણ ઉમેરી આ પાણીથી સ્નાન કરવું. આમ કરવાથી આર્થિક લાભ મળવાની શરૂઆત થશે. 

- ગુરૂવારના દિવસે તુલસીજીમાં જળ અચૂક અર્પણ કરવું. તુલસીના જળ અર્પણ કરો તે પહેલા સૂર્યદેવને જળ અર્પણ કરવું. જળ અર્પણ કર્યા પછી તુલસીની 3 પરિક્રમા કરવી. 

આ પણ વાંચો: Chaitra Navratri 2024: એક ઝાટકે અમીર બનાવશે નવરાત્રીમાં કરેલા આ ઉપાય, અજમાવો એકવાર

- તુલસીના જે પાન સુકાઈ જાય તેને ફેંકવાને બદલે એક લાલ કપડામાં બાંધીને પર્સમાં રાખવા જોઈએ. પર્સમાં રાખવાથી ધનની ખામી થતી નથી. જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને ઘરમાં રાખવો નહીં તેને કાઢીને નદીમાં પ્રવાહિત કરી દેવો. 

જો તમને કામમાં વારંવાર નિષ્ફળતા મળતી હોય અથવા તો આર્થિક નુકસાન થતું હોય તો ગુરૂવારના દિવસે તુલસીના છોડમાં રક્ષા સૂત્ર બાંધવું. આ રક્ષા સુત્રની 7 ગાંઠ વાળવી. જ્યારે તમારા કાર્ય પૂર્ણ થવા લાગે તો બધી જ ગાંઠ ખોલી દેવી.

આ પણ વાંચો: મીન રાશિમાં બનશે ચતુર્ગ્રહી યોગ, 4 ગ્રહ મળીને 4 રાશિને કરાવશે બંપર ફાયદો

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More