Home> Spiritual
Advertisement
Prev
Next

Guru Vakri 2023: ગુરુ વક્રી થઈ બદલી દેશે આ 3 રાશિના લોકોનું ભાગ્ય, રાતોરાત અમીર બને તો નવાઈ નહીં..

Guru Vakri 2023: ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન દરેક રાશિના લોકોને અસર કરે છે. તે રીતે જ્યારે ગુરુ વક્રી થાય કે માર્ગી થાય ત્યારે પણ તેની અસર દરેક રાશિના લોકોને થાય છે. આ ક્રમમાં 4 સપ્ટેમ્બરે ગુરુ વક્રી થશે જેના કારણે મેષ, કર્ક અને ધન રાશિના લોકોને અપાર ધન અને કાર્ય સફળતા પ્રાપ્ત થશે. 

Guru Vakri 2023: ગુરુ વક્રી થઈ બદલી દેશે આ 3 રાશિના લોકોનું ભાગ્ય, રાતોરાત અમીર બને તો નવાઈ નહીં..

Guru Vakri 2023: જ્યોતિષમાં ગુરુ ગ્રહને દેવગુરુ કહેવામાં આવે છે. ગુરૂ એ સૌભાગ્ય આપનાર ગ્રહ છે. ગુરુના આશીર્વાદથી જ્ઞાન, સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ગુરુ સમૃદ્ધિ, સુખ, સૌભાગ્યનો કારક ગ્રહ છે. તેથી જે લોકોની કુંડળીમાં ગુરુ બળવાન હોય છે તેમને જીવનના દરેક સુખ પ્રાપ્ત થાય છે. 

ગુરુ ગ્રહ એક વર્ષે રાશિ બદલે છે. આ વર્ષે એપ્રિલ માસમાં ગુરુએ રાશિ પરિવર્તન કર્યું હતું. ગુરુએ ગોચર કરીને મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે 4 સપ્ટેમ્બર 2023ના રોજ ગુરુ વક્રી થવા જઈ રહ્યા છે. ગુરુના વક્રી થવાથી કેટલીક રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફાર થશે.  

વક્રી ગુરુ આ રાશિના લોકોને કરાવશે લાભ

આ પણ વાંચો:

Shukra Ast : 7 ઓગસ્ટે શુક્રની દુર્લભ ઘટનાથી 4 રાશિના લોકોના માટે શરુ થશે મુશ્કેલ સમય

Vastu Tips: ઘરમાં પોતા કરતી વખતે કરેલી આ ભુલ લાવે છે ગરીબી, તમે તો નથી કરતાંને ?

Ravivar Upay: સૂર્યને જળ અર્પણ કરતી વખતે આ મંત્ર બોલવાથી કારર્કિદીમાં મળશે સફળતા

મેષ રાશિ 

મેષ રાશિના જાતકો માટે વક્રી ગુરુ ખૂબ જ શુભ ફળ આપનાર સાબિત થશે. હાલ ગુરુ મેષ રાશિમાં જ છે અને મેષ રાશિમાં ગુરુ વક્રી થશે તેથી આ સમય ભાગ્યને મજબૂત કરનાર હશે. આ સમય દરમિયા ધાર્મિક કાર્યમાં તમારી રૂચી વધશે. તમે ધન બચાવી શકશો. તમારું વ્યક્તિત્વ વધુ સારું રહેશે. ધન પ્રાપ્તિની તકો વધશે. કરિયરમાં વૃદ્ધિ થશે.

કર્ક રાશિ 

ગુરુની વક્રી ગતિ કર્ક રાશિના જાતકોને ઘણો લાભ કરાવશે. ખાસ કરીને કરિયર માટે વક્રી ગુરુ ઘણો લાભકારી સાબિત થશે. બેરોજગાર લોકોને રોજગાર મળશે. આર્થિક સમસ્યાઓનો અંત આવશે. જીવનમાં સુખ અને શાંતિ વધશે. વેપારી લોકો માટે પણ આ સમય સારો રહેશે. મોટી ડીલ થશે જેનો ભવિષ્યમાં મોટો ફાયદો થશે. ભાગ્યના સહયોગથી કોર્ટ કચેરીના મામલા તમારા પક્ષમાં ઉકેલાશે.

ધન રાશિ

વક્રી ગુરુ ધન રાશિના લોકોને કોઈ સારા સમાચાર આપી શકે છે. નવવિવાહિત લોકોને સંતાન સુખ મળી શકે છે. સંતાનની પ્રગતિ થઈ શકે છે. સ્થાવર મિલકતનો લાભ મળી શકે છે. જીવનમાં સુખની સાથે-સાથે સુવિધાઓ પણ વધશે. લવ લાઈફ સારી રહેશે. આવકમાં વધારો થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More