Home> Spiritual
Advertisement
Prev
Next

EID 2023: ભારતમાં ક્યારે મનાવાશે ઈદ-ઉલ-ફિત્ર, આ છે તારીખ અને ઉજવણીની તમામ માહિતી

EID 2023: બજારોમાં ઈદનો ક્રેઝ દેખાવા લાગ્યો છે. સમગ્ર વિશ્વમાં ઈદની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વખતે ભારત અને સાઉદીમાં ઈદની ઉજવણી એક જ દિવસે જોવા મળે તેવી આશા છે. મહત્વની વાત એ છે કે ઈદનો નિર્ણય ચાંદ જોઈને લેવામાં આવે છે. 
 

EID 2023: ભારતમાં ક્યારે મનાવાશે ઈદ-ઉલ-ફિત્ર, આ છે તારીખ અને ઉજવણીની તમામ માહિતી

EID 2023: ગુરુવારે મધ્ય પૂર્વમાં ચંદ્ર જોવા મળે તેવી ખૂબ જ ઓછી સંભાવના છે. પરિણામે ભારત અને સાઉદી અરેબિયામાં ઈદની ઉજવણી એક જ દિવસે જોવા મળી શકે છે. ઈદ એ આપસી ભાઈચારાનો તહેવાર છે. આ દિવસે મુસ્લિમ સમુદાયના લોકો એકબીજાને ગળે મળીને શુભકામનાઓ પાઠવે છે. રમઝાન મહિનો પૂર્ણ થવાની સાથે ચાંદ દેખાતા જ ઇદ ઉલ ફિતરનો તહેવાર મનાવવામાં આવે છે. જેને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે. મુસ્લિમ સમુદાય ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરે છે. 

ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમી સેન્ટરે દાવો કર્યો છે કે ગુરુવારે મધ્ય પૂર્વના મોટાભાગના દેશોમાં નરી આંખે અથવા દૂરબીન વડે અડધા ચંદ્રને જોવો લગભગ અશક્ય છે. આ રિપોર્ટના આધારે અનુમાન લગાવી શકાય છે કે સાઉદી અરેબિયા સહિત મધ્ય પૂર્વના અન્ય દેશોમાં 22 એપ્રિલ, 2023 શનિવારના રોજ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવશે.

આ પણ વાંચો:
હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો ભારત, ચીનને છોડ્યું પાછળ, UN રિપોર્ટ
યુવરાજસિંહનો હુંકાર! 'મારી ધરપકડ માટે હું તૈયાર છું, પહેલાં પણ જેલમાં રહી ચુક્યો છું
સમગ્ર દેશમાં ગરમીનો પારો ઊંચકાયો, આકરી ગરમીનો કહેર; અનેક રાજ્યોમાં હીટવેવ એલર્ટ

ભારત અને સાઉદીમાં એક જ દિવસે ઈદની ઉજવણી કરવામાં આવશે

તમને જણાવી દઈએ કે સાઉદીમાં ઈદની રજાઓ 13 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે, જે હવે ઈદ પછી જ પૂરી થશે. સાઉદી સુપ્રીમ કોર્ટે ખાડી દેશના તમામ મુસ્લિમોને ગુરૂવારે સાંજે શવ્વાલ મહિનાનો અર્ધ ચંદ્ર જોવાની અપીલ કરી છે. જો કે, ચંદ્ર જોવાની શક્યતા ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં શક્યતાઓના આધારે કહી શકાય કે ભારત અને સાઉદીમાં એક જ દિવસે ઈદની ઉજવણી કરવામાં આવશે. ઈદની તારીખ હિજરી કેલેન્ડરના કારણે દર વર્ષે બદલાય છે. ચાંદ દેખાયા બાદ ઈસ્લામી મહિનાની શરૂઆત થાય છે. આ આધારે જ અલગ અલગ દિવસોએ ઈદનો તહેવાર મનાવવામાં આવે છે. 

ઈદનો તહેવાર એક મહિનાના ઉપવાસના અંતે ઉજવવામાં આવે છે. 24 માર્ચથી પવિત્ર રમઝાન માસ શરૂ થયો છે. આ પછી 29 થી 30 રોઝા રાખ્યા બાદ ચાંદને જોઈને ઈદની જાહેરાત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ભારતમાં આ વર્ષે ઈદ 22 એપ્રિલ 2023ના રોજ મનાવવામાં આવી શકે છે.

ભારત સાઉદી સંબંધો

જણાવી દઈએ કે તાજેતરના સમયમાં સાઉદી અરેબિયા સાથે ભારતના સંબંધો સુધર્યા છે. તે જ સમયે, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. સાઉદીએ તાજેતરના સમયમાં ભારત સાથેના સંબંધોને પ્રાથમિકતા આપી છે. સાથે જ પાકિસ્તાનથી અંતર બનાવવાનું કામ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:
સોના-ચાંદીના ભાવમાં ભડકો, જાણો 22-24 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
અમદાવાદીઓ માટે ખુશખબરી! મેટ્રો ટ્રેન સેવામાં કરાયો વધારો, જાણો નવો ટાઈમ
ગુજરાતમાં વકરી રહ્યો છે રોગચાળો, વધી રહ્યાં છે તાવ, શરદી-ખાંસી અને ઝાડા-ઉલ્ટીના કેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More