Home> Spiritual
Advertisement
Prev
Next

New Year 2024: તમારું સૂતું ભાગ્ય જગાડશે આ શુભ વસ્તુઓ, નવા વર્ષમાં સુખ-સમૃદ્ધિ માટે લાવો ઘરે

New Year 2024: વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યું છે કે આ વસ્તુઓ ઘરમાં આવે છે તો તેની સાથે સુખ-સમૃદ્ધિ અને ધન પણ આવે છે. તો ચાલો તમને પણ જણાવીએ એવી કઈ કઈ વસ્તુઓ છે જે તમારા ઘરમાં પોતાની સાથે ધન પણ લાવે છે.

New Year 2024: તમારું સૂતું ભાગ્ય જગાડશે આ શુભ વસ્તુઓ, નવા વર્ષમાં સુખ-સમૃદ્ધિ માટે લાવો ઘરે

New Year 2024: વર્ષ 2024 ગણતરીના દિવસોમાં શરૂ થશે. વર્ષ 2023 કરતાં આવનારું વર્ષ વધારે ખુશહાલી લઈને આવે તેવી ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે. નવા વર્ષની શરૂઆત લોકો ઉજવણી કરીને કરતા હોય છે. પરંતુ જો તમે નવા વર્ષમાં સુખ સમૃદ્ધિ પણ ઘરે આવે તેવી કામના રાખો છો તો કેટલીક વસ્તુઓ ઘરે લાવવી. નવા વર્ષની શરૂઆતમાં આ વસ્તુઓ ઘરમાં લાવવી વિશેષ ફળદાઈ સાબિત થાય છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. 

વાસ્તુશાસ્ત્ર અનુસાર નવા વર્ષમાં ઘરને ખુશીઓથી અને ધનથી ભરી દેવું હોય તો આ વસ્તુઓને ઘરમાં લાવવી. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યું છે કે આ વસ્તુઓ ઘરમાં આવે છે તો તેની સાથે સુખ-સમૃદ્ધિ અને ધન પણ આવે છે. તો ચાલો તમને પણ જણાવીએ એવી કઈ કઈ વસ્તુઓ છે જે તમારા ઘરમાં પોતાની સાથે ધન પણ લાવે છે.

આ પણ વાંચો: શનિની સાડેસાતી અને ઢૈયામાં પાયમાલ થઈ જાવ તે પહેલા કરી લો આ ઉપાયો, કષ્ટથી મળશે મુક્તિ

તુલસી

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ હોય તે ખૂબ જ શુભ ગણાય છે. નવા વર્ષમાં જો તમે તુલસીનો છોડ ઘરમાં લગાડો છો તો તેનાથી આખું વર્ષ તમારા ઘર ઉપર માં લક્ષ્મીની કૃપા રહેશે.

મોર પંખ

ભગવાન શ્રીકૃષ્ણને મોર પંખ અતિપ્રિય છે. માન્યતા છે કે મોર પંખને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે. નવા વર્ષમાં તમે મોર પંખ લાવીને ઘરમાં રાખી શકો છો.

ચાંદીનો કાચબો

નવા વર્ષમાં ચાંદીનો કાચબો ખરીદીને ઘરે રાખવો પણ ફળદાયી ગણાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં ચાંદીનો કાચબો લાવીને રાખો છો તો તેની સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે.

આ પણ વાંચો: 18 થી 24 ડિસેમ્બર સુધીનો સમય કઈ કઈ રાશિઓ માટે છે શુભ જાણી લો સાપ્તાહિક રાશિફળ પરથી

શંખ

સનાતન ધર્મમાં શંખને પૂજનીય અને પવિત્ર કહેવાયો છે. જો તમે શંખ ઘરમાં રાખો છો તો તેનાથી માતા લક્ષ્મીનો પણ ઘરમાં સ્થાયી વાસ થાય છે. નવા વર્ષમાં શંખ ખરીદીને ઘરમાં રાખવાથી આર્થિક સંપન્નતા જળવાઈ રહે છે.

લાફિંગ બુદ્ધા

વાસ્તુશાસ્ત્રમાં લાફિંગ બુદ્ધાને પણ શુભ ગણવામાં આવ્યો છે. લાફિંગ બુદ્ધા ઘરે લાવવાથી ઘરમાં ખુશીઓનું આગમન થાય છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે. ડ્રોઈંગ રૂમમાં લાફિંગ બુદ્ધા રાખવાથી અથવા તો ઘરના મુખ્ય દરવાજા પર લાફિંગ બુદ્ધા રાખવાથી જીવનમાં ક્યારેય ધનની ખામી સર્જાતિ નથી.

આ પણ વાંચો: ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે વાસ્તુના આ નિયમોનું કરો પાલન, દેખાશે તુરંત અસર

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More