Home> Spiritual
Advertisement
Prev
Next

Money Plant: શુક્રવારે મની પ્લાંટ સંબંધિત કરી લો આ નાનકડો ઉપાય, માતા લક્ષ્મીના આશીર્વાદથી દુર થશે પૈસાની તંગી

Money Plant: મની પ્લાંટનો સંબંધ ધનના દેવતા કુબેર સાથે છે. તેથી જ ઘરમાં આ છોડ રાખવાથી ભગવાન કુબેરની કૃપાથી અઢળક ધન પ્રાપ્ત થાય છે. જો કે માત્ર ઘરમાં જ નહીં દુકાન, વ્યવસાયિક સંસ્થા અથવા ઓફિસમાં પણ મની પ્લાંટ લગાવવો શુભ ગણાય છે. શાસ્ત્રો અનુસાર જ્યાં પણ આ છોડ હોય છે ત્યાં ધનની ખામી રહેતી નથી.

Money Plant: શુક્રવારે મની પ્લાંટ સંબંધિત કરી લો આ નાનકડો ઉપાય, માતા લક્ષ્મીના આશીર્વાદથી દુર થશે પૈસાની તંગી

Money Plant: મોટાભાગના લોકોનું સપનું હોય કે તે અઢળક ધન કમાય અને સુખ-સમૃદ્ધિ સાથે જીવન જીવે. તેના માટે લોકો દિવસ રાત મહેનત પણ કરે છે. પરંતુ તેમને ઈચ્છિત પરિણામ મળતું નથી. આવી સ્થિતિમાંથી પસાર થતા લોકો માટે વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાયો જણાવાયા છે. આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મીની કૃપા થાય છે અને વ્યક્તિને અપાર ધન પ્રાપ્ત થાય છે. આવા ચમત્કારી ઉપાયમાંથી એક ઉપાય શુક્રવાર અને મની પ્લાંટ સંબંધિત છે. શુક્રવારે મની પ્લાન્ટ સાથે જોડાયેલો આ ઉપાય કરવાથી અચાનક ધન લાભ થાય છે અને ઘરની આર્થિક સ્થિતિ ઝડપથી બદલાય છે.  

આ પણ વાંચો: 

શુક્રની મહાદશા કરે છે ભાગ્યોદય, 20 વર્ષ સુધી રાજા જેવો વૈભવ અને ધન થાય છે પ્રાપ્ત

આ 4 રાશિના લોકોના જીવન પર તુટી પડશે દુ:ખના ડુંગર, અત્યંત અમંગળકારી યોગ વધારશે સમસ્યા

Kedar Yog 2023: સર્જાયો મહાકેદાર યોગ, આ રાશિના લોકોને મળશે બેહિસાબ રૂપિયો

વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાંટનો સંબંધ ધનના દેવતા કુબેર સાથે છે. તેથી જ ઘરમાં આ છોડ રાખવાથી ભગવાન કુબેરની કૃપાથી અઢળક ધન પ્રાપ્ત થાય છે. જો કે માત્ર ઘરમાં જ નહીં દુકાન, વ્યવસાયિક સંસ્થા અથવા ઓફિસમાં પણ મની પ્લાંટ લગાવવો શુભ ગણાય છે. શાસ્ત્રો અનુસાર જ્યાં પણ આ છોડ હોય છે ત્યાં ધનની ખામી રહેતી નથી.
 
શુક્રવારનો ઉપાય

શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. શુક્રવારના દિવસે મની પ્લાંટનો આ ઉપાય કરવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અઢળક ધન આપે છે. આ ઉપાય કરવા માટે શુક્રવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ અને સફેદ વસ્ત્રો ધારણ કરવા. ત્યારબાદ એક કળશમાં પાણી ભરી તેમાં કાચુ દૂધ મિક્સ કરી મની પ્લાંટમાં આ જળ ચઢાવો. સાથે જ આ દિવસે વ્રત કરો. ધાર્મિક માન્યતા અનુસાર આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને આર્થિક તંગી દૂર થાય.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More