Home> Spiritual
Advertisement
Prev
Next

Astro Tips: દીવો પ્રગટાવતી વખતે આ 3 વાતનું રાખો ધ્યાન, ઘરમાં વધશે એટલી સમૃદ્ધિ કે તરી જશે સાત પેઢી

Astro Tips: દીવો પ્રગટાવ્યા વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. ઘરમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઊર્જા અને અંધકાર દુર થાય છે. સાથે જ સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. દીવો કરવાથી મનોકામના પૂર્ણ પણ થઈ શકે છે અને અઢળક ધન પ્રાપ્ત થાય છે. પરંતુ તેના માટે દીવો કરવાના નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આ નિયમોનું પાલન ન થાય તો પૂજાનું ફળ પણ મળતું નથી. અને જો નિયમ અનુસાર દીવો કરવામાં આવે તો ધાર્યું ફળ પ્રાપ્ત થાય છે. 

Astro Tips: દીવો પ્રગટાવતી વખતે આ 3 વાતનું રાખો ધ્યાન, ઘરમાં વધશે એટલી સમૃદ્ધિ કે તરી જશે સાત પેઢી

Astro Tips: દરેક ઘરમાં રોજ પૂજા પાઠ થાય છે. દરેક વ્યક્તિ સવારે પૂજા કરીને દિવસની શરૂઆત કરે છે. સાથે જ સંધ્યા સમયે પણ ઘરમાં પૂજા થાય છે. પૂજા સમયે લોકો સૌથી પહેલા દીવો પ્રગટાવે છે. દીવો પ્રગટાવ્યા વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. ઘરમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઊર્જા અને અંધકાર દુર થાય છે. સાથે જ સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. દીવો કરવાથી મનોકામના પૂર્ણ પણ થઈ શકે છે અને અઢળક ધન પ્રાપ્ત થાય છે. પરંતુ તેના માટે દીવો કરવાના નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આ નિયમોનું પાલન ન થાય તો પૂજાનું ફળ પણ મળતું નથી. અને જો નિયમ અનુસાર દીવો કરવામાં આવે તો ધાર્યું ફળ પ્રાપ્ત થાય છે. 

દીવો કરવાના નિયમ

આ પણ વાંચો:

Dhan Labh Upay: ધન લાભના આ છે અચૂક ટોટકા, રૂપિયા ગણતા ગણતા થાકી જશો એટલું મળશે ધન

50 વર્ષ પછી સર્જાયો દુર્લભ નવપંચમ રાજયોગ, મંગળ-ગુરુની યુતિથી 4 રાશિઓ બનશે ભાગ્યશાળી

ઘરમાં કે ઘરની આસપાસ જોવા મળે આ વસ્તુઓ તો સમજી લેવું થવાનો છે ધન લાભ

1. દિશા
 
પૂજા કરતી વખતે ઘીનો દીવો હંમેશા તમારી ડાબી બાજુ તરફ રાખવો જોઈએ. જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોવ તો તેને તમારા જમણા હાથ તરફ રાખો. જો તમારી કોઈ મનોકામના પૂર્ણ કરવા માટે દીવો કરો તો દીવો તેલનો પ્રગટાવો. આ સિવાય નિયમિત ઈષ્ટદેવની સામે ઘીનો દીવો પ્રગટાવો.  

2. કયા ભગવાન માટે કયો દીવો

શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલ અથવા તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.  હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો રાહુ-કેતુ દોષના અશુભ પ્રભાવથી બચવું હોય તો તેના માટે અળસીના તેલનો દીવો કરવો.

3. મુખ્ય દ્વાર પર દીવો

સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા પાસે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી સુખ-સમૃદ્ધિ વધે છે. આવા ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહે છે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More