Home> Spiritual
Advertisement
Prev
Next

Gupta Navratri: ગુપ્ત નવરાત્રિમાં આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જબરદસ્ત ધનલાભ થશે, દરેક કાર્યમાં સફળતા મળશે

Gupta Navratri: જ્યોતિષ અનુસાર કુલ 12 રાશિઓ બતાવવામાં આવી છે. રાશિફળના માધ્યમથી વિવિધ કાલ ખંડ વિશે ભવિષ્યવાણી કરવામાં આવે છે. તો રોજનું રાશિફળ ઘટનાઓને લઈને ભવિષ્યકથન કરે છે.  22 જાન્યુઆરીથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં મા દુર્ગાના 9 અવતારોનું વિશેષ પૂજા-અર્ચન કરવામાં આવે છે. આ ગુપ્ત નવરાત્રિમાં આ રાશિઓનું નસીબ ચમકવાનું છે.

Gupta Navratri: ગુપ્ત નવરાત્રિમાં આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જબરદસ્ત ધનલાભ થશે, દરેક કાર્યમાં સફળતા મળશે

Gupta Navratri: જ્યોતિષ અનુસાર કુલ 12 રાશિઓ બતાવવામાં આવી છે. રાશિફળના માધ્યમથી વિવિધ કાલ ખંડ વિશે ભવિષ્યવાણી કરવામાં આવે છે. તો રોજનું રાશિફળ ઘટનાઓને લઈને ભવિષ્યકથન કરે છે.  22 જાન્યુઆરીથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં મા દુર્ગાના 9 અવતારોનું વિશેષ પૂજા-અર્ચન કરવામાં આવે છે. આ ગુપ્ત નવરાત્રિમાં આ રાશિઓનું નસીબ ચમકવાનું છે. દરેક કાર્યમાં સફળતાની સાથે ધનની પ્રાપ્તિ થવાની સંભાવના છે. 

મેષ રાશિ:
વાણી પર નિયંત્રણ રાખો. સ્વાસ્થ્ય નબળું રહેશે. વિવેકથી કામ કરો. શેર માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડથી લાભ થશે. સ્થાયી સંપત્તિનું કાર્ય મોટો લાભ આપી શકે છે. રોજગાર  પ્રાપ્તિનો પ્રયાસ સફળ રહેશે. યાત્રા મનોરંજક રહેશે. સમયની અનુકૂળતાનો લાભ લો. મિત્રોની સાથે સારો સમય પસાર થશે.

કન્યા રાશિ:
ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થશે. યાત્રા મનોરંજન રહેશે. નવા કપડાંની ખરીદી પર ખર્ચ થાય. વેપારમાં સફળતા મળે. કોઈ મોટું કામ થવાથી પ્રસન્નતા રહે. બીજાના કામમાં દખલ ન કરશો. મિત્રોની સાથે સારો સમય પસાર થાય. ભેટ-સોગાદ મળે. કોઈપણ કામમાં ઉતાવળ ન કરશો.

વૃશ્વિક રાશિ:
દૂરથી સારા સમાચાર મળે. જીવનસાથીનો સહયોગ મળે. ડૂબી ગયેલા નાણઆં પાછા મળવાનો યોગ છે. પ્રયાસ કરો. યાત્રા શાનદાર રહે. સામાજિક કાર્ય કરવાની ઈચ્છા જાગૃત થાય. વેપાર સારો ચાલે. પરિવારની સાથે ગોલ્ડન પીરિયડ વ્યતીત થાય. પ્રસન્નતા રહે.

બુધ ગોચરથી બનશે ભદ્ર રાજયોગ, આ જાતકોનું સૂતેલું ભાગ્ય જાગશે, ચારેકોરથી સફળતા મળશે

જલદીથી ધનવાન બનવાના સંકેત આપે છે આ 5 સપના, બનશો કરોડોની સંપત્તિના માલિક

ભગવાન શિવનો આ સ્ત્રોત છે એકદમ શક્તિશાળી તેના જાપથી થાય છે ધનના ઢગલા

મકર રાશિ:
વાણીમાં હળવા શબ્દોનો પ્રયોગ કરો. કાયદાકીય અડચણ દૂર થાય. લાભ થવાના યોગ છે. મનોરંજનના સાધનો પ્રાપ્ત થાય. તીર્થ દર્શનનો યોગ બને છે. ઘર અને બહાર પ્રસન્નતા રહે. પરિવારની સાથે રહેવાની તક મળે. લાભ થશે.

મીન રાશિ:
બુદ્ધિનો ઉપયોગ કોઈપણ સમસ્યાનું નિવારણ કરી શકે છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિનું માર્ગદર્શન અને સહયોગ મળતો રહે. લાભના અનેક અવસર છે. મિત્રોનો સહયોગ અને સાથ મળે. ભાઈઓ સાથે મતભેદ દૂર થા઼ય. વેપાર સારો ચાલે. સમય સુખમય પસાર થાય. 

(Disclaimer: અહીંયા આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More