Home> Spiritual
Advertisement
Prev
Next

વૈશાખ મહિનામાં કરી લો નાળિયેરના આ ટોટકા, ઘરમાં બમણી ગતિએ વધશે સુખ-સમૃદ્ધિ

Coconut Totka: આ મહિનો વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને સમર્પિત છે. આ મહિના દરમિયાન કેટલાક ઉપાયો કરવાથી તમે તમારા જીવનની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. શાસ્ત્રો અનુસાર જો તમારા જીવનમાં સમસ્યાઓ ચાલી રહી હોય તો નાળિયેર સંબંધિત કેટલાક ઉપાય કરવાથી લાભ થઈ શકે છે.

વૈશાખ મહિનામાં કરી લો નાળિયેરના આ ટોટકા, ઘરમાં બમણી ગતિએ વધશે સુખ-સમૃદ્ધિ

Coconut Totka: હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી વિશેષ લાભ થાય છે કારણ કે આ મહિનો વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને સમર્પિત છે. આ મહિના દરમિયાન કેટલાક ઉપાયો કરવાથી તમે તમારા જીવનની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. શાસ્ત્રો અનુસાર જો તમારા જીવનમાં સમસ્યાઓ ચાલી રહી હોય તો નાળિયેર સંબંધિત કેટલાક ઉપાય કરવાથી લાભ થઈ શકે છે. આવું એટલા માટે કે વૈશાખ મહિનો માતા લક્ષ્મીને સમર્પિત છે અને સાથે જ નાળિયેર માતા લક્ષ્મીનો પ્રિય છે. હિન્દુ ધર્મમાં દરેક પવિત્ર કાર્યમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે. નાળિયેર સંબંધિત આ ઉપાયો તમને આર્થિક લાભ પણ કરાવી શકે છે.

આ પણ વાંચો:

ઘરમાં રહેતી હોય રુપિયાની તંગી અને હાથમાં ન ટકતું હોય ધન તો અજમાવો આ ટોટકા

પૈસાની તંગીથી હોય પરેશાન તો અજમાવો એકવાર તુલસીના પાનનો આ ચમત્કારી ઉપાય

આ કારણથી વૈશાખ મહિનો ગણાય છે અત્યંત પવિત્ર, આ ઉપાયો કરવાથી મળશે અઢળક લાભ

આર્થિક તંગી દૂર કરવા

જો તમારા ઘરમાં ધનની આવક થતી હોય પરંતુ પૈસા ટકતા ન હોય તો વૈશાખ મહિનાના શુક્રવારને દિવસે સવારે સ્નાન કરી લાલ વસ્ત્ર ધારણ કરી માતા લક્ષ્મીની પૂજા કરવી. ત્યાર પછી જટા વાળું નાળિયેર, કમળનું ફૂલ, સફેદ કપડું, દહીં અને સફેદ મીઠાઈ માતા લક્ષ્મીને અર્પણ કરવા. પૂજા કર્યા પછી આ વસ્તુઓને એવી જગ્યાએ રાખી દો જ્યાં કોઈની નજર ન પડે. 

નકારાત્મક શક્તિ દૂર કરવા

નાળિયેરના ઉપાયોથી ઘરમાંથી નકારાત્મકતાને પણ દૂર કરી શકાય છે. તેના માટે નાળિયેર ઉપર કાજલથી એક ચાંદલો કરવો અને તેને ઘરના દરેક ખૂણામાં ફેરવવું. ત્યાર પછી તેને નદીમાં પ્રવાહિત કરી દેવું. આમ કરવાથી ઘરના સભ્યો વચ્ચેનો ઝઘડો દૂર થાય છે અને પ્રેમ વધે છે.

રાહુ કેતુ દોષનું નિવારણ

જો કુંડળીમાં રાહુ કે કેતુનો દોષ હોય તો પણ નાળિયેરનો આ ઉપાય કરી શકાય છે. શનિવારના દિવસે નાળિયેરના બે ટુકડા કરવા અને તેમાં ખાંડ ભરવી. ત્યાર પછી તેને સુનસાન જગ્યા પર જઈને જમીનમાં દાટી દેવું. જેમ જેમ કીડા તેને ખાશે તેમ તમારા ગ્રહદોષ દૂર થશે 

ધનલાભ માટે

ધનપ્રાપ્તિ ની ઈચ્છા હોય તો વૈશાખ મહિનામાં પોતાના ઘરમાં નાળિયેરના ઝાડને દક્ષિણ અથવા તો પશ્ચિમ દિશામાં લગાડો. આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને કરો જ હશે તો તેમાંથી પણ મુક્તિ મળશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More