Home> Spiritual
Advertisement
Prev
Next

Guruwar Upay: ગુરુવારે કરી લો આ સરળ ઉપાય, ખુલશે ભાગ્યના બંધ દરવાજા

Guruwar Upay: ગુરુવારે જગતના પાલનહારની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેમના આશીર્વાદથી ભક્તોના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્ય ભરપૂર રહે છે. ગુરૂવારના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરીને તમે શ્રીહરીને પ્રસન્ન કરી શકો છો. 

Guruwar Upay: ગુરુવારે કરી લો આ સરળ ઉપાય, ખુલશે ભાગ્યના બંધ દરવાજા

Guruwar Upay: હિન્દુ ધર્મમાં ગુરૂવારના દિવસને ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે ગુરુવારે જગતના પાલનહારની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેમના આશીર્વાદથી ભક્તોના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્ય ભરપૂર રહે છે. તેવામાં ગુરૂવારના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરીને તમે શ્રીહરીને પ્રસન્ન કરી શકો છો. 

ગુરુવારે કરવાના ઉપાય

1. ગુરૂવારના દિવસે કેળાના ઝાડને પાણી અર્પણ કરીને ઘીનો દીવો કરવો જોઈએ. 

આ પણ વાંચો:

Sita Navami 2023: આ દિવસે ઉજવાશે સીતા નવમી, સુખી લગ્નજીવન માટે કરો આ સરળ ઉપાય

Astro Tips: બેઠાં બેઠાં પગ હલાવવાની આદત છે અશુભ, જાણો શા માટે ન કરવું આ કામ

27 એપ્રિલે મેષ રાશિમાં ગુરુના ઉદય સાથે ચમકી જશે આ 5 રાશિઓનું ભાગ્ય, ધનાધન થશે લાભ
 

2. ગુરૂવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે તેથી આ દિવસે કેળાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

3. ગુરૂવારના દિવસે સ્નાન કરવાના પાણીમાં હળદર ઉમેરીને તેનાથી સ્નાન કરવું જોઈએ. 

4. ગુરૂવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરી અને ઘીનો દીવો પ્રચલિત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. 

5. ગુરુવારે પીળા રંગના વસ્ત્ર પહેરવા જોઇએ અને સાથે જ પીળા રંગની વસ્તુ નો દાન કરવું જોઈએ. તેનાથી સફળતા પ્રાપ્ત થાય છે અને ભાગ્યનો સાથ મળે છે. 

6. ગુરૂવારના દિવસે કોઈપણ વ્યક્તિને ઉધાર આપવાથી બચવું જોઈએ આ દિવસે ઉધાર લેવાનું પણ ટાળવું જોઈએ આમ કરવાથી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે.

7. ગુરૂવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળનું દાન કરવું જોઈએ આમ કરવાથી કાર્યોમાં આવતી બાધા દૂર થાય છે અને સફળતા મળે છે. 

8. ગુરૂવારના દિવસે કેળાના ઝાડના મૂળમાંથી એક ટુકડો લઈ પીળા કપડામાં બાંધી અને ગળામાં ધારણ કરવો જોઈએ આમ કરવાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે અને ભાગ્યનો સાથ મળે છે.
 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More