Home> Spiritual
Advertisement
Prev
Next

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર રાશિ અનુસાર કરો અચૂક ઉપાય, ગણપતિ બાપ્પા દુર કરશે વિધ્ન

Ganesh Chaturthi 2024: આજથી ગણેશ ઉત્સવની ઉજવણી શરુ થશે. ઘરમાં અને વિવિધ પંડાલમાં ગણપતિ બાપ્પાનું સ્થાપન થશે. શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થી પર રાશિ અનુસાર ઉપાય કરવાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તો ચાલો આજે તમને જણાવીએ રાશિ અનુસાર કયા ઉપાય કરવા જોઈએ. 
 

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર રાશિ અનુસાર કરો અચૂક ઉપાય, ગણપતિ બાપ્પા દુર કરશે વિધ્ન

Ganesh Chaturthi 2024: આ વર્ષે 7 સપ્ટેમ્બર અને શનિવાર ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. આ દિવસે લોકો ગણેશ સ્થાપના કરતા હોય છે. 10 દિવસીય ગણેશ ઉત્સવને લોકો ધામધૂમથી ઉજવે છે. આ 10 દિવસ ખૂબ જ શુભ અને સમૃદ્ધિદાયક માનવામાં આવે છે. માન્યતા છે કે આ દસ દિવસ દરમિયાન ગણપતિજીના કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય છે. આ ઉપાય કરનાર પર ગણેશજીની વિશેષ કૃપા વરસે છે. ગણેશ ચતુર્થી પર રાશી અનુસાર ઉપાય કરવાની વાતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.. ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર આજે તમને પણ જણાવીએ રાશિ અનુસાર કયા ઉપાય કરવાથી લાભ થાય છે. 

આ પણ વાંચો: ગણેશ ચતુર્થી પર પહેલીવાર ઘરે પધરાવતા હોય ગણપતિ તો નોંધી લો ગણેશ સ્થાપનાની વિધિ

ગણેશ ચતુર્થીના રાશિ અનુસારના ઉપાય 

મેષ રાશિ 

ગણપતિજીની સાથે સોપારીની પણ પૂજા કરવી. સોપારીની પૂજા કર્યા પછી તેને લાલ કે પીળા કપડામાં બાંધી તિજોરી કે ધન રાખતા હોય તે સ્થાનમાં રાખી દેવી. ઘરમાં હંમેશા બરકત રહેશે. 

વૃષભ રાશિ 

ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશને ચાર નાળિયેરની એક માળા અર્પણ કરો. આમ કરવાથી કાર્યોમાં આવતી બાધા દૂર થવા લાગશે. 

આ પણ વાંચો: રાહુની શુભ દૃષ્ટિ આ 3 રાશિઓને આપશે અપાર સંપત્તિ સાથે સફળતા, 2 ડિસેમ્બર સુધી શુભ સમય

મિથુન રાશિ 

ગણેશ ચતુર્થી દરમ્યાન ગણેશ સંકટનાશક સ્ત્રોતનો પાઠ કરો. તેનાથી વિવાહ અને વૈવાહિક જીવનમાં આવતી સમસ્યા દૂર થશે. 

કર્ક રાશિ 

કર્ક રાશિના લોકોએ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીને પાંચ મેવાનો ભોગ લગાવવો. તેનાથી ગ્રહ સંબંધિત સમસ્યા દૂર થશે. 

આ પણ વાંચો: કન્યા રાશિમાં સૂર્યનો પ્રવેશ આ 3 રાશિઓ માટે અશુભ, ધનની બાબતમાં ખાસ સંભાળવું

સિંહ રાશિ 

બાળકોની સફળતા કે શિક્ષા પ્રાપ્તિમાં સમસ્યા આવતી હોય તો ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીને સિંદુર અર્પણ કરો સાથે જ ગણેશ ચાલીસાનો પાઠ કરો. 

કન્યા રાશિ 

ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીના વાહન મૂષકને ભોજન અવશ્ય કરાવો. તેનાથી ગણેશજીની કૃપા વરસે છે. 

આ પણ વાંચો: Bhadra Rajyog 2024: બુધ ગ્રહ બનાવશે અત્યંત શુભ રાજયોગ, 3 રાશિના લોકો પર થશે ધનવર્ષા

તુલા રાશિ 

ઘરમાં વારંવાર કલેશ થતો હોય તો ગણેશ ચતુર્થીથી લઈ અનંત ચતુર્દશી સુધી ઓમ હીં ગ્રીં હ્રીં મંત્રનો 108 વખત જાપ કરો. 

વૃશ્ચિક રાશિ 

ધનની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ગણેશ ચતુર્થીના દિવસે માટીના બનેલા ગણેશની પ્રતિમાની સ્થાપના કરો અને તેમને રોજ ભોગ ધરાવી આરતી કરો. 

આ પણ વાંચો: ગણપતિજીના આ 3 મંદિર દેશ-વિદેશમાં પ્રખ્યાત, પૂજા કરનારની મનોકામના 100 ટકા થાય પુરી

ધન રાશિ 

નોકરી કે વેપારમાં પ્રગતિ મેળવવી હોય તો ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં પીળા રંગના ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરો. 

મકર રાશિ 

ગણેશ ચતુર્થી પર 11 દુર્વાની ગાંઠ ગણેશજીને અર્પણ કરો. દુર્વા ચઢાવો ત્યારે ગણેશ મંત્રનો જાપ કરવો. 

આ પણ વાંચો: 208 દિવસ સુધી આ 3 રાશિવાળા પર શનિદેવની કૃપા રહેશે, રાજયોગના કારણે દરેક કાર્ય થશે સફળ

કુંભ રાશિ 

ગણેશ ચતુર્થી એ ગણપતિ બાપ્પાની પૂજા કરી તેમને ઘી અને ગોળનો પ્રસાદ ધરાવવો. આ સિવાય ગરીબ વ્યક્તિને ઈચ્છા અનુસાર દાન કરો. 

મીન રાશિ 

ગણેશ ચતુર્થી પર આ રાશિના લોકોએ ગણેશ યંત્રની ઘરમાં સ્થાપના કરવી જોઈએ. તેનાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More