Home> Spiritual
Advertisement
Prev
Next

Chaitra Navratri 2024: એક ઝાટકે અમીર બનાવશે નવરાત્રીમાં કરેલા આ ઉપાય, અજમાવી જુઓ એકવાર

Chaitra Navratri 2024: નવરાત્રીનું વ્રત કરવાથી મોટામાં મોટી મનોકામના પણ પૂર્ણ થાય છે. નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપન કરી માતાજીની વિધિપૂર્વક પૂજા કરવાની હોય છે. આ સિવાય નવરાત્રીમાં કેટલાક ચમત્કારી ઉપાય પણ કરી શકાય છે. આ ઉપાયો તુરંત ફળ આપનાર સિદ્ધ થાય છે.

Chaitra Navratri 2024: એક ઝાટકે અમીર બનાવશે નવરાત્રીમાં કરેલા આ ઉપાય, અજમાવી જુઓ એકવાર

Chaitra Navratri 2024: ચૈત્ર મહિનાની એકમથી નવરાત્રીનો પ્રારંભ થાય છે. આ વર્ષે 9 એપ્રિલ 2024 ના રોજ નવરાત્રી શરુ થઈ રહી છે. આ વર્ષે નવરાત્રીમાં એક પણ દિવસનો ક્ષય નથી એટલે કે નવરાત્રી 9 દિવસની છે જેને શુભ માનવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે ઘરમાં ઘટસ્થાપન થાય છે અને અખંડ જ્યોતિ પણ જલાવવામાં આવે ચે. 

નવરાત્રીનું વ્રત કરી રોજ માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનું વ્રત કરવાથી મોટામાં મોટી મનોકામના પણ પૂર્ણ થાય છે. નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપન કરી માતાજીની વિધિપૂર્વક પૂજા કરવાની હોય છે. આ સિવાય નવરાત્રીમાં કેટલાક ચમત્કારી ઉપાય પણ કરી શકાય છે. આ ઉપાયો તુરંત ફળ આપનાર સિદ્ધ થાય છે. તો ચાલો તમને પણ જણાવીએ નવરાત્રીમાં કરવાના ઉપાયો વિશે.

નવરાત્રીના ઉપાયો

આ પણ વાંચો: 8 એપ્રિલ થી 14 એપ્રિલ સુધીના દિવસો કઈ રાશિ માટે શુભ જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ

જો તમે ખૂબ ધન કમાવા માંગો છો અને સફળતા મેળવવા માંગો છો તો નવરાત્રીના 9 દિવસ તમારા માટે સુવર્ણ સમય છે. નવરાત્રી   દરમિયાન કરેલા આ ઉપાય તમારી મનોકામના ઝડપથી પૂર્ણ કરવામાં મદદ કરશે. 

- નવરાત્રીના 9 દિવસ અખંડ જ્યોત જલાવો. જો તે શક્ય ન હોય તો સવારે અને સાંજે ઘરમાં તેલનો અથવા ઘીનો દીવો નિયમિત કરવો અને તેમાં 4 લવિંગ ઉમેરી દેવા. 

- નવરાત્રીમાં પૂજા દરમિયાન માતાજીને લાલ ચુંદડી ચઢાવો અને પાંચ પ્રકારના મેવા અર્પિત કરો.

આ પણ વાંચો: મીન રાશિમાં બનશે ચતુર્ગ્રહી યોગ, 4 ગ્રહ મળીને 4 રાશિને કરાવશે બંપર ફાયદો

- મનોકામના પૂર્તિ માટે માતાજીના મંદિરમાં લાલ ધ્વજા ચઢાવો. 

- દેવી માંને તાજા પાન પર સોપારી અને સિક્કા રાખી અર્પણ કરો. સાથે જ 7 એલચી અને સાકરનો ભોગ લગાવો.

- નાની કન્યાઓને ભેંટમાં શ્રૃંગારનો સામાન અને યથાશક્તિ ધન આપો. 

આ પણ વાંચો: 8 એપ્રિલે લાગશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, 4 રાશિના લોકો પર છવાશે સંકટના વાદળ

- નવરાત્રીમાં સોનું, ચાંદી અથવા તો સ્વસ્તિક, ઓમ, શ્રીયંત્ર જેવી શુભ વસ્તુ ખરીદો અને ઘરે લાવી તેની પૂજા કરો. નવ દિવસની પૂજા પછી તેને ગુલાબી રેશમી કપડામાં બાંધી તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી ધનની આવક અનેકગણી થઈ જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More