Home> Spiritual
Advertisement
Prev
Next

કર્મકાંડ અટકતા ચાણોદના બ્રાહ્મણોની રોજીરોટી અટકી, ફરી શરૂ કરવાની કરી માંગ

વડોદરાના ડભોઇ પાસે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાણોદ (Chandod) ના કર્મકાંડી બ્રાહ્મણોએ આજે સ્થાનિક તંત્રને આવેદનપત્ર આપીને કે, ચાંદોદ ખાતે અસ્થી વિસર્જન પુનઃ શરૂ કરવાની માંગણી કરી છે. લોકડાઉન (Lockdown) ને કારણે છેલ્લા 50 દિવસથી અહીં કર્મકાંડ સંપૂર્ણ રીતે બંધ છે. કર્મકાંડ એ ચાંદોદના બ્રાહ્મણોની આજીવિકા છે. લોકડાઉનને કારણે કર્મકાંડ પણ અટકી પડ્યું છે, જેથી બ્રાહ્મણોને રોજીરોટી મેળવવામાં તકલીફ પડી રહી છે. તેથી તેઓએ કર્મકાંડ ફરી શરૂ કરવા માંગણી કરી છે. 

કર્મકાંડ અટકતા ચાણોદના બ્રાહ્મણોની રોજીરોટી અટકી, ફરી શરૂ કરવાની કરી માંગ

ચિરાગ જોશી/વડોદરા :વડોદરાના ડભોઇ પાસે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાણોદ (Chandod) ના કર્મકાંડી બ્રાહ્મણોએ આજે સ્થાનિક તંત્રને આવેદનપત્ર આપીને કે, ચાંદોદ ખાતે અસ્થી વિસર્જન પુનઃ શરૂ કરવાની માંગણી કરી છે. લોકડાઉન (Lockdown) ને કારણે છેલ્લા 50 દિવસથી અહીં કર્મકાંડ સંપૂર્ણ રીતે બંધ છે. કર્મકાંડ એ ચાંદોદના બ્રાહ્મણોની આજીવિકા છે. લોકડાઉનને કારણે કર્મકાંડ પણ અટકી પડ્યું છે, જેથી બ્રાહ્મણોને રોજીરોટી મેળવવામાં તકલીફ પડી રહી છે. તેથી તેઓએ કર્મકાંડ ફરી શરૂ કરવા માંગણી કરી છે. 

ગુજરાતમાં હવે કોરોનાના ગંભીર દર્દીઓને 40 હજારની કિંમતના ખાસ ઈન્જેક્શન અપાશે

ચાણોદ ગામ પિતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત 
નર્મદા નદીના તટ પર આવેલ ચાણોદ ગામ મંદિરોનું ગામ તરીકે ઓળખાય છે, પણ હવેના સમયમાં તે એક પવિત્ર યાત્રાધામ તરીકે વિકાસ પામ્યું છે. ચાણોદ તીર્થક્ષેત્ર પિતૃશ્રાદ્ધ માટે જાણીતું છે. દેશવિદેશમાંથી વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પોતાના પિતૃઓના શ્રાદ્ધ માટે અહી આવીને વિધી કરાવે છે. અંહી ઓરસંગ નદી અને નર્મદા નદીનો સંગમ થતો હોવાને કારણે આ ગામ સંગમતીર્થ તરીકે તેમજ પિતૃ શ્રાદ્ધ માટે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે. અહીં નદીઓ પર અનેક જગ્યા પર પાકાં પગથિયાંવાળા ઘાટ બાંધવામાં આવેલા છે. 

રાજકોટમાં ફરી પ્રાણ ફૂંકાયો, 50 દિવસ બાદ આજે ઉદ્યોગો ધમધમતા થયા

શિનોરનું સાધલી બજાર આગામી ત્રણ દિવસ સુધી બંધ

વડોદરા પાસે આવેલ શિનોરનું સાધલી બજાર આગમી ત્રણ દિવસ સુધી બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે. એક કોરાનાગ્રસ્ત શખ્સ સાધલીના બજારમાં કરિયાણું અને શાકભાજી લેવા આવ્યો હતો. તેથી ગ્રામપંચાયત દ્વારા વેપારીઓને આ અંગે અનુરોધ કરવામાં આવ્યો છે. બંધમાં સાધલી બજાર ખાતે માત્ર આવશ્યક ચીજવસ્તુ જ મળી રહેશે. જોકે, હજી સુધી શિનોર તાલુકામાં એકપણ કોરાનાનો કેસ નથી નોંધાયો, તેમ છતાં તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More