Home> Spiritual
Advertisement
Prev
Next

માળા હાથમાં રાખી મંત્ર જાપ કરતી વખતે તમે તો નથી કરતાંને આ ભૂલ? નીકળી જશે ધનોતપનોત

Mantra Chanting Rules: નિયમિત પૂજા-પાઠ કરવાની સાથે કેટલાક લોકો મંત્ર જાપ પણ કરતા હોય છે. મંત્ર જાપ માટે માળાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો એવા હોય છે જેમને માળા કઈ રીતે ફેરવવી, કેવી રીતે રાખવી તે અંગે જાણકારી હોતી નથી. આજે તમને માળાથી મંત્ર જાપ કરવા અંગેના આ નિયમ વિશે જણાવીએ.

માળા હાથમાં રાખી મંત્ર જાપ કરતી વખતે તમે તો નથી કરતાંને આ ભૂલ? નીકળી જશે ધનોતપનોત

Mantra Chanting Rules: હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. રુદ્રાક્ષને ગળામાં ધારણ પણ કરી શકાય છે અને શિવજીની પૂજા કરવામાં ઉપયોગમાં પણ લેવામાં આવે છે. સાથે જ મંત્ર જાપ માટે લોકો રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરતા હોય છે. માનવામાં આવે છે કે રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરવામાં આવે તો શિવજી ઝડપથી પ્રસન્ન થાય છે. 

જોકે મંત્ર જાપ માટે અલગ અલગ માળાઓનો ઉપયોગ થાય છે. જેમકે ભગવાન વિષ્ણુની આરાધના કરવા માટે પીળા ચંદનની અથવા તો તુલસીની માળાનો ઉપયોગ થાય છે. કૃષ્ણ ભગવાનની ઉપાસના કરવી હોય તો વૈજન્તીની માળાનો ઉપયોગ કરવો જોઈએ. માતા લક્ષ્મીની આરાધના માટે કમલગટ્ટાની માળાનો ઉપયોગ થાય છે. ચંદ્રદેવના મંત્રનો જાપ કરવો હોય તો મોતીની માળાનો ઉપયોગ કરવો. દેવગુરુ બ્રહસ્પતિની આરાધના કરવી હોય તો હળદરની ગાંઠની માળાનો ઉપયોગ કરવો. જોકે મંત્ર જાપ માટે માળા તો તમે કોઈપણ વાપરી શકો છો પરંતુ તેના નિયમનું પાલન થવું ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો: Bhagya Rekha: ભાગ્યને નહીં આપવો પડે દોષ, આ 2 ઉપાય કરવાથી ભાગ્ય સોનાની જેમ ચમકશે

મંત્ર જાપના નિયમ

- જ્યારે પણ ભગવાનનું સ્મરણ કરતા તમે માળાથી મંત્ર જાપ કરો તો સાફ અને સ્વચ્છ આસન પર બેસીને જ માળા કરવી. આસન વિના જમીન પર બેસીને માળા કરશો તો માળાનું ફળ નષ્ટ થઈ જશે.

- મંત્ર જાપ કરતી વખતે વ્યક્તિનું મુખ હંમેશા પૂર્વ દિશામાં હોવું જોઈએ. સાથે જ માળાને હંમેશા હૃદય ચક્રની પાસે રાખવી જોઈએ.

- મંત્ર જાપ કરતી વખતે માળા મધ્યમા આંગળીમાં હોવી જોઈએ. મોતી બદલવા માટે અંગૂઠાનો પ્રયોગ કરવો. હંમેશા ધ્યાન રાખવું કે મોતી પોતાની તરફ ફેરવવું જોઈએ.

આ પણ વાંચો: ભાગ્યશાળી હોય તેને જ જોવા મળે આ વસ્તુઓ, માતા લક્ષ્મીની પધરામણીનો કરે છે સંકેત

- માળાથી મંત્ર જાપ કરતાં પહેલાં સ્નાન કરવું જરૂરી છે. ત્યાર પછી શાંત અને શુદ્ધ જગ્યા પર બેસીને જ મંત્ર જાપ કરવો. 

જાપની માળા ન કરવી ધારણ

ઘણા લોકો જે મારા ગળામાં ધારણ કરતા હોય છે તેનાથી જ મંત્ર જાપ કરે છે. અથવા તો મંત્ર જાપ કરીને માળા ધારણ કરે છે. આવી ભૂલ ક્યારે કરવી નહીં. જે માળાથી તમે મંત્ર જાપ કરો તેને સન્માન સાથે મંદિરમાં રાખી દેવી જોઈએ તેને ક્યારેય ધારણ કરવી નહીં.

આ પણ વાંચો: આજથી 1 મહિના સુધી સૂર્ય 4 રાશિ પર રહેશે મહેરબાન, થશે ધનલાભ અને નોકરીમાં મળશે પ્રમોશન

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More