Home> Spiritual
Advertisement
Prev
Next

Chaitra Navratri Upay: દરિદ્રતા, ક્લેશ સહિતની સમસ્યાઓ લવિંગના ઉપાયોથી થશે દુર, નવરાત્રીમાં કરવાથી તુરંત મળશે ફળ

Chaitra Navratri Upay:હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલ થી શરૂ થશે. ચૈત્ર નવરાત્રીનું સમાપન 17 એપ્રિલે થશે. આ નવ દિવસ દરમિયાન કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનની દરેક સમસ્યા દૂર થાય છે.

Chaitra Navratri Upay: દરિદ્રતા, ક્લેશ સહિતની સમસ્યાઓ લવિંગના ઉપાયોથી થશે દુર, નવરાત્રીમાં કરવાથી તુરંત મળશે ફળ

Chaitra Navratri Upay:હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. વર્ષ દરમિયાન ચાર વખત નવરાત્રી આવે છે. જેમાં ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ ગણાય છે. આ બે નવરાત્રી દરમિયાન ભક્તો ઘરમાં માતા દુર્ગાની સ્થાપના કરે છે અને તેના નવ સ્વરૂપની નિયમિત પૂજા કરે છે. આ વર્ષે હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલ થી શરૂ થશે. ચૈત્ર નવરાત્રીનું સમાપન 17 એપ્રિલે થશે. આ નવ દિવસ દરમિયાન કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનની દરેક સમસ્યા દૂર થાય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય કોઈ મુશ્કેલી હોય કે પછી આર્થિક સ્થિતિ ખરાબ હોય તો નવરાત્રી દરમિયાન લવિંગના આ ઉપાય કરી લેવા. લવિંગના આ ઉપાય તમારા જીવનની દરેક સમસ્યાને દૂર કરશે અને અધૂરી મનોકામના પૂર્ણ કરશે. 

આ પણ વાંચો: શનિનું નક્ષત્ર પરિવર્તન 4 રાશિઓ માટે અતિ શુભ, 3 ઓક્ટોબર સુધી થતા રહેશે લાભ જ લાભ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવરાત્રીમાં કરેલા લવિંગના આ ટોટકા ખૂબ જ પ્રભાવી હોય છે. તેને કરનાર વ્યક્તિને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે સાથે જ જીવનના દુઃખ દૂર થાય છે. તો ચાલો તમને પણ જણાવીએ નવરાત્રી દરમિયાન કરવાના લવિંગના સરળ ઉપાયો.

લવિંગના ટોટકા

1. જો તમારા જીવનમાં પૈસાની સમસ્યા હોય અને ઘરમાં બરકત રહેતી ન હોય તો ચૈત્ર નવરાત્રી દરમિયાન આ ઉપાય કરો. તેના માટે નવરાત્રી દરમિયાન માતાજીને ગુલાબના ફૂલની સાથે બે લવિંગ અર્પણ કરો. સાથે જ એક લાલ કપડામાં પાંચ લવિંગ અને પાંચ કોડી બાંધીને ઘરની તિજોરીમાં રાખી દો. આમ કરવાથી ઘરમાં ધનની આવક વધે છે.

આ પણ વાંચો: Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રી શરુ થાય તે પહેલા જાણી લો વ્રત કરવાના નિયમો

2. જો ઘરમાં લડાઈ ઝઘડા થતા રહેતા હોય અને શાંતિનો અભાવ હોય તો નવરાત્રી દરમિયાન એક પીળું કપડું લેવું અને તેમાં બે લવિંગ બાંધી ઘરના કોઈ ખૂણામાં રાખી દો. આમ કરવાથી ઘરમાં કલેશ થતો બંધ થઈ જશે. સાથે જ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ વધશે.

3. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારા કોઈ કામમાં ઘણા સમયથી બાધા આવી રહી હોય અને મહેનતનું ફળ મળતું ન હોય તો તેના માટે નવરાત્રીના નવ દિવસ સુધી લવિંગનું દાન કરો. તમે શિવલિંગ પર લવિંગ અર્પણ પણ કરી શકો છો. 

આ પણ વાંચો: Astro Tips: દરિદ્રતાથી મુક્તિ મેળવવા અજમાવો આ 4 માંથી કોઈ એક ઉપાય

4. જો તમને કોઈ કામમાં વારંવાર નિષ્ફળતા મળી રહી હોય તો ચૈત્ર નવરાત્રી પર લવિંગનો આ ઉપાય અજમાવી જુઓ. તેના માટે હનુમાનજીની મૂર્તિ સામે ચમેલીના તેલનો દીવો કરો અને આ દીવામાં બે લવિંગ પધરાવી દો. ત્યાર પછી હનુમાન ચાલીસાનો અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો. તેનાથી તમારા બધા જ કામ બનવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More