Home> Spiritual
Advertisement
Prev
Next

Uttarayan 2023: કેમ ઉત્તરાયણ પર ચગાવાય છે પતંગ? જાણો ઉત્તરાયણનો અર્થ અને તેનું મહત્ત્વ

Uttarayan 2023: માન્યતા છે કે સૂર્યના ઉત્તરાયણ થવાથી મનુષ્યની કાર્યક્ષમતામાં વધારો થાય છે. મકર સંક્રાંતિ પર્વ ઉપર તલ અને ગોળથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઇએ. ધર્મ ગ્રંથો પ્રમાણે આ દિવસે તલનું દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર તો થાય છે, સાથે જ તલ દાનથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે. જેનાથી સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે.

Uttarayan 2023: કેમ ઉત્તરાયણ પર ચગાવાય છે પતંગ? જાણો ઉત્તરાયણનો અર્થ અને તેનું મહત્ત્વ

Makar Sankranti 2023: ઉત્તરાયણના દિવસે આપણે પતંગ ચગાવવાની અને ઉંધિયું જલેબી જમવાની મજા તો માણીએ જ છીએ પણ આ દિવસનું ધાર્મિક મહત્વ પણ એટલું જ છે. જે દિવસે સુર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તે દિવસને સંક્રાંતિ કહેવાય છે. પણ જે દિવસે સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ જ ઉજવવામાં છે. આ દિવસે કમૂર્તા સમાપ્ત થઈ જતા હોય છે. મકરસંક્રાંતિના દિવસે ખીચડાનું પણ ઘણું છે. મંદિરોમાં ખીચડાનો પ્રસાદ હોય છે. સાથે સાથે અમુક ધાર્મિક કાર્યોનું પણ મહત્વ છે.

ઉત્તરાયણનો અર્થ શું છે?:
ઉત્તરાયણ શબ્દની ઉત્પતિ સમજવા જેવી છે. આ શબ્દને સંસ્કૃત અર્થ એટલે 'ઉત્તરાયન' ઉત્તર+ અયન ઉત્તરાયન અર્થાત ઉત્તર તરફનું પ્રમાણ. આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે. માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રમાણ.

ઉત્તરાયણમાં કેમ ચગાવાય છે પતંગ?:
આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે. ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે. પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે 3000 વર્ષ પહેલાં થઈ હતી.પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ લાકડી માટે વાંસનો ઉપયોગ થયો હતો.ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગનાં ચિત્રો જોવા મળ્યાં છે. તે વખતે વનસ્પતિના મોટાં-મોટાં પાંદડાંઓમાંથી પતંગ બનાવવામા આવતો હતો.પતંગની શોધ કટોકટી, યુદ્ધ કે સંશોધન કરાઈ હતી પરંતું હાલના સમયમાં પતંગ ઉજણી કરવાનું સાધન બન્યું છે.

ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ:
ઉત્તરાયણનો દિવસ જુનું ત્વજીને નવું અપનાવાનો છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરીને છેડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે. ભારતનાં અન્ય પ્રાંતોને ઉત્તરાયણના દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન, વસ્ત્ર, અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે. 

તલથી બનેલી વસ્તુઓનું દાન કરી શકો છોઃ
માન્યતા છે કે સૂર્યના ઉત્તરાયણ થવાથી મનુષ્યની કાર્યક્ષમતામાં વધારો થાય છે. મકર સંક્રાંતિ પર્વ ઉપર તલ અને ગોળથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઇએ. ધર્મ ગ્રંથો પ્રમાણે આ દિવસે તલનું દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર તો થાય છે, સાથે જ તલ દાનથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે. જેનાથી સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે.

ઉત્તરાયણના દિવસે અલગ-અલગ જગ્યાએ થાય છે મેળા:
મકર સંક્રાંતિ પર ઘણા મેળાઓ યોજાય છે, ખૂબજ પ્રખ્યાત મેળો કુંભ મેળો છે જે દર બાર વર્ષે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં વારાફરતી યોજાય છે. માઘ મેળોએ મીની કુંભ મેળો છે જે દર વર્ષે પ્રયાગમાં યોજાય છે.ગંગાસાગર મેળો બંગાળના ઉપસાગરને મળે છે ત્યાં યોજાય છે.કેરળનાં સબરીમાલામાં મકર સંક્રાંતિ ઉજવાય છે, જ્યાં 'મકર વિલક્કુ' ઉત્સવ પછી 'મકર જ્યોથી' નાં દર્શન કરાય છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More