Home> Spiritual
Advertisement
Prev
Next

ડાકોર મંદિરમાં હવે થશે VIP દર્શન, આટલા રૂપિયા ચૂકવી સીધા ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી દર્શન કરી શકાશે

Dakor Temple : ડાકોર મંદિરે હવે વ્યક્તિદીઠ 500 રૂપિયામાં VIP દર્શન કરી શકાશે,,, મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈને દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ,,, ગુરુવારથી જ VIP નિર્ણયનો કરાયો અમલ,,, પ્રથમ દિવસે 7 દર્શનાર્થીઓએ 500  અને 3 વ્યક્તિએ 250 રૂપિયા ચૂકવી VIP દર્શન કર્યા

ડાકોર મંદિરમાં હવે થશે VIP દર્શન, આટલા રૂપિયા ચૂકવી સીધા ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી દર્શન કરી શકાશે

Gujarat Tourism : મધ્ય ગુજરાતમાં આવેલ અતિપ્રસિદ્ધ ડાકોર મંદિરમાં હવે ભક્તો વીઆઈપી દર્શન કરી કરશે. હવે વ્યક્તિદીઠ 500 રૂપિયામાં ડાકોર મંદિરમાં VIP દર્શન કરી શકાશે. ગુરુવારથી જ VIP દર્શનના નિર્ણયનો અમલ કરાયો છે. જેમાં મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવાનો વ્યક્તિદીઠ 500 રૂપિયા ચાર્જ વસુલાશે. આ ઉપરાંત અન્ય પ્રકારના દર્શનના પણ ચાર્જ વસૂલવામાં આવશે. 

ટેમ્પલ કમિટીએ સર્વાનુંમતે કેટલાક નિર્ણયો લીધા છે. જેમાં હવેથી ડાકોર મંદિરમાં ભક્તોને વીઆઈપી દર્શનની સુવિધા આપવામાં આવશે. પ્રારંભિક તબક્કે વીઆઈપી દર્શન માટે કાઉન્ટર પર જ ચાર્જ ચૂકવી મંજૂરી મેળવી શકાશે. ભવિષ્યમાં આ માટે મંદિર દ્વારા ઓનલાઈન બુકિંગની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જાહેરના પ્રથમ દિવસે ગુરુવારે જ 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિ 250 રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા. 

ગુજરાતના આ મંદિરમાં દોરો બાંધવાથી મટી જાય છે પથરી, બાદમાં પથરી જમા કરાવે છે લોકો

આ પ્રકારના ચાર્જ પણ વસૂલાશે
મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. 

 

 

હાલ કાઉન્ટર પર ચાર્જ ચૂકવી VIP દર્શનની મંજૂરી મેળવી શકાય છે. ભવિષ્યમાં આ સુવિધા ઓનલાઈન પણ કરવાની તૈયારી ચાલી રહી છે. જોકે, VIP દર્શનના કલ્ચરથી ગરીબ ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. VIP દર્શનનો ચાર્જ ગરીબ અને મધ્યમવર્ગના ભક્તોને પોષાય તેમ નથી. દર મહિને પૂનમ ભરવા આવતા દર્શનાર્થીઓને હાલાકી પડી શકે છે.

Rolls-Royce એ લોન્ચ કરી દુનિયાની સૌથી મોંઘી કાર, આટલી કિંમતમાં તો રાજાનો મહેલ ખરીદી શકાય
   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More