Home> Spiritual
Advertisement
Prev
Next

અમરનાથ યાત્રાએ જનારા લોકો માટે ડોક્ટરે આપી મહત્વની માહિતી, જતા પહેલા આટલું જરૂર કરજો

Ahmedabad News : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી ૯૦૦થી વધુ ફિટનેસ સર્ટિફિકેટ આ યાત્રા માટે ઈશ્યુ થયા છે, ત્યારે યાત્રાએ જનારા લોકોએ ડોક્ટરની આ સલાહને ખાસ ધ્યાનમાં લેવી

અમરનાથ યાત્રાએ જનારા લોકો માટે ડોક્ટરે આપી મહત્વની માહિતી, જતા પહેલા આટલું જરૂર કરજો
Updated: Jun 28, 2024, 09:06 AM IST

Amarnath Yatra 2024 : આવતીકાલે 29 જુનથી અમરનાથ યાત્રાનો પ્રારંભ શરૂ થવા જઈ રહી છે, જેના માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. પવિત્ર અમરનાથ યાત્રાના દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા જાય છે. બાબાના દર્શન માટે ગુજરાતમાંથી પણ હજારો શ્રદ્ધાળુઓ આગામી દિવસોમાં અમરનાથ પહોંચશે. અમરનાથ યાત્રાએ જતાં અગાઉ શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવવું ફરજીયાત છે. ઘણીવાર એવા સમાચાર સામે આવે છે કે, અમરનાથ યાત્રામા શ્રદ્ધાળુઓની તબિયત લથડી અથવા કોઈ મોતને ભેટ્યા. જો તમે અમરનાથ દર્શને જવાના હોય તો અને તમારે આવી સ્થિતિથી બચવું હોય તો ડોક્ટરની સલાહ અનુસારો અને પછી અમરનાથ યાત્રાએ જવા નીકળો. 

અમરનાથ યાત્રા કઠિન યાત્રા છે. કેટલાય કિલોમીટર સુધી લોકોને ચાલતા જવુ પડે છે. ક્યારે કેટલાય એવા લોકો પણ યાત્રાએ જાય છે, જેઓને ચાલવાની કોઈ આદત હોતી નથી. આવા શ્રદ્ધાળુઓ માટે આવી યાત્રાઓ જોખમભરી બની જતી હોય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી ૯૦૦થી વધુ ફિટનેસ સર્ટિફિકેટ આ યાત્રા માટે ઈશ્યુ થયા છે. ત્યારે આવા મુસાફરો માટે ડોક્ટરોએ ખાસ સલાહ આપી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રટેન્ડન્ટ ડો.રાકેશ જોશીએ શ્રદ્ધાળુઓને જરૂરી સલાહ આપી છે. 

દમણ બીચ પર મોટી દુર્ઘટના : લોકોની નજર સામે બે યુવકો દરિયાના પ્રચંડ મોજામાં તણાયા

  • અમરનાથ યાત્રાએ જતા પહેલા શ્રદ્ધાળુઓએ શારીરિક રીતે પૂર્વ તૈયારી કરવી જરૂરી છે. 
  • તેઓએ યાત્રાના મહિના અગાઉ જ ચાલવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. 
  • રોજ સરેરાશ 3 થી 4 કિલોમીટર ચાલવું જોઈએ. 
  • રોજ નિયમિત પ્રાણાયામ અને ઉંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરવી. કારણ કે, ઉંચાઈ પર અનેક શ્રદ્ધાળુઓને હાયપોરથેમિયા થાય છે. તેઓને ધ્રુજારી થવા લાગે છે. તેમજ શ્વાસ લેવાની તકલીફ પણ થાય છે. 
  • આવી સ્થિતિથી બચવા માટે પૌષ્ટિક ખોરાક લેવો, સતત પાણી પીતા રહેવું. 
  • અમરનાથ યાત્રાએ જાઓ તો ઉંઘતા સમયે પણ ગરમ વસ્ત્રો પહેરી રાખવા. 

ક્યારથી શરૂ થાય છે અમરનાથ યાત્રા?
આ વર્ષે અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થશે. આ 50 દિવસની યાત્રા માટે રજીસ્ટ્રેશન 15મી એપ્રિલ એટલે કે સોમવાર એટલેકે, આજથી શરૂ થશે. આ યાત્રા 19 ઓગસ્ટ 2024ના રોજ સમાપ્ત થશે. શકે છે. છેલ્લી વખત 1 જુલાઈથી યાત્રા શરૂ થઈ હતી. આ વખતે યાત્રા 52 દિવસ સુધી ચાલશે. આ માટેનું રજીસ્ટ્રેશન 15મી એપ્રિલ એટલે કે આજથી શરૂ થઈ ગયું છે.

ગુજરાતમાં હવે મેઘતાંડવ થશે : આજથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાત

મોબાઈલથી આ રીતે થશે રજિસ્ટ્રેશનઃ
જો તમે મોબાઈલ એપ્લીકેશન દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોવ તો તમારે શ્રી અમરનાથજી યાત્રા એપ ડાઉનલોડ કરવી પડશે. તે જ સમયે, પંજાબ નેશનલ બેંક, SBI, યસ બેંક અને જમ્મુ અને કાશ્મીર બેંકમાંથી ઑફલાઇન નોંધણી કરાવી શકાય છે.

રજિસ્ટ્રેશન માટે કયા પુરાવાઓની પડશે જરૂર?
મુસાફરી દરમિયાન મેડિકલ સર્ટિફિકેટ, 4 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, આધાર કાર્ડ, RFID કાર્ડ, ટ્રાવેલ એપ્લીકેશન ફોર્મ સાથે રાખો. 

અમરનાથ જતા પહેલાં મેડિકલ એડવાઈઝરીઃ
શારીરિક તંદુરસ્તીની દ્રષ્ટિએ, દરરોજ 4 થી 5 કિલોમીટર ચાલવાની પ્રેક્ટિસ કરો. પ્રાણાયામ અને કસરત જેવા શ્વાસ યોગ કરો. મુસાફરી દરમિયાન તમારી સાથે વૂલન કપડાં, રેઈનકોટ, ટ્રેકિંગ સ્ટીક્સ, પાણીની બોટલ અને જરૂરી દવાઓની થેલી રાખો.

કયા-કયા રૂટથી પહોંચી શકાય છે અમરનાથ?
બાબાના દરબારમાં દર્શને આવવા માટે મુખ્યત્વે બે રૂટ છે એક છે પહેલગામનો રૂટ. જ્યારે બીજો રસ્તો છે બાલતાલનો રૂટ. જાણો કયો રૂટ વધારે સારો રહેશે, કયો રૂટ પ્રવાસીઓ માટે વધારે આરામદાયક રહેશે તેની માહિતી પણ અહીં ઉપલબ્ધ છે. 

અદ્રશ્ય શક્તિ યુવતીને ખેંચી ગઈ, સ્કૂટીથી આ દૂર જવા લાગી તો ભૂત દેખાયું

પહેલગામ રૂટઃ
આ રૂટથી ગુફા સુધી પહોંચવામાં 3 દિવસ લાગે છે, પરંતુ આ રસ્તો સરળ છે. પ્રવાસમાં ઊભો ચઢાણ નથી. પહેલગામથી પહેલું સ્ટોપ ચંદનવાડી છે. તે બેઝ કેમ્પથી 16 કિમી દૂર છે. અહીંથી ચઢાણ શરૂ થાય છે. ત્રણ કિલોમીટર ચડ્યા પછી યાત્રા પિસુ ટોપ પર પહોંચે છે. અહીંથી પગપાળા યાત્રા સાંજે શેષનાગ પહોંચે છે. આ યાત્રા લગભગ 9 કિમીની છે. બીજા દિવસે, મુસાફરો શેષનાગથી પંચતરણી જાય છે. તે શેષનાગથી લગભગ 14 કિમી દૂર છે. આ ગુફા પંચતરણીથી માત્ર 6 કિમી દૂર રહે છે.

બાલતાલ રૂટઃ
જો સમય ઓછો હોય તો તમે બાબા અમરનાથના દર્શન માટે બાલતાલ રૂટથી જઈ શકો છો. તેમાં માત્ર 14 કિમી ચડવું પડે છે, પરંતુ તે ખૂબ જ ઊભો છે, તેથી વૃદ્ધોને આ માર્ગ પર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માર્ગ પર સાંકડા માર્ગો અને જોખમી વળાંકો છે.

કેટ્લાં ભક્તો આવે છે બાબાના દર્શને?
ગત વખતે લગભગ 4.50 લાખ ભક્તો આવ્યા હતા. આ વખતે 6 લાખ મુસાફરોના આવવાની સંભાવના છે. પ્રવાસ ટૂંકા ગાળાની છે અને વધુ ભીડ હશે, તેથી વધુ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સમગ્ર રૂટ પર કેટરિંગ, હોલ્ટ અને હેલ્થ ચેકઅપની વ્યવસ્થા કરવામાં આવશે. ઓક્સિજન બૂથ, ICU બેડ, એક્સ-રે, સોનોગ્રાફી મશીન અને લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટથી સજ્જ બે કેમ્પ હોસ્પિટલ માટે તૈયારીઓ ચાલી રહી છે.

જાણો બાબાના દર્શનો કેવો છે રસ્તો:
પહેલા પહેલગામથી ગુફા સુધીનો 46 કિમી લાંબો રસ્તો 3 થી 4 ફૂટ પહોળો હતો અને બાલટાલ રૂટ 2 ફૂટ પહોળો હતો. હવે તેને 14 ફૂટ પહોળો કરવામાં આવ્યો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર બાલતાલથી ગુફા સુધીનો 14 કિલોમીટરનો માર્ગ 7થી 12 ફૂટ પહોળો થઈ ગયો છે. આ એક મોટરેબલ રોડ છે. હેલિકોપ્ટર સેવા પણ ઉપલબ્ધ છે.

ગુજરાતના આ ગામે બનાવ્યો સૌથી વધુ જૈન દીક્ષા લેવાનો રેકોર્ડ, દરેક ઘરમાં એક દીક્ષાર્થી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે