Home> Spiritual
Advertisement
Prev
Next

Broom Vastu Tips: સવારે ઘરમાં ઝાડુ કરો ત્યારે બોલવી આ લાઈનો, આ કામ કરનારનું રાતોરાત બદલી જાય છે જીવન

Broom Vastu Tips:સાવરણી કઈ દિશામાં રાખવી, કયા દિવસે નવી સાવરણી વાપરવી, જૂની સાવરણી ક્યારે ફેંકવી, આ બધા નિયમો તો કદાચ તમને પણ ખબર હશે. પરંતુ આજે તમને એક એવી વાત વિશે જણાવીએ જે તમારું જીવન બદલી શકે છે. 

Broom Vastu Tips: સવારે ઘરમાં ઝાડુ કરો ત્યારે બોલવી આ લાઈનો, આ કામ કરનારનું રાતોરાત બદલી જાય છે જીવન

Broom Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં દિશાને લઈને મહત્વના નિયમો જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો જીવનમાં સકારાત્મક પરિણામ જોવા મળે છે. તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં સાવરણી સંબંધિત પણ કેટલાક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો જીવનમાં સુખ-સમૃદ્ધિ દિવસ રાત વધતી રહે છે. સાવરણી કઈ દિશામાં રાખવી, કયા દિવસે નવી સાવરણી વાપરવી, જૂની સાવરણી ક્યારે ફેંકવી, આ બધા નિયમો તો કદાચ તમને પણ ખબર હશે. પરંતુ આજે તમને એક એવી વાત વિશે જણાવીએ જે તમારું જીવન બદલી શકે છે. 

આ પણ વાંચો: દૈનિક રાશિફળ 9 માર્ચ : આજે મકર રાશિના લોકોએ વ્યર્થ ખર્ચ ટાળવો, વાંચો આજનું રાશિફળ

દરેક ઘરમાં રોજ સવારના સમયે જાડું કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો જાડુ કરતી વખતે આ શબ્દ બોલવામાં આવે તો ઘરમાંથી કચરાની સાથે જ રોગ શોક અને નકારાત્મક ઊર્જા પણ ઘરની બહાર નીકળી જાય છે. જે પણ વ્યક્તિ જાડુ કરતી વખતે આ નિયમનો પાલન કરે છે તેની સામે પ્રગતિના રસ્તા ખુલવા લાગે છે. તો ચાલો તમને પણ જણાવીએ ઝાડુ કરતી વખતે કયા ઉપાયો કરવા જોઈએ. 

જાડુ કરતી વખતે કરવાનો ઉપાય

આ પણ વાંચો: ખૂબસુરત છોકરીઓના ક્રશ હોય છે આ 3 રાશિના છોકરાઓ, છોકરીઓ થઈ જાય પ્રેમમાં પાગલ

સવારના જ્યારે પણ જાડુ કરો ત્યારે બોલવું જોઈએ કે, "ઘરમાંથી રોગ અને શોક બહાર જઈ રહ્યા છે... "આખા ઘરમાં ઝાડુ કરો ત્યારે આ વાક્યને વારંવાર બોલતા રહેવું. તમે આ ઉપાય કરવાની શરૂઆત કરશો એટલે અનુભવ કરશો કે તમારા ઘરમાં સકારાત્મક ફેરફાર થઈ રહ્યા છે અને જો કોઈ વ્યક્તિ બીમાર છે તો તેના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. આ નિયમનું રોજ પાલન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. 

ચિંતા દૂર કરવાનો ઉપાય

આ પણ વાંચો: Astro Tips: માથાના વાળ કપાવવા માટે આ દિવસો સૌથી અશુભ, કંગાળ કરી દેશે તમારી ભૂલ!

આવી જ રીતે જો ઘરનો કોઈ વ્યક્તિ નોકરી વેપારને લઈને સતત ચિંતામાં રહે છે તો જાડું કરતી વખતે બોલવું કે ઘરમાંથી ચિંતા અને પરેશાનીઓ બહાર જઈ રહી છે... આમ કરવાથી ઘરમાંથી તમામ પ્રકારની ચિંતાઓ દૂર થવા લાગશે. 

આ પણ વાંચો: આ બે રાશિના લોકો ધ્યાન નહીં રાખે તો ભુક્કા બોલાવી દેશે શુક્ર, સંકટથી બચવા કરો આ કામ

વાસ્તુશાસ્ત્રમાં એ પણ જણાવાયું છે કે આ નિયમનું પાલન કરવાની સાથે એક વાતનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ વાત એ છે કે ઘરમાં ક્યારેય તૂટેલી સાવરણીથી જાડું ન કરવું. જો જાડુ કરતી વખતે સાવરણી તૂટવા લાગે છે તો તેને તુરંત જ બદલી દેવી જોઈએ. આવી સાવરણીથી તમે જાડું કરશો અને આ ઉપાય કરશો તો પણ તેનું ફળ નહીં મળે. તેથી હંમેશા જાડુ કરવા માટે સારી સાવરણીનો જ ઉપયોગ કરવો. ઘરમાં જાડુ કર્યા પછી સાવરણીને હંમેશા દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખી દેવી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More