Home> Spiritual
Advertisement
Prev
Next

Shaniwar Upay: શનિ દોષનું નિવારણ કરવા શનિવારે વ્રત કરી કરો આ 1 સરળ ઉપાય, દુર થશે શનિ પીડા

Shaniwar Upay: જે વ્યક્તિ ઉપર શનિદેવ પોતાની કૃપા વરસાવે તેનો ઉદ્ધાર થતા કોઈ અટકાવી શકતું નથી અને જો શનિદેવ કોઈ ઉપર ક્રોધિત થાય તો તેનું જીવન અંધકારમય થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોને કુંડળીમાં શનિદોષ હોય છે તેમને જીવનમાં ખૂબ જ સમસ્યાઓ સહન કરવી પડે છે. જોકે કેટલાક ઉપાયો કરવાથી શનિદોષથી મુક્તિ મળી શકે છે. આજે તમને આવો જ એક સરળ ઉપાય જણાવીએ જેને કરવાથી શનિદોષથી મુક્તિ મળે છે.

Shaniwar Upay: શનિ દોષનું નિવારણ કરવા શનિવારે વ્રત કરી કરો આ 1 સરળ ઉપાય, દુર થશે શનિ પીડા

Shaniwar Upay: શનિદેવની ધર્મરાજ પણ કહેવાય છે કારણ કે તે દરેક જીવને તેના કર્મ અનુસાર ફળ આપે છે અને તેની સાથે ન્યાય કરે છે. જે વ્યક્તિ ઉપર શનિદેવ પોતાની કૃપા વરસાવે તેનો ઉદ્ધાર થતા કોઈ અટકાવી શકતું નથી અને જો શનિદેવ કોઈ ઉપર ક્રોધિત થાય તો તેનું જીવન અંધકારમય થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોને કુંડળીમાં શનિદોષ હોય છે તેમને જીવનમાં ખૂબ જ સમસ્યાઓ સહન કરવી પડે છે. જોકે કેટલાક ઉપાયો કરવાથી શનિદોષથી મુક્તિ મળી શકે છે. આજે તમને આવો જ એક સરળ ઉપાય જણાવીએ જેને કરવાથી શનિદોષથી મુક્તિ મળે છે.

શનિદોષથી મુક્તિ માટે કરો આ વ્રત

આ પણ વાંચો:

બ્રહ્મ મુહૂર્તમાં આવે જો આવા સપના તો સમજી લેવું લાગવાની છે લોટરી... થાય છે ધન લાભ

Kendra Trikon Rajyog: 100 વર્ષ પછી સર્જાયો કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, 3 રાશિઓને થશે લાભ

આ તારીખે ઉજવાશે પદ્મિની એકાદશી, અધિક માસનું આ વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે સંતાન સુખ

શનિવારનું વ્રત

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં શનિદોષ હોય તેને દૂર કરવા માટે જાતા કે શનિવારનું વ્રત કરવું જોઈએ આમ કરવાથી જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થાય છે. આ વ્રતની કરવા માટે શનિવારે સવારે જલ્દી જાગી જવું અને સ્નાન કરી લેવું. ત્યારબાદ સ્વચ્છ કપડાં પહેરી પીપળાના ઝાડમાં જળ ચઢાવવું. ત્યાર પછી લોઢાથી બનેલી શનિદેવની પ્રતિમાને પ્રંચામૃત સ્નાન કરાવો અને ત્યારબાદ શની ચાલીસા નો પાઠ કરવો. 

શનિવારના વ્રતના નિયમ

વિદ્વાનો અનુસાર જો તમે શનિવારનું વ્રત કરો છો તો આ દિવસે લસણ-ડુંગળી જેવો તામસી આહાર ન કરવો. શનિવારના દિવસે અને કોઈ વ્યક્તિ માટે મનમાં ખોટા વિચાર લાવવા નહીં. જે દિવસે વ્રત કર્યું હોય તે દિવસે જરૂરિયાત મંદોની યથાશક્તિ મદદ કરવી. વ્રત કરનાર વ્યક્તિ દિવસે ફળાહાર કરી શકે છે. સાંજના સમયે અડદની દાળ કે અડદની દાળની ખીચડી ખાઈને વ્રત ખોલવું.

આ પણ વાંચો:

તમને પણ પલંગ નીચે આવી વસ્તુઓ રાખવાની આદત છે ? તો તમે આપી રહ્યા છો અલક્ષ્મીને આમંત્રણ

Budh Gochar 2023: બસ 3 દિવસ પછી થશે બુધ ગ્રહનો સિંહ રાશિમાં પ્રવેશ, 3 રાશિને થશે લાભ

મહિલાઓ માટેનો નિયમ

શનિવારનું વ્રત મહિલાઓ પણ રાખી શકે છે પરંતુ તેમણે કેટલીક બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. મહિલાઓ જ્યારે શનિદેવની પૂજા કરે ત્યારે તેમણે શનિદેવની પ્રતિમાને સ્પર્શ કરવો જોઈએ નહીં. આ સિવાય તેમની આંખોમાં પણ જોવું નહીં શનિદેવના ચરણો ને જોતા જોતા પૂજા કરવી. 

શનિવારના વ્રતનું મહત્વ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકો શનિવારે વ્રત કરે છે તેમના અટકેલા કામ પુરા થવા લાગે છે. આ સિવાય આ વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ વધે છે અને નોકરી તેમજ લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય છે .ઘરનો કલેશ મટે છે અને પરિવારમાં ધનનું આગમન થાય છે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More