Home> Spiritual
Advertisement
Prev
Next

યુએન બનશે મોરારી બાપુનું વ્યાસપીઠ : ગુજરાતના જાણીતા કથાકાર હવે UN માં કહેશે કથા

Morari Bapu Ramkath At UN : રામકથા માટે પ્રખ્યાત ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુ હવે ન્યૂયોર્કની UNO એટલે યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશનના અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત હેડ ક્વાટર્સમાં રામકથા સંભળાવશે
 

યુએન બનશે મોરારી બાપુનું વ્યાસપીઠ : ગુજરાતના જાણીતા કથાકાર હવે UN માં કહેશે કથા

Morari Bapu : મોરારી બાપુ દેશના પ્રખ્યાત રામકથાકાર છે. તેઓ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રામકથાનું આયોજન કરે છે. મોરારી બાપુ રામકથાને એવી વિશિષ્ટ રીતે સંભળાવે છે કે હજારો-લાખો ભક્તો અહીં આવે છે. તેમની કથા કહેવાની શૈલી અનોખી હોય છે અને અન્ય કથાકારોથી અલગ છે. મોરારી બાપુ અનેકવાર વિદેશની ધરતી પર રામકથા કરી ચૂક્યા છે. ત્યારે હવે તેઓ યુએન ઓફિસમાં કથા કરવા જઈ રહ્યાં છે. UN હેડક્વાર્ટરમાં કાલથી મોરારિબાપુની રામકથા થવા જઈ રહી છે. મોરારીબાપુ UNમાં કથા કરનારા પહેલા સંત બનશે. આજદિન સુધી ભારતના કોઈ કથાકારે યુએનમાં કથા કરી નથી. ત્યારે AIથી બાપુના જ અવાજમાં અંગ્રેજીમાં કથાનું ટ્રાન્સલેશન પણ થશે. 

UNO એટલે યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશનના અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત હેડ ક્વાટર્સમાં મોરારિબાપુની કથાનું આયોજન કરાયું છે. આ મોરારી બાપુની 940 મી કથા છે. જેનો આજે 27 જુલાઈથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. 4 ઓગસ્ટ સુધી યુએનમાં આ રામકથા ચાલશે. ત્યારે યુએનમાં મોરારી બાપુની રામકથાથી અનોખો આધ્યાત્મિક માહોલ સર્જાશે. 

પૂર્ણા નદીના પાણીએ નવસારીને કર્યું બરબાદ! ગળાડૂબ પાણીમાં બધુ પલળી ગયું, તબાહીની 20 ભયાનક તસવીરો

યુટ્યુબ પર લાઈવ પ્રસારણ થશે
ખાસ વાત તો એ છે કે, યુએનથી આધ્યાત્મકિ સંદેશ વહેતો થશે. આ કથાને યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકાશે. VEDIC Channel & Chitrakoot Dham Talgajarda ચેનલ પર આ રામકથા જોવા અને સાંભળવા મળશે. આ ચેનલ પર રામકથાનું લાઈવ પ્રસારણ થશે. જે ભારતીય સમય મુજબ સવારે 9.30 કલાકથી બપોરે 1.00 વાગ્યા સુધી જોઈ શકાશે. ભારત અને અમેરિકાનો સમય અલગ અલગ છે, તેથી ભારતીય સમય મુજબ આ સમયે રામકથા જોવા મળશે. 

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIના માધ્યમથી આ કથાને દુનિયાભરમાં પ્રસારિત કરવામાં આવશે. લાઈવ પ્રસારણમાં હિન્દીમાં કથા સાંભળી શકીશું તો બીજી તરફ AIની મદદથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કથા મોરારિબાપુના જ અવાજમાં પણ સાંભળી શકાશે. મોરારિબાપુ કથા તો હિન્દીમાં જ કરશે, પણ એના 40 કલાક પછી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરાયેલી કથા સાંભળવા મળશે.

પાટણના યુવકનું જર્મનીમાં મોત, તળાવમાં મળી લાશ, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

ઉલ્લેખનીય છે કે, મોરારી બાપુએ ભારત, અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દુબઈ સહિત વિવિધ દેશોમાં 900 થી વધુ રામકથાના કાર્યક્રમોમાં ભાગ લીધો છે અને કથાનું પઠન કર્યું છે. મોરારી બાપુની ખાસ વાત એ છે કે તેઓ પોતાની કમાણીનો મોટાભાગનો હિસ્સો દાનમાં આપે છે. મોરારી બાપુ કહે છે કે તેમને કોઈ કમ્ફર્ટની જરૂર નથી. તેને સાદું જીવન જીવવું ગમે છે. તે સાદા ઘરમાં રહે છે.

દુનિયાના સૌથી મનહુસ હીરા, જેના પણ હાથમાં ગયા, તેનું મોત થયું! એક તો વડોદરામાં છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More