Home> Spiritual
Advertisement
Prev
Next

Guruwar Upay: ગુરુવારે કરેલા આ કામ તમને કરી શકે છે માલામાલ, એટલું મળશે ધન કે ગણતા ગણતા થાકશો

Guruwar Upay: ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે. જો ગુરુવારે આ 5 માંથી કોઈ એક કામ પણ કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદથી કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.

Guruwar Upay: ગુરુવારે કરેલા આ કામ તમને કરી શકે છે માલામાલ, એટલું મળશે ધન કે ગણતા ગણતા થાકશો

Guruwar Upay: સનાતન ધર્મમાં સપ્તાહના સાથે દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત માનવામાં આવ્યા છે. ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત કહેવાય છે. જો તમારા કોઈ કામ શરૂ કર્યા પછી સફળ થતા નથી અને અટકી જાય છે તો કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી હોઈ શકે. આવી સ્થિતિમાં ગુરૂવારના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી ગુરુની સ્થિતિ મજબૂત થાય છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. ગુરુવાર સંબંધીત આ ઉપાયો કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા આ પાંચ ઉપાય કરવાથી જીવનમાં સફળતા મળવામાં વાર નથી લાગતી.

ગુરૂવારના અચૂક ઉપાય

આ પણ વાંચો:

આ દિવસે સૂર્ય કરશે સ્વરાશિમાં પ્રવેશ, આ 4 રાશિઓના જીવનમાં દોઢ મહિનો થશે ધન વર્ષા

અત્યંત ચમત્કારી અને તુરંત ફળ આપનાર છે તુલસીના આ ટોટકા, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

મંગળ કરશે કન્યા રાશિમાં પ્રવેશ, જાણો કઈ કઈ રાશિના લોકોનો શરુ થશે સારો સમય

1. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ ઉપરાંત ગુરુને સમર્પિત હોય છે. આ દિવસે ગુરુને કોઈ વસ્તુ ભેટ આપી તેમના આશીર્વાદ લેવા જોઈએ. આમ કરવાથી કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થાય છે.

2. કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત કરવા માટે ગુરુવારે પીળા ફળનું દાન કરવું જોઈએ. ખાસ કરીને આ દિવસે કેળા અથવા તો પપૈયાનું દાન કરવાથી લાભ થાય છે.

3. ગુરૂવારના દિવસે સવારે જલ્દી જાગી સ્નાન કરી અને સૂર્યદેવતાને પ્રણામ કરી પોતાના દિવસની શરૂઆત કરો ત્યાર પછી ભગવાન વિષ્ણુ સામે ઘીનો દીવો પ્રજ્વલિત કરો તેમાં થોડું કેસર પણ ઉમેરવું.

4. ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુને ભોગ ચઢાવવા માટે ખીર બનાવો અને તેમાં કેસર ઉમેરી ભગવાનને ધરાવો. ત્યાર પછી આ ખીર નો પ્રસાદ પરિવાર સાથે ગ્રહણ કરો આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.

5. પરિવાર પર ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા રહે તે માટે ગુરુવારે વિષ્ણુ સ્ત્રોત અથવા તો વિષ્ણુ ચાલીસા નો પાઠ કરવો જોઈએ આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ પણ કરી શકાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More